સોનાથી પણ મોંઘી હિમાલયની આ જડીબુટ્ટી વાયગ્રાની ગરજા સારે છે.

હિમાલયની વાયગ્રા તરીકે ઓળખાતી યાર્સાગુમ્બા જડીબુટ્ટીની એક કિલોની કિંમત 65 લાખ રૂપિયા જેટલી છે.

એવું મનાય છે કે આનાથી નપુંસકતા,અસ્થમા અને કૅન્સર મટી શકે છે.

નેપાળ, ભુતાન અને તિબેટની હિમાલય પર્વતમાળામાં જ આ જડીબુટ્ટી મળે છે.

વિદેશમાં 6,500 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે યાર્સાગુમ્બા વેચાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો