તસવીરોમાં જુઓ કૈલાસ માનસરોવરની યાત્રા

કૈલાસ માનસરોવર
ફોટો લાઈન કૈલાસ માનસરોવરની યાત્રામાં તાજેતરના વર્ષોમાં યાત્રાળુઓનો વધારો થયો છે

કૈલાસ માનસરોવરની યાત્રાએ પશ્ચિમ નેપાળના રસ્તે હુમલા થઈને જતા યાત્રીઓની સંખ્યામાં તાજેતરના વર્ષોમાં ભારે વધારો થયો છે.

આ રસ્તે માનસરોવર યાત્રાએ જતા પ્રવાસીઓને વૈવિધ્યસભર દૃશ્યો પણ જોવા પડે છે. તમામ ફોટોગ્રાફ : કૃષ્ણ અધિકારી

કૈલાસ માનસરોવર
ફોટો લાઈન દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન નેપાળના રસ્તે આ યાત્રાએ જનારા લોકોની સંખ્યા ગયાં વર્ષે 12 હજાર જેટલી હતી. 2018માં 6000 લોકોએ આ રસ્તે યાત્રા કરવાનું પસંદ કર્યું છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન પર્વતીય પ્રદેશમાં ટ્રેકિંગ કરીને ચઢવું પડકારજનક ગણાય છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન હિન્દુ કથાઓ પ્રમાણે કૈલાસ પર્વતને શિવનું ઘર માનવામાં આવે છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન કૈલાસ માનસરોવરનો ઉલ્લેખ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પણ કરાયો છે. તેની પરિક્રમા કરવાની પરંપરા રહેલી છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન કૈલાસ માનસરોવર પહોંચવાના ત્રણ માર્ગો પૈકીનો એક નેપાળ થઈને જાય છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે એપ્રિલ થી જૂન માસ સુધીના સમયને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન આ યાત્રા કરવા માટે વ્યક્તિ દીઠ આશરે 1.60 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન કેટલાક લોકો માને છે કે માનસરોવર પહોંચવા માત્રથી જ પુણ્ય મળે છે. જ્યારે કેટલાક લોકોના મતે તેની પ્રદક્ષિણા કરવાથી પુણ્ય મળે છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન લોકો કાઠમાડુંથી નેપાળગંજ જાય છે અને ત્યાં એક રાત વિતાવે છે.
કૈલાસ માનસરોવર
ફોટો લાઈન ફ્લાઇટની મદદથી નેપાળગંજથી સિમિકૉટ જઈ શકાય છે, જ્યાંથી આગળ હેલિકૉપ્ટરમાં જઈ શકાય છે.
નેપાળગંજથી કાઠમંડુ
ફોટો લાઈન સામાન્ય રીત એક સપ્તાહમાં યાત્રા પૂર્ણ કરીને લોકો પરત ટકલાકૉટ આવી જતાં હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ