મળો થ્રી-ડી પ્રિન્ટેડ ઘરમાં રહેવા જનારા વિશ્વના પ્રથમ પરિવારને

તમે થ્રી-ડી પ્રિન્ટરથી બનેલી નાની-મોટી વસ્તુઓ જોઈ હશે અને ચિત્રો પણ જોયા હશે. પરંતુ શું તમે થ્રી-ડી પદ્ધતિથી તૈયાર થયેલું ઘર જોયું છે?

ચાર રૂમના આ ઘરને બનાવવામાં 54 દિવસ લાગ્યા. વિશ્વમાં પ્રથમ વખત થ્રી-ડી પ્રિન્ટરથી તૈયાર થયેલા ઘરમાં રહેવા જનારો પરિવાર ફ્રાંસનો છે.

95 ચો.મી.નું આ ઘર તૈયાર થયું તેને ‘વોઇલા’ નામ અપાયું છે.

બાંધકામ ક્ષેત્રમાં આ એક નવું ઇનૉવેશન છે. તેનાથી પારંપરિક મકાનો કરતાં સસ્તી કિંમતમાં મકાન બનાવવાની આશા જાગી છે.

વળી આ ઘરમાં વિશિષ્ટ દીવાલો અને ડિઝાઇન છે. તેમાં ડિજિટલ તકનિકથી દિવ્યાંગો માટેની સુવિધા વિકસાવવામાં આવી છે.

આર્કિટેક્ટ અને વિજ્ઞાનીઓએ કઈ રીતે અને કેટલામાં આ ઘર તૈયાર કર્યું તે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો