રશિયાનો બચાવ કરવા જતાં ઘરમાં જ ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં દખલ દેવાના રશિયાના પરના આરોપોનો બચાવ કર્યો છે. જે બાદ હવે અમેરિકામાં તેમની ટીકાઓ થઈ રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની શિખર વાર્તા દરમિયાન ટ્રમ્પે અમેરિકાની જાસૂસી એજન્સીઓથી વિપરીત એવું કહ્યું કે રશિયા પાસે અમેરિકાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ કારણ નથી.
પુતિને પણ દોહરાવ્યું કે રશિયાએ ક્યારેય પણ અમેરિકાના મામલાઓમાં હસ્તક્ષેપ કર્યો નથી.
બંને નેતાઓએ ફિનલૅન્ડની રાજધાની હેલસિંકીમાં બંધ દરવાજા પાછળ લગભગ બે કલાક સુધી વાતચીત કરી હતી.
સંમેલન બાદ ન્યૂઝ કૉન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને લઈને તેમને પોતાની જાસૂસી એજન્સીઓ પર ભરોસો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પર.
તમે આ વાંચ્યું કે નહીં?
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "રાષ્ટ્રપતિ પુતિન કહે છે કે રશિયાએ એવું નથી કર્યું. મને તેમના હસ્તક્ષેપનું કોઈ કારણ દેખાતું નથી."
એફબીઆઈ અને અમેરિકાની જાસૂસી સંસ્થાઓ એ તારણ પર પહોંચી છે કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ માહોલ બનાવવામાં રશિયાનો હાથ હતો.
એ માટે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવવાથી લઈને સાઇબર હુમલાઓ માટે સરકારની લઈને અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
અમેરિકામાં ટ્રમ્પની ટીકા
ઇમેજ સ્રોત, Reuters
વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું છે કે ટ્રમ્પે રશિયાને અમેરિકા કમજોર હોવાનો સંકેત આપ્યો છે.
તેમણે ટ્વીટ કર્યું, "ટ્રમ્પે 2016ના હસ્તક્ષેપ માટે રશિયાને જવાબદાર ગણાવવા અને આવનારી ચૂંટણીઓ માટે કડક ચેતવણી આપવાની તક ગુમાવી છે."
તેમના સહયોગી રિપબ્લિકન સેનેટર ઝેફ ફ્લેકે કહ્યું કે ટ્રમ્પે શરમજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઝેફ ફ્લેક રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે.
તેઓ કહે છે, ''કાયદાનો અમલ કરનારા લોકો પણ જાતિવાદી માનસિક્તાથી પીડાય છે."
"લોકોની માનસિક્તામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ગમે તેઓ અસરકારક કાયદાથી પણ ફરક નહીં પડે."
રિપ્બલિકન અને હાઉસના સ્પીકર પૉલ રયાને કહ્યું કે ટ્રમ્પે એ જોવું જ જોઈએ કે રશિયા આપણો મિત્ર દેશ નથી.
તેમણે કહ્યું કે એમાં કોઈ બે મત નથી કે મૉસ્કોએ ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કર્યો જ હતો.
ભૂતપૂર્વ એફબીઆઈ ડીરેક્ટર જ્હોન બ્રેનને ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પની પત્રકાર પરિષદ રાજદ્રોહના ગુનાથી ઓછું કંઈ નથી.
તેમણે કહ્યું, "માત્ર ટ્રમ્પની કૉમેન્ટ મુર્ખતાભરી નથી પરંતુ તેઓ આખા જ પુતિના પૉકેટમાં છે."
આ બધાની વચ્ચે ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સે આ મુલાકાતનો બચાવ કર્યો હતો અને ટ્રમ્પના વખાણ કર્યાં હતાં.
સંમેલનનો પહેલાંથી જ વિરોધ
ઇમેજ સ્રોત, Reuters
કેટલાક અમેરિકાના રાજનેતાઓએ પહેલાંથી જ રશિયા સાથેના આ સંમેલનનો વિરોધ કર્યો હતો.
તેમણે પુતિન સાથેના આ સંમેલનને કૅન્સલ કરવાની પણ માગ કરી હતી.
સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના તપાસકર્તાઓને રશિયા આવીને અધિકારીઓ સાથે પૂછપરછ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
તેમણે સ્પષ્ટ કર્યું કે બદલામાં રશિયા પણ અમેરિકામાં કેટલીક ગુનાહિત ગતિવિધિઓના શંકાસ્પદ લોકો સાથે પૂછપરછ કરવાનો અધિકાર માગશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પુતિને ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપનું ખૂબ જ મજબૂતીથી ખંડન કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો