કૅનેડા : ટૉરોન્ટોમાં થયેલા ગોળીબારમાં બેનાં મોત, 13 લોકો ઘાયલ

ટોરેન્ટો ગોળીબાર Image copyright Reuters
ફોટો લાઈન પોલીસે ઘટનાસ્થળેથી લોકોને બહાર કાઢ્યા

કૅનેડા ટૉરોન્ટો શહેરમાં થયેલા ગોળીબારમાં ગનમૅન સહિત ત્રણ લોકનાં મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.

રવિવારે રાત્રે ટૉરન્ટોના ડૅનફૉર્થ અને લોગાન ઍવન્યૂમાં આ ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સામસામે થયેલા ગોળીબારમાં ગનમૅન માર્યો ગયો હતો.

ઘટનાનો ભોગ બનેલા લોકોની સ્થિતિ જાણી શકાઈ નથી. પોલીસે આ અંગે વધારે માહિતી આપી નથી.

કેટલાક લોકોને ઘટનાસ્થળે જ સારવાર અપાઈ હતી તો કેટલાકને હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

ગોળીબાર શા માટે કરાયો તેની પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી.

@globalnewstoના પત્રકાર જેરેમી કૉને ઘટનાસ્થળના ફૂટેજ સાથે ટ્વીટ કર્યું હતું.

સીબીસી ન્યૂઝને જૉડી સ્ટૅનહૉરે જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવાર સાથે જમવા ગયા હતા.

જ્યાં ફટાકડા ફૂટતા હોય એમ 10 થી 15 ધડાકાનો અવાજ સંભળાયો.

તેઓ કહે છે, "અમને લોકોની ચીસો સંભળાઈ" જોકે, આ ઘટનાની પૂરી વિગતો સાંપડી શકી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ