આર્જેન્ટિના : ગર્ભપાતના કાયદાને મંજૂરી નહીં, સંસદની બાજુમાં પ્રદર્શન

આર્જેન્ટિનામાં લોકો Image copyright AFP

આર્જેન્ટિનાની સંસદમાં પ્રૅગનન્સીનાં પ્રથમ 14 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપતું બિલ પાસ થઈ શક્યું નથી.

ખૂબ લાંબી ચર્ચા બાદ 38 સાંસદોએ બિલની વિરુદ્ધમાં અને 31 સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.

આ બિલ રજૂ ના થઈ શકવાનો મતલબ એવો છે કે એક વર્ષ સુધી તેને ફરીથી સંસદમાં લાવી શકાશે નહીં.

હાલમાં આર્જેન્ટિનામાં બળાત્કાર અને માતાનો જીવ જોખમમાં હોય તેવા કિસ્સામાં જ ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે છે.

મતદાન શરૂ થતાની સાથે જ બંને તરફના પ્રદર્શનકારીઓએ સંસદની બાજુમાં રેલીઓ કાઢી હતી

બિલને સંસદે નકારી દેતાં ગર્ભપાતના કાયદામાં છૂટ આપવાનો વિરોધ કરનારા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

રૉઇટર્સ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એક વ્યક્તિએ કહ્યું, "આ મતદાન એ સૂચવે છે કે આર્જેન્ટિના આજે પણ એ દેશ છે જેણે પોતાનાં પારિવારિક મૂલ્યો જાળવી રાખ્યાં છે."

જોકે, ગર્ભપાતના કાયદામાં ઢીલ મૂકવા માટે પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ બિલ સંસદમાં પાસ ન થતાં નારાજ થઈ ગયાં હતાં.

અનેક કાર્યકર્તાઓ એકબીજાને ગળે મળતા અને રડતા જોવા મળ્યા હતા.

તો ગુસ્સે ભરાયેલા ઘણા કાર્યકર્તાઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને અમૂક સ્થળોએ આગની ઘટનાઓ પણ બની હતી.

મતદાન બાદ નારાજ થયેલા કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કર્યો હોવાના પણ અહેવાલ છે.


કઈ રીતે બિલ સંસદમાં સુધી પહોંચી શક્યું?

Image copyright AFP

ગર્ભપાતના કાયદા હળવા કરવાનું સર્મથન કરનારા લોકો છેલ્લાં ચાર વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારબાદ બિલ સંસદમાં રજૂ થઈ શક્યું હતું.

આર્જેન્ટિનામાં મોટાભાગના લોકો રૉમન કૅથલિક છે.

તેમના આ કાર્યને ત્યારે વધારે ગતિ મળી જ્યારે આર્જેન્ટિનાના વડા પ્રધાન મોરિશિયો મેક્રીએ કોંગ્રેસને તેના પર મતદાન કરવા કહ્યું હતું.

આ પહેલાં મેક્રી ગર્ભપાતનો વિરોધ કરી ચૂક્યા છે. સંસદના નીચલા ગૃહમાં પણ આ બિલ ખૂબ ઓછા તફાવતથી પાસ થયું હતું.

ગર્ભપાતની હિમાયત કરનારાઓનું કહેવું છે કે ગર્ભપાતને કાયદેસરની માન્યતા આપવી એ જાહેર સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે.

Image copyright Getty Images

તેમનો દાવો છે કે ગયા વર્ષે ગેરકાયદે ગર્ભપાતના કારણે 43 મહિલાઓનાં મોત થયાં હતાં.

સંસદમાં બિલ પર લગભગ 16 કલાક સુધી ચર્ચા ચાલી હતી.

આર્જેન્ટિનાના હાલના સંસદના સેનેટ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે જેમણે તેમના શાસનકાળમાં આ કાયદામાં ફેરફાર કરવાનો ઇન્કાર કર્યો હતો.

આજે તેમણે બિલને સમર્થન આપતાં કહ્યું હતું કે હજારો લોકોને વિરોધ કરતાં જોઈને તેમના વિચારો બદલાઈ ગયા છે.

લેટિન અમેરિકામાં માત્ર ઉરુગ્વે અને ક્યુબા જ એવા દેશો છે, જેમાં ગર્ભપાતને કાયદેસરની માન્યતા મળેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ