અહીં 80 લાખ રૂપિયા કમાનારા પણ ગરીબ ગણાય છે

બોસ્ટનની તસવીર

ભારતમાં જો કોઈની આવક મહિને એક લાખ રૂપિયા કે વર્ષના 12 લાખ રૂપિયા હોય તો તેને ‘ભાઈ તારે તો જલસા છે’, ‘તને પૈસાની બાબતમાં ક્યાં વાંધો આવે તેમ છે’, ‘તું તો લાખો કમાય છે’ જેવા વાક્યો સાંભળવા મળે છે. એને એક સફળ વ્યક્તિ સમજવામાં આવે છે. પણ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાં કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 80 લાખ રૂપિયા હોય તો પણ તે ગરીબ ગણાય છે.

આ શહેર છે અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને સાન મેટીઓ અને મરીન કાઉન્ટીમાં ગરીબીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ચાર લોકોના એક પરિવારની વાર્ષિક આવક છ આંકડામાં હશે તો તેઓ ગરીબ કહેવાશે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના એક રીપોર્ટ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે અહીંના અમૂક પરિવારો પોતાનો ઘર ખર્ચ સારી રીતે ઉપાડી શકે છે.

એવું કહેવાતું કે સાન ફ્રાન્સિસ્કો અને સાન મેટીઓ અને મરીન કાઉન્ટીમાં ચાર સભ્યોનાં એક પરિવારની આવક 1,17,400 ડૉલર= લગભગ 80 લાખ છે તો તેઓ ગરીબ છે.

જ્યારે સમગ્ર દેશની વાત કરવામાં આવે તો, જેની આવક 73,300 ડૉલર (આશરે 50 લાખ રૂપિયા) છે, તેઓ અતિ ગરીબની યાદીમાં છે.


ગરીબી રેખા હેઠળનું જીવન

Image copyright Getty Images

સાન ફ્રાન્સિસ્કોની નવી નક્કી કરેલી ગરીબી રેખાને મધ્યમાં રાખીને જોઈએ તો અમેરિકામાં બે તૃત્યાંશ પરિવારો એવા છે જેઓ ગરીબી રેખા હેઠળ આવે છે.

અમેરિકામાં સામાન્ય રીતે ચાર સભ્યો ધરાવતા મધ્યમ વર્ગના પરિવારની આવક 91,000 ડૉલર (આશરે 62 લાખ રૂપિયા) છે.

તમે આ વાંચ્યું કે નહીં?

32.6 કરોડની વસતી ધરાવતા સમગ્ર દેશમાં 40 મિલિયનથી વધુ લોકો એવા છે જેઓ ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે.

અમેરિકાના અમૂક શહેરોમાં નોકરીઓ પ્રમાણે પગારધોરણ અલગઅલગ છે.

સાન ફ્રાન્સિસ્કોની વાત કરી એ તો તે ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી અને અન્ય હાઇ-ટેક ઇન્ડસ્ટ્રીનું કેન્દ્ર છે.

આ કારણે આ શહેરનો આર્થિક ગ્રાફ એવું જણાવે છે કે સમગ્ર દેશમાં આ શહેર સૌથી વધુ કમાતા કર્મચારીઓનું ઘર છે.

વર્ષ 2008થી 2016 વચ્ચે સાન ફ્રાન્સિસ્કોના મેટ્રો વિસ્તારમાં ફૂલ ટાઇમ કામ કરતા લોકોની ઉંમર 25થી 64 વર્ષ હતી જે બીજા શહેરોના મેટ્રો વિસ્તાર કરતા 26 ટકા વધારે હતી.

વર્ષ 2016માં તેમની આવકનો આંકડો 63 હજાર ડૉલર સુધી (આશરે 43 લાખ રૂપિયા) પહોંચી ગયો હતો.

પરંતુ અમેરિકાના બીજા પણ એવાં શહેરો છે જ્યાં કર્મચારીઓને વધુ વેતન મળે છે.


ડૉક્ટરની આવક 1 કરોડ રૂપિયા

Image copyright Getty Images

હાલના વર્ષોમાં સેન જોસ શહેરમાં 25થી 64 વર્ષના ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની આવક 65 હજાર ડૉલર (આશરે 44 લાખ રૂપિયા) હતી.

આ જ ઉંમરના કર્મચારીઓ વોશિંગ્ટન ડીસીમાં 60,600 ડૉલર (આશરે 41 લાખ રૂપિયા) અને બોસ્ટનમાં 55,700 ડૉલર (આશરે 38 લાખ રૂપિયા) કમાય છે.

વધુ વેતન ચૂકવતાં આ શહેરોમાં એવી ઘણી નોકરીઓ છે જ્યાં સારો એવો પગાર ચૂકવવામાં આવે છે.

Image copyright Getty Images

સાન ફ્રાન્સિસ્કોમાં ડૉક્ટરની આવક 1,93,400 ડૉલર(આશરે 1.32 કરોડ રૂપિયા) સુધી હોઈ શકે છે.

ચીફ એક્ઝીક્યૂટીવ અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેટરની આવક 1,67,300 ડૉલર એટલે કે 1.15 કરોડ રૂપિયાની આસપાસ હોય છે.

પરંતુ એવા પણ ઘણાં લોકો છે જેઓને ખૂબ જ ઓછું વેતન મળે છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
બે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ થાય કે વેપાર યુદ્ધ, તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.

સાન ફ્રાન્સિસ્કોમાં જો સૌથી ઓછું કમાતા હોય તો તેઓ ખેડૂતો છે. તેમની આવક 18,500 ડૉલર (આશરે 12 લાખ રૂપિયા) હોય છે.

જ્યારે ચાઇલ્ડ કેર કર્મચારીઓની આવક 22,300 ડૉલર (આશરે 15 લાખ રૂપિયા) છે.

અમેરિકાના જ ડેટ્રોઇટ શહેરની વાત કરવામાં આવે તો ત્યાં એક ડૉક્ટરની આવક 1,44,300 ડૉલર (આશરે 99 લાખ રૂપિયા) હોય છે.

જ્યારે ચાઇલ્ડ કેર કર્મચારી માત્ર 15 હજાર ડૉલર (10 લાખ રૂપિયા) કમાય છે.

દેશના બીજા શહેરોની તુલનાએ સાન ફ્રાન્સિસ્કોમાં રહેવાનો ખર્ચ 25 ટકા વધારે છે. જોકે, બીજા શહેરો કરતાં અહીં કમાણીનો આંકડો પણ 45 ટકા વધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ