યુવતીને ગુફામાં કેદ રાખી 15 વર્ષ સુધી રેપ કર્યો

ગુફાની તસવીર Image copyright POLICE HANDOUT

ઇન્ડોનેશિયામાં એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા 15 વર્ષ સુધી એક યુવતીને ગુફામાં રાખીને યૌન શોષણ કરવાનો બનાવ બહાર આવ્યો છે.

પોલીસે આ ઘટનામાં જે આરોપીની ઘરપકડ કરી છે તેની ઉંમર 83 વર્ષ છે. એવી માહિતી બહાર આવી છે કે જ્યારે તેમણે યુવતીનું અપહરણ કર્યું, ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી.

આ વૃદ્ધે પોતાની અંદર એક યુવકની આત્મા પ્રવેશી ગઈ છે તેવો દાવો કરીને 15 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું હતું

પોલીસના કહેવા, મુજબ યુવતીને રવિવારે મધ્ય સુલાવેસી પ્રાંતના ગાલુમ્પાંગ વિસ્તારમાં એક ગુફામાંથી બચાવી લેવાઈ છે.

પોલીસે ગુફાની તસવીરો બતાવી છે, જેમાં અંદરનું ફર્નિચર જોઈ શકાય છે. આ ગુફા આરોપીના ઘરની પાસે જ આવેલી છે.


જીનની બીક બતાવી ડરાવતા હતા

Image copyright POLICE HANDOUT

તોલીતોલી પોલીસના પ્રમુખ ઇકબાલ અલકુદુસીએ કહ્યું કે યુવતી 13 વર્ષની હતી, ત્યારથી આરોપી તેમના પર બળાત્કાર કરી રહ્યા હતા.

રાતના સમયે તે મહિલાને પોતાના ઘરે લઈ આવતા હતા અને દિવસે ગુફામાં કેદ રાખતા હતા.

પોલીસના કહેવા મુજબ, આરોપીએ 15 વર્ષ પહેલા યુવતીને તેના બૉયફ્રેન્ડની તસવીર બતાવી લાલચ આપી હતી કે તેના શરીરમાં એ યુવકની આત્મા પ્રવેશી ગઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જકાર્તા પોસ્ટએ એક સ્થાનિક યુવકના માધ્યમથી લખ્યું છે, "પીડિતાનું બ્રેઇનવૉશ કરાયું હોય તેમ જણાય છે."

"પીડિતા ત્યાંથી ભાગવાનો પ્રયાસ ન કરે અને કોઈને મળે નહીં તેના માટે સતત તેનું બ્રેઇનવૉશ કરાયું હતું કે તેના પર એક જીન નજર રાખે છે."

પોલીસ પ્રમુખએ સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવ્યા મુજબ, પીડિતાએ કહ્યું કે વર્ષ 2003થી વૃદ્ધ 'જીન અમરીન'એ તેમની સાથે યૌન સંબંધ બાંધ્યો હતો.

પોલીસનું કહેવું છે કે અપહરણ કરાયેલી યુવતી વિશે તેમને માહિતી ત્યારે મળી જ્યારે પીડિતાની બહેનએ પાડોસીઓને જાણકારી આપી કે તે ક્યાંક આજુબાજુમાં જ છે.

પીડિતાની બહેનના લગ્ન આરોપીના દિકરા સાથે થયા હતા અને આરોપીએ પીડિતાના પરિવારજનોને ખોટી માહિતી આપી હતી કે પીડિતા કામ કરવા માટે જકાર્તા જતી રહી છે.

આરોપી વિરુદ્ધ બાળ સુરક્ષા કાયદા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ સાબિત થશે તો આરોપીને 15 વર્ષની સજા થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ