ઓગળે નહીં એવો આઇસક્રીમ તમે ક્યારેય ખાધો છે

  • ગિઝેમ બેઇક્સેલ
  • બીબીસી ટ્રાવેલ
મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

યુરોપ અને એશિયાની સરહદે આવેલું તુર્કી આજકાલ ચર્ચામાં છે. અહીંયાનું ચલણ આજકાલ પછડાટ ખાઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનની સરમુખત્યારશાહીનો ગાળીયો આખા દેશ પર કસાતો જઈ રહ્યો છે.

જોકે, આજે તુર્કીના રાજકીય માહોલની નહીં પરંતુ આઇસક્રીમની વાત કરવી છે. એવો આઇસક્રીમ જે ફકત તુર્કીમાં જ મળે છે.

આ આઇસક્રીમ ખાતાં પહેલાં તમારે સંતાકૂકડી પણ રમવી પડશે.

તુર્કીનો આ આઇસક્રીમ ખૂબ જ ખાસ છે કારણ કે તે અન્ય આઇસક્રીમની જેમ જલદી ઓગળી જતો નથી.

આ આઇસક્રીમની વિશેષતા એ છે કે તે ચોંટેલો રહે છે.

ઓર્કિડને આઇસક્રીમમાં મિક્સ કરવામાં આવે છે, જેથી તે ઓગળતો નથી.

તેના સ્વાદ અને તેમાં રહેલી મીઠાશનું રહસ્ય છે બકરીનું દૂધ.

આ આઇસક્રીમની શરૂઆત તુર્કીના શહેર કહરમાનમરાસથી થઈ હતી પરંતુ હવે તે ઇસ્તંબુલમાં પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે.

સ્વાદની સાથે મજાક

સ્થાનિકોની સાથે સાથે તુર્કીમાં આવતા પ્રવાસીઓ પણ આ આઇસક્રીમને પસંદ કરી રહ્યા છે.

પ્રવાસીઓની પસંદગીનું કારણ એ છે કે આ આઇસક્રીમ સાથે સ્વાદ અને મજાક મસ્તી બન્નેની મજા માણવા મળે છે.

આઇસક્રીમ વેચવાવાળા પ્રવાસીઓને વારંવાર લલચાવવા માટે આઇસક્રીમ તેમના તરફ લઈ જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ક્યારેક ફક્ત ખાલી કપ, તો ક્યારેક ખાલી કોન પકડાવી દેવામાં આવે છે.

આવી રીતે આઇસક્રીમ વેચનારા પ્રવાસીઓ સાથે મજાક-મસ્તી કરતા રહે છે.

દૂરદૂરથી આવેલા પ્રવાસીઓ આ મજાકની સાથે સાથે આઇસક્રીમ ખાવાની મજા પણ માણે છે.

પ્રવાસીઓને લલચાવવાની આ કળા તાત્કાલીક આવડી જાય તેવી નથી.

આ કળા શીખવા માટે વેચનારાઓએ અનેક વર્ષો સુધી પ્રૅક્ટિસ કરવી પડે છે.

32 પ્રકારના આઇસક્રીમ

ઇમેજ સ્રોત, Getty Images

આ કળા શીખવા માટે લગભગ ચાર વર્ષ જેટલી તાલીમ આપવામાં આવે છે.

ચાર વર્ષના પ્રયાસો બાદ પાંચમાં વર્ષે આઇસક્રીમ વેચનાર આ કળાને શીખી શકે છે.

આઇસક્રીમની ચીકાશ તેને વારંવાર ફેરવવાથી આવે છે.

જોકે, આઇસક્રીમ વેચનારાઓએ ખૂબ જ મહેનત કરવી પડે છે. આવું કરવા માટે તેમણે ખૂબ જ તાકાત લગાવવી પડે છે.

આ કળા અજમાવનારા આઇસક્રીમ વિક્રેતાઓના હાથમાં ઘણી વખત સોળ પડી જાય છે અને હાથની ચામડી કઠણ થઈ જાય છે.

ઇસ્તંબૂલમાં આવા 32 પ્રકારના આઇસક્રીમ વેચાય છે.

હવે, તુર્કીના આ ચોંટેલા આઇસક્રીમની માંગ એટલી વધી છે કે તેની નિકાસ વિશ્વના અનેક દેશોમાં કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો