લાઓસમાં ડૅમ તૂટ્યો: પૂરને કારણે 20નાં મોત, સેંકડો ગુમ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
અસરગ્રસ્ત ગામોમાં બોટ્સ મોકલીને રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું છે તસવીર: Attapeu Today

લાઓસના દક્ષિણ પૂર્વમાં બાંધવામાં આવેલો ડૅમ તૂટતાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયાં છે.

ડેમ તૂટવાને કારણે અનેક ગામડાંમાં ભયાનક પૂર આવ્યું હતું.

100 વધારે લોકો હજી ગુમ છે અને હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે.

સોમવારે સાંજે અટ્ટાપીયુ પ્રાંતમાં આવેલો હાઇડ્રૉઇલેક્ટ્રિક ડૅમ તૂટી પડવાને કારણેગામડાંમાં અચાનક આવેલા પૂરનાં પાણી ફરી વળ્યાં હોવાનું લાઓસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.

હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પૂરજોશમાં બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સત્તાવાળાઓ લોકોને બચાવવા માટે હેલિકૉપ્ટર અને બોટનો ઉપયોગ કરી રહ્યા છે.

સ્થાનિક તંત્ર અને અનેક સંગઠનો હાલ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડી રહ્યાં છે.

હાલમાં ઉપલબ્ધ તસવીરોમાં જોવા મળે છે કે પૂરથી બચવા માટે લોકોએ ઘરના છાપરાં પર શરણ લીધું છે અને તેમને બોટ્સ મારફતે બચાવવામાં આવી રહ્યા છે.

લાઓસમાં ડૅમ તૂટતા આવેલા પૂરના અસરગ્રસ્તો Image copyright EPA
ફોટો લાઈન પાણીનું સ્તર વધતા ઘર ડૂબી ગયાં હતાં અને લોકોએ છાપરા પર શરણ લેવાની ફરજ પડી હતી

એજન્સીના અહેવાલ પ્રમાણે, "આ દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો લોકો ગુમ થયા છે."

આ ડૅમનું નામ ઝેપિઅન-ઝે નામ નોય છે અને તેના તૂટી પડવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

તેનું બાંધકામ 2013માં શરૂ થયું હતું અને આ વર્ષે તેમાંથી વીજ ઉત્પાદનની શરૂઆત થવાની હતી.

લાઓસમાં ડૅમ તૂટતા આવેલા પૂરના અસરગ્રસ્ત ગામો Image copyright AFP

સમગ્ર દક્ષિણ લાઓસમાં આ ઘટના બાદ ભારે વરસાદ અને પૂર પણ આવ્યા છે.

દક્ષિણ કોરિયાની કંપની એસકે એન્જિનિયરિંગ એન્ડ કંસ્ટ્રક્શન આ પ્રોજેક્ટમાં ભાગીદારી ધરાવે છે.

આ કંપનીએ સમાચાર સંસ્થા રોયટર્સને જણાવ્યું કે તે "ડૅમ નજીક રહેલા ગામડાંના લોકોને બચાવવા માટેના કાર્યમાં મદદરૂપ બનવાનું આયોજન કરી રહી છે."

વડા પ્રધાન થોંગલૌન સિસોયુલિથે તેમની સરકારી બેઠકો રદ કરીને સાનામક્શે જિલ્લામાં તેમના અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે.

જ્યાં તે રાહત કામગીરીનું નિરિક્ષણ કરશે તેમ સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું છે.

લાઓસમાં ડૅમ તૂટતા આવેલા પૂરના અસરગ્રસ્તો Image copyright EPA

સ્થાનિક સત્તામંડળોએ સરકારી અને અન્ય સામુદાયિક સંસ્થાઓને અસરગ્રસ્તો માટે કપડાં, ભોજન, પીવાનું પાણી, અને દવાઓ તાત્કાલિક ધોરણે આપવા માટે વિનંતી કરી છે.

લાઓસમાં ડૅમ તૂટતા આવેલા પૂરના અસરગ્રસ્તો Image copyright EPA

લાઓસની હાઇડ્રૉઇલેક્ટ્રિક મહત્ત્વાકાંક્ષા

લાઓસમાં ડૅમ Image copyright XE-PIAN XE-NAMNOY POWER CO. LTD.
  • લાઓસની સરકારે 'એશિયાની બૅટરી' બનવા માટે એક મહત્ત્વાકાંક્ષી ડૅમ-બિલ્ડિંગ યોજના શરૂ કરી છે.
  • લાઓસમાં મેકોંગ નદી અને તેની વિવિધ પેટાનદીઓ હોવાને કારણે જળવિદ્યુતના ઉત્પાદન માટે તે એક આદર્શ સ્રોત ધરાવે છે.
  • આ દેશમાં 39 હાઇડ્રૉઇલેક્ટ્રિક વીજ ઉત્પાદન પ્લાન્ટ્સ છે અને હજી 53 પ્લાન્ટ્સ બનાવવાનું આયોજન થયું છે અથવા હાલમાં બાંધકામ હેઠળ છે.
  • વર્ષ 2020 સુધીમાં લાઓસ વીજળીના વહન માટેની વધુ 54 ટ્રાન્સમિશન લાઇન્સ અને 16 સબસ્ટેશન્સ બનાવવાનું આયોજન ધરાવે છે.
  • લાઓસમાં બનતી કુલ હાઇડ્રૉઇલેક્ટ્રિક વીજળીનો હિસ્સો બે તૃતીયાંશ જેટલી વીજળીની નિકાસ કરે છે. જે લાઓસની કુલ નિકાસમાં 30 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

સ્રોત: Hydropower.org અને Laotian Times

લાઓસમાં ડૅમ તૂટતા આવેલા પૂરના અસરગ્રસ્તો Image copyright Reuters
લાઓસમાં ડૅમ તૂટતા આવેલા પૂરના અસરગ્રસ્તો Image copyright Reuters

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા