ઇઝરાયલના સૈનિકને થપ્પડ મારનાર યુવતી જેલમાંથી છૂટી

અહદ તમીમી Image copyright REUTERS

એ પેલેસ્ટાઇનની યુવતી જેણે ઇઝરાયલના સૈનિકને વેસ્ટ બૅન્ક સ્થિત થપ્પડ મારી હતી તેને આજે આઠ મહિના બાદ જેલથી છોડી મૂકવામાં આવી છે.

અહદ તમીમીએ ઇઝરાયલના સૈનિકને થપ્પડ મારી હતી તેનો વીડિયો પણ ખૂબ જ વાઇરલ હતો.

જેમાં અહદે નબી સાલેબ સ્થિત પોતાના ઘરની બહાર સૈનિકને થપ્પડ અને લાતો મારી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

અહદ પેલેસ્ટાઇનના લોકો માટે પ્રતિરોધનું પ્રતીક બની ચૂકી છે, તો બીજી તરફ અમૂક લોકોનું માનવું છે કે તેણે પબ્લિસિટી માટે કર્યું હતું.

અહદ જ્યારે તેમના ઘરે પહોંચી તો તેમના શુભચિંતકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા.

લોકોને સંબોધન કરતાં અહદે કહ્યું, "જ્યાં સુધી અહીંથી કબ્જો હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી પ્રતિરોધ ચાલુ રહેશે."

ઉલ્લેખનીય છે કે વેસ્ટ બૅન્ક પર ઇઝરાયલનો કબ્જો છે.

Image copyright AFP

અહદની ડિસેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ 16 વર્ષનાં હતાં.

તેમના પર એક સૈનિક પર હુમલો કરવો, પથ્થર ફેંકવા અને હિંસા ભડકાવવા જેવા 12 આરોપ લાગ્યા હતા.

માર્ચમાં તેમણે ચાર આરોપનો સ્વીકાર કર્યો જેમાં હિંસા ભડકાવવા અને હુમલો કરવાના આરોપો સામેલ હતા.

અહદ તમીમીનો આ વીડિયો 15 ડિસેમ્બર 2017માં તેમના માતા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

જ્યારે બે સૈનિકો તેમના ઘર બહાર બૂમો પાડી રહ્યા હતા અને ધક્કા મારી રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ઘટનાનો વીડિયો નરમન તમીમીએ પોતાના ફેસબુક પર અપલોડ કર્યો હતો જેને ઘણા લોકોએ જોયો હતો.

વીડિયોમાં તે એક સૈનિકના ચહેરા પર થપ્પડ મારતી દેખાઈ છે અને બીજા સૈનિકને પણ મારવાની ધમકી આપે છે.

અહદ તમીમીએ પ્રિ-ટ્રાયલ સુનાવણીમાં જણાવ્યું હતું કે તેમણે સૈનિક પર એટલા માટે હુમલો કર્યો હતો કે તે દિવસે રબર બૂલેટથી તેના 15 વર્ષના પિતરાઈ મોહમ્મદની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

જોકે, સૈનાએ જણાવ્યું હતું કે મોહમ્મદને બાઇક પર પડવાથી ઇજા થઈ હતી.


રાષ્ટ્રિય પ્રતીક

Image copyright AFP
ફોટો લાઈન અહદ તમીમી અને તેમનાં માતા

અહદ તમીમીના બનાવે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિરોધના વિરોધને વધુ ભડકાવી દીધો છે.

આ ઘટના બાદ ઇઝરાયલના શિક્ષણ મંત્રી નફ્તાલી બેનેટે કહ્યું કે તેમનું 'જીવન જેલમાં જ ખતમ થાય' તે એને જ લાયક છે.

સોશિયલ મીડિયા પર અહદની માતા ઉપર પણ હિંસા ભડકાવવાના આરોપ લાગ્યા હતા.

જોકે, પેલેસ્ટાઇનના લોકો માટે અહદ એક રાષ્ટ્રિય પ્રતીક બની ચૂક્યાં છે.

અહદ તમીમીનો ચહેરો દેશની ગલીઓ અને ચોકો પર પૉસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અહદના પિતાએ તેમની મુક્તિ માટે ઑનલાઇને એક અરજી અપલોડ કરી હતી જેમાં 17 લાખ લોકોએ સમર્થન આપી સહી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો