એકસાથે ઘણાં કામ કરવાની ટેવ આ રીતે કરે છે નુકસાન

મલ્ટી ટાસ્કિંગ

દરેક વ્યક્તિ એમ વિચારે છે કે તે અત્યંત વ્યસ્ત છે અને તેમની પાસે સમયનો અભાવ છે.

મોટાભાગના લોકોને લાગે છે કે 'એલીસ ઇન વંડરલૅન્ડ' વાર્તામાં આવતા પેલાં સસલાની માફક તેમને દોડવું પડશે.

તે સસલું દોડતું જ રહેતું હતું છતાં પણ પાછળ રહી જતું હતું. સમયસર કામ પૂરાં થઈ શકતાં નહોતાં.

આપણે જે પળમાં જીવતા હોઈએ એના બદલે ભવિષ્યની ચિંતામાં જ દોડતા રહીએ છીએ.

તમે આ વાંચ્યું કે નહીં?

સમય મલ્ટીટાસ્કિંગનો છે, એકસાથે કામ કરીને સમય સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ચાલો આજે તમને એવી કેટલીક રીતો જણાવીએ છીએ કે જેનાથી તમને જીવનની પાછળ ભાગવાને બદલે તેને નિયંત્રિત કરવામાં મદદ મળશે.


1. એકસાથે ઘણાં કામ કરવાનાં બંધ કરી દો

ફોટો લાઈન એકસાથે અનેક કામ કરવામાં વધારે સમય લાગે છે.

ઘણી વખત એવું થતું હોય છે કે તમે કોઈ મીટિંગમાં છો. કોઈ પોતાની વાત જણાવી રહ્યું છે અને એ જ વખતે તમે તમારું પ્રેઝન્ટેશન વાંચવા માંડો છો કે પછી મેઇલ-મૅસેજ ચેક કરવા બેસી જાવ છો.

આમ કરવાનું પરિણામ એ આવી શકે છે કે ના તો તમે સામેવાળાની વાત આખી સાંભળી શકો છો ના તો તમારા પ્રેઝન્ટેશન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

કારણ એ છે કે તમારું મગજ એકસાથે આટલી બધી જાણકારી સમજી શકતું નથી, એને પ્રોસેસ કરી શકતું નથી.

રિસર્ચ જણાવે છે કે એક સાથે બે કામ કરવાથી બન્ને કામ કરવામાં 30 ટકા વધારે સમય લાગે છે.

એ જ કામ તમે વારાફરથી કરશો તો સમય બચશે. તમે ભૂલો પણ ઓછી કરશો.

જમવાનું બનાવતી વખતે જો ધ્યાન મોબાઇલ પર હશે તો ઘણી વખત લોકો મોબાઇલને જ કઢાઈ કે તવામાં ફેરવવા માંડે છે.

તેમને ધ્યાન જ રહેતું નથી, વારાફરતી કામ કરવાથી આવી ભૂલ થવાની સંભાવના ઘટી જાય છે.


2. સમય બચાવવા માટે ફોનનો ઉપયોગ કરો

ફોટો લાઈન સંવાદથી સંબંધ વિકસાવવામાં મદદ થાય છે.

હાલના દિવસોમાં આપણી જિંદગીનો 30 ટકા ભાગ ઑફિસના ઈ-મેઇલ, મૅસેજ વાંચવામાં જ વપરાઈ જાય છે.

ઈ-મેઇલ અને મૅસેજમાં સમય બરબાદ કરવાને બદલે તમે સીધો જ ફોન ઊઠાવી તમારી વાત કહી શકો છો.

આનાથી તમારી વાત સીધા અને સરળ શબ્દોમાં સામેના માણસ સુધી પહોંચશે.

ફોન પર વાત કરતી વખતે તમને ખબર પડશે કે સામેવાળો શું કહી રહ્યો છે.

જો સામેની વ્યક્તિ તમારી વાત સમજી શકતો નથી તો તમે તરત જ એને તમારી વાત સમજાવીને એ કામ ત્યાં જ પૂરું કરી શકો છો.

આનો એક ફાયદો એ પણ છે કે જ્યારે તમે કોઈનો અવાજ સાંભળો છો ત્યારે એક અલગ પ્રકારનો તાર જોડાય છે, એક નવો સંબંધ વિકસે છે.

આપણે સંવાદ સંબંધો વિકસાવવા માટે જ કરતા હોઈએ છીએ. આ ધંધાની દુનિયાનું ઈંધણ છે.

હવે જ્યારે આપણે એક સાથે ઘણાં કામ કરી શકતા હોઈએ ત્યારે આપણી પાસે એ વિચારવાનો પણ સમય હોતો નથી કે એ કામ જરૂરી છે કે નહીં.


3. સવારે ઉઠીને 10 મિનિટ સુધી કાંઈ જ ના કરો

ફોટો લાઈન વિચારવા માટે ઘરમાં સમય ન મળે તો બહાર જવું જોઈએ

તમારા સમય પર નિયંત્રણની ત્રીજી રીત એ છે કે સવારે જ્યારે તમે ઊઠો ત્યારે ઊઠીને 10 મિનિટ સુધી કાંઈ જ ન કરો, માત્ર વિચાર જ કરો.

ઘરમાં આ કામમાં કોઈ મુશ્કેલી પડે તો બહાર ક્યાંક જઈ બેસી શકો છો.

પાર્કમાં કે કોઈ અન્ય જગ્યાએ જઈને શાંતિથી બેસો. વિચારો કે કયું કામ જરૂરી છે, દિવસ કે અઠવાડિયાનો શું એજન્ડા હોવો જોઈએ.

ઘણી વખત સમય બચાવવાની ઉમદા રીત છે કે તમે કશું જ ના કરો. માત્ર શાંત બેસો. પોતાના વિશે, કુદરત અંગે વિચાર કરો.

અજમાવી જુઓ. આ રીતોથી જિંદગીની લગામ તમારા હાથમાં આવી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ