સીરિયા યુદ્ધ : આત્મઘાતી વિસ્ફોટમાં 215 લોકોનાં મોત

રોયટર્સ Image copyright Reuters

અહેવાલો અનુસાર દક્ષિણ સીરિયામાં આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 215 લોકોનાં મોત થયાં છે.

સીરિયાના મીડિયા અને અન્ય સમાચાર સંસ્થાઓ અનુસાર સરકારના નિયંત્રણ હેઠળના સ્વેઇદા શહેરમાં આ હુમલો થયો છે.

સ્વાસ્થ્ય અધિકારીઓનાં કહેવા પ્રમાણે સ્વેઇદામાં 50થી વધારે લોકોનાં મોત થયાં છે. અન્ય માહિતી પ્રમાણે આ આંકડો 200થી વધારે કહેવામાં આવી રહ્યો છે.

બુધવારે સીરિયાના સ્વેઇદા શહેરમાં એક પછી એક થયેલા અનેક આત્મઘાતી હુમલાઓમાં આટલી મોટી જાનહાની થઈ હતી.

તાજેતરના મહિનાઓમાં જ સીરિયાની સરકારે દક્ષિણના પ્રદેશોમાં નિયંત્રણ મેળવ્યું હતું.

ઑબ્ઝર્વેટરી સંસ્થાએ રાજધાની દમાસ્કસ સહિતના દક્ષિણના પ્રદેશોમાં હુમલા થયા હોવાના અહેવાલ આપ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright AFP
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

એક નિવેદનમાં જણાવાયું હતું કે ત્રણ આત્મઘાતી બૉમ્બરે સ્વેઇદા શહેરના જુદા જુદા વિસ્તારને નિશાન બનાવ્યા હતા જ્યારે અન્ય હુમલા ઉત્તર-પશ્ચિમમાં થયા હતા.

દરમિયાન સીરિયાની સમાચાર સંસ્થા 'સના' અનુસાર સ્વેઇદામાં એક આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટ કર્યો હતો.

પરંતુ અન્ય બે બોંબર આત્મઘાતી વિસ્ફોટ કરે તે પૂર્વે તેમને ઠાર મારવામાં સુરક્ષા દળોને સફળતા મળી હતી.

તેમના અહેવાલ અનુસાર કેટલાં મોત થયાં તેની પુષ્ટિ નથી થઈ પરંતુ કેટલાંક લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું.

'સના' અનુસાર સરકાર સ્વેઇદામાં આઈએસના ઠેકાણાંને નિશાન બનાવી રહ્યા છે.

તાજેતરમાં સીરિયાના દળોએ રશિયાના દળ સાથે મળીને બળવાખોરોને દક્ષિણ પ્રદેશમાંથી દૂર કરવા વિશેષ અભિયાન શરૂ કર્યું હતું.

યુએનના અનુસાર આ પ્રદેશમાં લડાઈ શરૂ ત્યારથી 2.7 લાખ લોકોનું પલાયન થઈ ચૂક્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો