20 વર્ષે ફ્રાન્સ ફરી બન્યું ફૂટબૉલ વર્લ્ડ ચેમ્પિયન

વિજયોત્સવ માણી રહેલી ફ્રાન્સની ટીમ Image copyright Reuters

રશિયાની રાજધાની મૉસ્કો ખાતે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મેચ યોજાઈ, જેમાં ફ્રાન્સે 4-2થી વિજયી થયું છે.

ક્રોએશિયા પ્રથમ વખત ફાઇનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે ફ્રાન્સે અગાઉ 1998માં વર્લ્ડ કપ જીત્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Getty Images

ફર્સ્ટ હાફ સુધી ક્રોએશિયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, છતાંય ફ્રાન્સને લીડ મેળવવામાં સફળતા મળી હતી અને ફ્રાન્સે 2-1થી લીડ મેળવી લીધી હતી.

મેચનો પહેલો ગોલ ક્રોએશિયાના મેંડજુકિચ સેલ્ફગોલ કર્યો હતો. બાદમાં પેરેસિચે ગોલ ફટકારીને મેચમાં ક્રોએશિયાનું પુનરાગમન કરાવ્યું હતું.

હાફ ટાઇમના થોડા ક્ષણો અગાઉ વીઆરની મદદથી ફ્રાન્સને પેનલ્ટી મળી, જેમાં ગ્રીઝમૈને ગોલ કરીને ફ્રાન્સને લીડ અપાવી હતી.

સૅકન્ડ હાફમાં ફ્રાન્સના પૉલ પૅગ્બાએ ગોલ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. કૈલિએન એમબાપેના ચોથા ગોલને કારણે ક્રોએશિયાનું મનોબળ તૂટી ગયું હતું.

આ સાથે જ લગભગ એક મહિનાથી ચાલી રહેલો ફૂટબૉલ મહાકુંભ સમાપ્ત થયો હતો.

ફાઇનલ મેચ પહેલાં ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમ માટે શનિવારે મેચ યોજાઈ હતી. જેમાં બેલ્જિયમે ઇંગ્લૅન્ડને 2-0થી ટક્કર આપી હતી.


કોને કેટલું ઇનામ?

Image copyright Getty Images
  • ટુર્નામેન્ટ દરમિયાન ભાગ લેનારી 32 ટીમોને કુલ 400 મિલિયન ડૉલર (રૂ. 2700 કરોડ)ના ઇનામ વહેંચવામાં આવ્યાં છે.
  • વિજેતા ફ્રાન્સને 38 મિલિયન ડૉલર એટલે કે લગભગ રૂ. 260 કરોડ ઇનામ પેટે મળશે, જ્યારે ક્રોએશિયાને 28 મિલિયન ડૉલર એટલે કે લગભગ રૂ. 192 કરોડ જેટલી રકમ મળશે.
  • ત્રીજા ક્રમે રહેલી બેલ્જિયમની ટીમને 22 મિલિયન ડૉલર એટલે કે લગભગ રૂ. 164 કરોડનું ઇનામ મળશે.
  • ચોથાક્રમે રહેલી ઇંગ્લૅન્ડની ટીમને 22 મિલિયન ડૉલર એટલે કે રૂ. 150 કરોડનું ઇનામ મળશે.


  • પાંચથી આઠમા ક્રમે રહેલી ટીમોને 16-16 મિલિયન ડૉલર એટલે કે દરેકને લગભગ રૂ. 109 કરોડનું ઇનામ મળશે.
  • નવથી 16મા ક્રમે રહેલી ટીમોને 12-12 મિલિયન ડૉલર એટલે કે દરેકને અંદાજીત રૂ. 82 કરોડ મળશે
  • અન્ય 16 ટીમોને 8-8 મિલિયન ડૉલર એટલે કે રૂ. 55 કરોડ મળશે.
  • આ રકમ ફિફા દ્વારા આપવામાં આવતું ઔપચારિક ઇનામ છે, જેમાં સ્પૉન્સરશિપ કે બ્રાન્ડ ઍન્ડોર્સમૅન્ટનો સમાવેશ નથી થતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ