નોબેલ પુરસ્કાર વિજેતા લેખક વી. એસ. નાયપોલનું અવસાન

વિદિયાધર સૂરજપ્રસાદ નાયપોલ

ઇમેજ સ્રોત, COLIN MCPHERSON

ઇમેજ કૅપ્શન,

લેખક તરીકે વિખ્યાત થયા એ પહેલાં વિદિયાધર સૂરજપ્રસાદ નાયપોલે બીબીસી માટે પણ કામ કર્યું હતું.

સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અને વિખ્યાત લેખક વી. એસ. નાયપોલનું અવસાન થયું છે.

તેમના પરિવાર પાસેથી મળેલા સમાચાર અનુસાર, 85 વર્ષના નાયપોલે તેમના લંડનસ્થિત ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ભારતીય મૂળના લેખક વિદિયાધર સૂરજપ્રસાદ નાયપોલનો જન્મ 1932માં ત્રિનિદાદમાં થયો હતો.

ત્રિનિદાદમાં જ ઉછરેલા નાયપોલે ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

લેખક તરીકે વિખ્યાત થયા પહેલાં નાયપોલે બીબીસી માટે પણ કામ કર્યું હતું.

તેમની ચર્ચિત કૃતિઓમાં 'અ બેન્ડ ઈન ધ રિવર' અને 'અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ'નો સમાવેશ થાય છે.

તેમને 1971માં બૂકર પ્રાઈઝ અને 2001માં સાહિત્યના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આપઘાતનો પ્રયાસ

ઇમેજ સ્રોત, NICK HARVEY

ઇમેજ કૅપ્શન,

નાયપોલ તેમનાં બીજાં પત્ની નાદિરા સાથે.

નાયપોલના મૃત્યુ બાદ તેમનાં પત્નીએ કહ્યું હતું, "તેઓ સર્જનાત્મકતા અને ઉદ્યમભર્યું જીવન જીવ્યા હતા. નાયપોલ જેમને ચાહતા હતા એ તમામ લોકો અંતિમ ક્ષણોમાં તેમની સાથે હતા."

1950માં તેમને એક સરકારી સ્કૉલરશિપ પણ મળી હતી.

શું તમે આ વાંચ્યું?

એ સ્કૉલરશિપને લીધે તેમને મનગમતી કોમનવેલ્થ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શક્યો હતો અને ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.

નાયપોલ સ્ટુડન્ટ હતા ત્યારે ડિપ્રેશનમાં સપડાયા હતા અને તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેમનું પહેલું પુસ્તક 'ધ મિસ્ટિક મેસર' 1951માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

તેમને તેમની સૌથી વધુ ચર્ચિત નવલકથા 'અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ' લખવામાં ત્રણથી વધુ વર્ષનો સમય થયો હતો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો