અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા ફેસબુકનો ઉપયોગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/FACEBOOK
અમેરિકામાં નવેમ્બરમાં થનારી મધ્યસત્રની ચૂંટણીઓને પ્રભાવિત કરવાના સંભવિત ઇરાદા સાથે બનાવવામાં આવેલા 32 શંકાસ્પદ પેજને ફેસબુકે હટાવી લીધા છે.
ફેસબુકનું કહેવું છે કે, આ મામલાની તપાસના પ્રાથમિક તબક્કામાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે, આ પેજ બનાવવા કોણે બનાવ્યા છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં રશિયાના હસ્તક્ષેપની સરખામણીએ આ એકાઉન્ટના યૂઝર્સે તેમની ઓળખ છુપાવવા માટે કેટલાક એકાઉન્ટ બનાવ્યા છે.
ફેસબુકની તપાસમાં શું મળી આવ્યું?
ઇમેજ સ્રોત, FACEBOOK
ફેસબુકે આ એકાઉન્ટ્સની પોસ્ટ પણ શેર કરી છે
સોશિયલ નેટવર્કિંગ સાઇટે તેના બ્લોગમાં લખ્યું કે તેમના ફેસબુક પેજ પર 17 અને ઇન્સ્ટાગ્રામ પર શંકાસ્પદ એકાઉન્ટ નોંધાયા છે.
તેમણે જણાવ્યું કે આ એકાઉન્ટ્સે 9,500થી વધુ ફેસબુક પોસ્ટ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર એક જેવી જ સામગ્રી હતી.
તેમાં એવું પણ જણાવાયું છે કે તેમાંથી એક પેજને 2 લાખ 90 હજારથી વધુ એકાઉન્ટ ફોલો કરી રહ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
ફેસબુકે જણાવ્યું કે સંદિગ્ધ એકાઉન્ટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 150 ઍડ્વર્ટાઇઝમૅન્ટ ચાલી રહી હતી અને તેની કિંમત 11 હજાર ડૉલર્સ છે.
આ બનાવટી એકાઉન્ટ્સમાં જેટલા પ્રસિદ્ધ છે, તેમાં અસ્ટલાન વોરિયર્સ, બ્લૅક એલિવેશન, માઇન્ડફુલ બિઇંગ અને રેસિસ્ટર્સ પેજ સામેલ છે.
કેવી રીતે ખબર પડી કે કોણ જવાબદાર છે?
ઇમેજ સ્રોત, facebook
ફેસબુકે કહ્યું કે રશિયા સ્થિત ઇન્ટરનેટ રિસર્ચ એજન્સી (આઈઆરએ) કરતા આ પેજ બનાવનાર યૂઝર્સે અલગ રીત અપનાવી અને ઓળખ છુપાવવા માટે વિવિધ પ્રકારે કોશિશ કરી.
સ્થળની માહિતી છુપાવવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સની મદદ લીધી. તેમણે ખુદની ઍડ્વર્ટાઇઝમૅન્ટ ચલાવવા માટે થર્ડ પાર્ટીની મદદ લીધી.
સાથે સાથે સોશિયલ નેટવર્કિંગ કંપનીએ કહ્યું કે આ સમગ્ર તપાસમાં રશિયાનું આઈપી એડ્રેસ નથી મળ્યું. જોકે, તેમાં આઈઆરએ અને એક નવા એકાઉન્ટની લિંક મળી છે.
તેમાંથી એક બંધ પડેલા આઈઆરએ એકાઉન્ટે રેસિસ્ટર્સ પેજ દ્વારા નક્કી કરેલી ફેસબુક ઇવેન્ટને શેર કરી હતી.
કંપનીનું કહેવું છે કે તે બનાવટી એકાઉન્ટ બનાવનારા યૂઝર્સની કદાચ જ ઓળખ કરી શકશે.
ફેસબુકના સુરક્ષા અધિકારી એલેક્સ સ્ટામોસે કહ્યું કે, "અમે જે એકાઉન્ટનું હાલ મૉનિટરીંગ કરી રહ્યાં છીએ, તેના યૂઝર્સ એ આઈઆરએ પણ હોઈ શકે છે અથવા આ કોઈ બીજો સમૂહ પણ હોઈ શકે છે."
"આક્રમક સંગઠનની ઓળખ એક વાર છતી થઈ જતાં તે તેની તકનિકમાં સુધારો કરી લે છે."
"અમને એક વિશ્વાસ છે કે અમે હંમેશાં આવા લોકોની ઓળખ કરવામાં કુશળ છીએ."
શું તમે પણ આ વીડિયો જોઈને ફેસબુકમાં કામ કરવા ઇચ્છશો?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો