વિશ્વના સૌથી વધુ અબજપતિ ધરાવતો દેશ

કાર અને વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

તમે ક્યારે અબજપતિઓની યાદીમાં સામેલ થશો? આ સવાલનો જવાબ એક રિપોર્ટ પરથી મળી શકે છે.

રિપોર્ટ અનુસાર તમારી પાસે 50 કરોડ ડૉલર્સથી વધુ પૈસા હોય ત્યારે તમે તેમાં સામેલ થઈ શકો છો.

વળી તમારી પાસે આટલા બધા પૈસા હોય તો તમે ક્યાં રહેવાનું પસંદ કરશો?

નાઇટ ફ્રેંક એલએલપી એજન્સી વર્ષ 2009થી આ બાબત જાણવાની કોશિશ કરી રહી છે.

આ એજન્સી એક રિયલ એસ્ટેટ એજન્સી અને કન્સલ્ટન્સી છે, જેની સ્થાપના 1896માં લંડનમાં થઈ હતી.

એજન્સીના તાજેતરના રિપોર્ટ અનુસાર 50 કરોડ ડૉલર્સથી વધુની સંપત્તિ ધરાવતા મોટાભાગના લોકો ઉત્તર અમેરિકા મહાદ્વીપમાં રહે છે અને તેમાં પણ સૌથી વધુ પ્રમાણ અમેરિકા અને કેનેડામાં (31.8%) છે.

ત્યાર બાદ એશિયા (28.1%) અને યુરોપ(25.4%)નો ક્રમ આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

બાકી બચેલા 15% અબજપતિઓ મધ્યએશિયા, ઑસ્ટ્રેલિયા, રશિયા, રાષ્ટ્રમંડળના સ્વતંત્ર દેશ(સીઆઈએસ), લૅટિન અમેરિકા અને આફ્રિકામાં રહે છે.

આ રિપોર્ટ તૈયાર કરવા માટે નાઇટ ફ્રેંક એજન્સીએ આંતરરાષ્ટ્રીય ડેટા કંપની પાસેથી માહિતીઓ લીધી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

આ કંપની ઘણી લક્ઝરી બ્રાન્ડ, એનજીઓ અને શિક્ષણ કંપનીઓ સાથે કામ કરે છે.

વળી વિશ્વની મોટી 50 બૅન્કો પર કરવામાં આવેલા સર્વેમાં મળેલી વિગતોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ 500 બૅન્કો વિશ્વના 50 હજાર લોકો સાથે કામ કરે છે જેમની સંપત્તિ 3 અબજ ડૉલર્સ છે.

ટોચના દસ અબજપતિઓનો દેશ

ઇમેજ સ્રોત, Getty Images

આ રિપોર્ટ અનુસાર ટોચના 10 દેશોમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, હૉંગકૉંગ, કૅનેડા, સ્વિત્ઝર્લૅન્ડ, ફ્રાન્સ, સીઆઈએસ દેશ અને બ્રિટનનો સમાવેશ થાય છે.

જોકે, અમેરિકા અને ચીનમાં અબજપતિઓની સંખ્યામાં મોટું અંતર છે.

અમેરિકામાં ચીનની સરખામણીએ 1340 અબજપતિઓ વધારે છે. અમેરિકામાં 1830 અબજપતિ છે.

આ યાદીમાં ભારત 200 અબજપતિ સાથે 11મા ક્રમે છે.

વર્ષ 2016 અને 2017 વચ્ચે અબજપતિઓની સંખ્યામાં સૌથી વધુ વધારો હૉંગકૉંગમાં (23 ટકા)થયો હતો. બીજી તરફ બ્રિટનમાં તેમની સંખ્યામાં 4 ટકાનો ઘટાડો થયો હતો.

બીજી તરફ ભારતમાં વર્ષ 2016 અને 2017 દરમિયાન અબજપતિઓની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો હતો.

એકથી વધુ ઘર

ઇમેજ સ્રોત, Getty Images

અબજપતિઓ પાસે મોટાભાગે એકથી વધુ મકાન- પ્રૉપર્ટી હોય છે. આથી તેઓ વિશ્વમાં ઘણી જગ્યાએ રહેતા હોય છે.

આ રિપોર્ટ માટે 500 બૅન્કર્સના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યાં હતાં.

તેમાં 50 કરોડ ડૉલર્સથી વધુ સંપત્તિ ધરાવતા ગ્રાહકો પાસે ઓછામાં ઓછા ત્રણ ઘર હતાં.

તેમાં મુખ્ય નિવાસસ્થાન અને રહેવા માટેનાં વધારાનાં ઘર પણ સામેલ હતાં.

વળી એકથી વધુ મુખ્ય ઘર ધરાવતા અબજપતિઓમાં સૌથી વધુ મધ્ય એશિયામાં હતા. આ અબજપતિઓ પાસે સરેરાશ ચાર ઘર હતા.

આફ્રિકાના અબજપતિઓ પાસે સરેરાશ સૌથી ઓછા મુખ્ય ઘર હતાં. તેમની પાસે સરેરાશ બે ઘર હતાં.

વળી અબજપતિઓ પાસે બે પાસપોર્ટ એટલે કે બે દેશોની નાગરિકતા હોવાની બાબત પણ સામાન્ય જોવા મળી.

આ રિપોર્ટ અનુસાર રશિયાના તમામ બૅન્ક ગ્રાહકોમાંથી 58 ટકા પાસે બે પાસપોર્ટ હતા.

જ્યારે 41 ટકા લૅટિન અમેરિકા તથા 39 ટકા મધ્ય એશિયાના લોકો પાસે બે દેશોની નાગરિકતા હતી.

યાદીમાં કોણ કોણ સામેલ છે?

નાઇટ ફ્રેંક એલએલપીની યાદી ઘણી વિશિષ્ટ છે. આ યાદીમાં 2208 લોકો એવા છે જેમની સંપત્તિ 100 કરોડ ડૉલર્સ છે અને ફોર્બ્સ 2018 યાદીમાં પણ તેમને જગ્યા મળી છે.

ઉદાહરણ તરીકે જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને વૉરેન બફેટ આ વર્ષે ફોર્બ્સ યાદીમાં ટોચ પર છે.

વીડિયો કૅપ્શન,

બ્રાઝિલ : આફ્રિકન શરણાર્થીઓના બાળકોની દરિયામાં મસ્તી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો