પવનચક્કીથી ચાલતું વૉશિંગ મશીન શોધનાર માણસ

બર્નાર્ડ કિવિઆ
ફોટો લાઈન ટાન્ઝાનિયાના ઇનૉવેટર બર્નાર્ડ કિવિયા

બર્નાર્ડ કિવિયા સાઇકલમાંથી કંઈ પણ બનાવી શકવા માટે સક્ષમ છે. સાઇકલથી ચાલતું મોબાઇલ ચાર્જરની શોધ કર્યા બાદ તેઓ પ્રખ્યાત બન્યા હતા.

બર્નાર્ડ સાઇકલના મિકૅનિક હતા, પછી તેમને ખ્યાલ આવ્યો કે તેઓ સાઇકલના પાર્ટમાંથી અન્ય વસ્તુઓ બનાવી શકવા સક્ષમ છે. પછી તેમણે નવી શોધ કરવાનું શરૂ કર્યું અને તે ક્યારેય ન અટક્યું.

બર્નાર્ડ કહે છે, "હું નવી ટેકનૉલૉજી બનાવવા મથું છું કારણકે તેનો લાભ મારા પરિવાર અને સમાજને મળશે."

બર્નાર્ડ હવે ઘરમાં ગાર્ડનમાં અને આખા સમાજને ઉપયોગી થાય એવી ચીજોની શોધ કરી રહ્યા છે.

800 જેટલા ઇનૉવેટર્સ બર્નાર્ડે બનાવેલા ઇનૉવોટર્સ વર્કશોપ 'ટ્વેન્ડ'ની મુલાકાત લઈ ચૂક્યા છે.

ટાન્ઝાનિયામાં બર્નાર્ડ 'ઇનોવેશનના પિતા' તરીકે ઓળખાય છે.

બર્નાર્ડ કહે છે, "લોકોમાં જાતે ટેકનૉલૉજી બનાવવાનું, રિપેર કરવાનું કૌશલ્ય છે એ અમે લોકોને બતાવવા માંગીએ છીએ."

"દુકાનોમાં જે મશીન મળે છે એ ખર્ચાળ છે. અહીંના લોકોની આવક ઓછી છે એટલે એ મશીન્સ તેમની માટે છે જ નહીં. એટલે જ હું આ લોકો માટે નવી ચીજો શોધું છું."


ફળદ્રુપ ખેતી માટે સંશોધનો

ફોટો લાઈન ફ્રેન્ક મૉલેલે ખેતરમાં ખાતર નાંખવા માટે શોધેલી 'ખાતર-ગાડી'

સ્થાનિક ઇનૉવેટર્સમાંથી એક ફ્રેન્ક મૉલેલ છે, જેમને 'ખાતર-ગાડી' શોધી છે.

ખેતરમાં ખાતર નાખવાની કામગીરીમાં સામાન્ય રીતે જેટલો સમય લાગતો હોય છે તેના કરતાં ખૂબ ઓછા સમયમાં 'ખાતર-ગાડી'ની મદદથી ખાતર નાખી શકાય છે.

જે ખેડૂતો પાસે પોતાની પૂરતી જમીન નથી અને ઓછો નફો કરે છે એવા ખેડૂતો માટે આ પ્રકારના સાધનો ખરીદવું શક્ય બનતું નથી.

જેથી ખેડૂતોને આ 'ખાતર-ગાડી' ભાડે આપવાની યોજના એ ફ્રેન્કના બિઝનસે મૉડલનો ભાગ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'ટ્વેન્ડ' વર્કશોપમાં એવો પ્રયાસ કરાય છે કે તેમને ત્યાં આવતા લોકો સારી રીતે બિઝનેસ કરતા શીખે અને પોતાનું બિઝનેસ મૉડલ પણ વિકસાવે.

ફ્રેન્કના એક ગ્રાહક કહે છે કે ફ્રેન્કનું મશીનનો ઉપયોગ કરવાથી હવે પૈસાની બચત થાય છે અને એટલે હવે તે પોતાના બાળકની શાળાની ફી ભરી શકવા સક્ષમ છે.

ફ્રેન્ક કહે છે, "'ખાતર-ગાડી'ના કારણે ખેતીના કામોમાં વેડફાઈ જતા અનેક કલાકો બચી જાય છે."

"આફ્રિકામાં અને વિશેષ કરીને ટાન્ઝાનિયામાં નવીન ટેકનૉલૉજીની જરૂર છે. જે ખેડૂતોને ઉત્પાદનની સાથે આવક વધારવામાં પણ મદદરૂપ થઈ શકે."


ગ્રીન ગોલ્ડ

ફોટો લાઈન 'અવૉકોડો' લઈને ઊભેલા જેસ્સી ઓલજેન્ગ

એ માત્ર સાઇકલ સાથે જોડાયેલી ચીજો શોધે છે એવું નથી. બર્નાર્ડે પવનચક્કીથી ચાલતું વૉશિંગ મશીન શોધ્યું હતું.

જેના કારણે તેવા પરિવારનો સમય બચી જાય છે. રાત્રે પવનચક્કી જ્યારે ઝડપથી ફરવા લાગે છે, ત્યારે કપડાં ધોવાઈ જાય છે.

જેસ્સી ઓલજેન્ગનું 'અવૉકોડો ઑઇલ પ્રેસ' સ્થાનિક લોકોની જિંદગી બદલી રહ્યું છે.

જેસ્સી કહે છે, "ટ્વેન્ડ ઇનૉવેશન છે. એક જ ઓરડામાં વિભિન્ન પ્રોજેક્ટ કરતા લોકો હોય છે.

તમને કોઈ સમસ્યા હોય તો તરત તમે કોઈની પણ મદદ લઈ શકો છો.'

ઑઇલ પ્રેસ પહેલાં અવૉકોડો સડી જતા હતા કારણકે ખેડૂતોને બજારમાં તેની પૂરતી કિંમત મળતી ન હતી.

હવે સ્થાનિક મહિલાઓ ઑઇલ પ્રેસની મદદથી અવૉકોડોનું તેલ કાઢીને બજારમાં વેચે છે.

જેસ્સી કહે છે કે ટ્વેન્ડ સાથે જોડાવવાના કારણે હવે તેમને વર્કશોપની મદદથી ફંડિગ માટે અરજી કરવામાં પણ સરળતા રહે છે.

મૂડી મેળવવી અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ જેસ્સી જેવા સ્થાનિક ઇનૉવેટર્સ માટે પડકારરૂપ હોય છે.

બર્નાર્ડ જેવા માર્ગદર્શક હોવાથી ઇનવેટર્સને ફાયદો થાય છે.

જેસ્સી કહે છે, "તમને કોઈ સમસ્યા હોય તો તમારે ડાફોળિયા મારવાની જરૂર નથી."

"તમે બર્નાર્ડને કહો એ બે મિનિટ વિચારશે અને તરત તમને કહેશે. અમને ઘણું બધું માર્ગદર્શન મળે છે."


સાબુનો બિઝનેસ શરૂ કર્યો

ફોટો લાઈન મેગરેથ ઑમરીની શોધે અન્ય મહિલાઓનું જીવન પણ બદલી નાખ્યું

ટ્વેન્ડ વર્કશોપમાં સાબુ કાપવાનું મશીન બનાવ્યા બાદ મેગરેથ ઑમરીનું જીવન જાણે કે બદલાઈ જ ગયું છે.

હવે તેમણે સાબુના બિઝનેસ શરૂ કર્યો છે અને હવે તેઓ આ મશીન ગામની વિધવા મહિલાઓને આ મશીન આપ પણ છે, જેનાથી તેમને હવે આવક થઈ રહી છે.

તેઓ કહે છે, "હું આભારી છું કારણકે હવે બાકી ફીના કારણે મારા બાળકોને શાળામાંથી કાઢી નહીં મુકાય."

એક સંશોધનથી અનેક જિંદગીઓ કેવી રીતે બદલાઈ જાય છે એનું જ આ ઉદાહરણ છે.


લોકો સુધી જ્ઞાન પહોંચાવાનું અભિયાન

ફોટો લાઈન શાળાના બાળકો સાથે બર્નાર્ડ કિવિઆ

બર્નાર્ડ કહે છે, "મારું સ્વપ્ન છે કે ટાન્ઝાનિયામાં અમે જાતે ઉત્પાદન કરેલી ચીજવસ્તુઓ અને સાધનો હોય. જે લોકોને રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદરૂપ થાય છે."

આ સ્વપ્ન પૂરું થાય એ માટે તેઓ સ્કૂલનાં બાળકોને ટ્વેન્ડમાં બોલાવે છે.

આ વર્કશોપમાં એક ગાડી છે જેની મદદથી તેઓ અંતરિયાળ ગામોમાં પોતાનાં સાધનો અને પ્રવૃત્તિઓને લઈ જાય છે.

વિદ્યાર્થી સાયમન કિનિસા કહે છે, "ટ્વેન્ડમાં અમે જે કલાત્મક પ્રવૃત્તિ કરીએ છીએ."

"સમાજને કઈ તકલીફો પડે છે એ અમે જાણીએ છીએ અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ."

ટ્વેન્ડમાં વેલ્ડિંગ જેવી પ્રૅક્ટિકલ સ્કિલ સાથે નાન બિઝનેસ કેવી રીતે ચલાવી શકાય એ માટે પણ તાલીમ આપવામાં આવે છે.

ટાન્ઝાનિયન ઇન્વેન્ટર્સ ઍન્ડ ટેક્નૉ થિંકર કન્સૉર્ટિયમના ઇસા કાન્ગુની કહે છે,"બર્નાર્ડ કિવિયા અમારા માટે ખાસ વ્યક્તિ છે."

"અહીં ટાન્ઝાનિયામાં કે આફ્રિકામાં ઇનૉવેટર્સ બનવું મુશ્કેલ છે કારણકે લોકો પાસે વિચારો અને તરકીબ હોય છે પણ સાધનોનો અભાવ હોય છે."

બર્નાર્ડ વિચારે છે કે ટ્વેન્ડ થકી લોકોને સાધનો પૂરા પાડીને સ્થાનિક લોકોને પ્રેરણા મળે છે.

જેનાથી તેઓ સતત નવા સંશોધન કરવા પ્રેરાય છે અને તેના દ્વારા પોતાની જ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય એવી અનોખી શોધ કરે છે.

તેઓ કહે છે, "ક્યારેક તમે નિષ્ફળ થાવ એવું બને પણ એ ફરીથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ."

"આ રીતે કામ કરવાથી છેવટે તમે કંઈક સારી શોધ કરી શકો છો."

એડિશનલ રિસર્ચ : શીલા કિમાની

બીબીસીના આ સ્ટોરી બિલ એન્ડ મૅલિન્ડાગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આ મહિલા સ્મશાનમાં મૃતદેહોના અંતિમસંસ્કારનું કામ કરે છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ