આર્જેન્ટીના : સરકારે પોતાની ભૂલો માની, આર્થિક સ્થિતિ સુધારવા મંત્રીઓનાં રાજીનામાં લેવાશે

આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મારીસિયા મેક્રી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મારીસિયા મેક્રી

ભારતમાં હાલ રૂપિયો ડૉલર સામે સતત નબળો પડી રહ્યો છે અને પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યાછે.

આવી જ રીતે આર્જેન્ટીનામાં પણ તેનું ચલણ પીસો સતત ગગડી રહ્યું છે.

આર્જેન્ટીના હાલ ગંભીર આર્થિક સંકટ સામે લડી રહ્યું છે અને દેશમાં કટોકટી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

જોકે, સતત નબળા પડી રહેલા પીસો અને આર્થિક સંકટને જોતાં આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મારીસિયા મેક્રીને કડક પગલાં ઉઠાવવાનાં શરૂ કર્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મેક્રીને ટીવી પર રાષ્ટ્રને નામે કરેલા સંબોધનમાં કહ્યું કે આર્જેન્ટીના આવકથી વધારે ખર્ચ કરવાની આદતને ચાલુ નહીં રાખી શકે.

અહેવાલો અનુસાર સરકાર લગભગ અડધી કેબિનેટનું રાજીનામું લેવાનું વિચારી રહી છે.

જોકે, સરકારે હજી એ જાણકારી આપી નથી કે કયા કયા વિભાગોને બંધ કરવામાં આવશે અથવા કયા કયા વિભાગોને એકબીજા સાથે જોડી દેવામાં આવશે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

કેટલાંક અનાજો અને ઉત્પાદનોની નિકાર પર ટેક્સ વધારવામાં આવશે

કેટલાંક અનાજો અને ઉત્પાદનોની નિકાસ પર પણ કર વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે.

આર્જેન્ટીના વિશ્વમાં સોયાબીનમાંથી બનનારા ખાદ્ય પદાર્થો અને સોયા તેલની સૌથી વધારે નિકાસ કરતો દેશ છે.

એ ઉપરાંત તે મકાઈ, ઘઉં અને કાચા સોયાબીનનું ઉત્પાદન કરતો મોટો ઉત્પાદક દેશ છે.

આવનારા વર્ષે 1 જાન્યુઆરીથી આ ઉત્પાદનોનાં મૂલ્ય પર દરેક ડૉલરના હિસાબે ચાર પીસો ટેક્સ લગાવવામાં આવશે.

એ સાથે જ પ્રોસેસ્ડ ઉત્પાદનો પર દરેક ડૉલર પર ત્રણ પીસોનો ટેક્સ લગાવવામાં આવશે.

કડક પગલાંઓથી સુધરશે સ્થિતિ?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

કડક પગલાંની બજાર પર સકારાત્મક અસર પડવાની સંભાવના છે

બીબીસીના દક્ષિણ અમેરિકાના બિઝનેસ સંવાદદાતા ડેનિયલ ગૈલાસ કહે છે કે મારીસિયા મેક્રી આર્જેન્ટીનાની અર્થવ્યવસ્થાને સુધારવાના પોતાના વાયદાનું પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવી રહ્યા છે.

ટીવી પર દેશના નામે કરેલા સંબોધનમાં તેમણે ના માત્ર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની વાત કરી પરંતુ સરકારની ભૂલોનો પણ સ્વીકાર કર્યો.

તેમણે કહ્યું કે મોંઘવારીને કાબુમાં લાવવાની ધીમી કોશિશો સફળ ના થઈ અને પરિણામોથી જાણવા મળ્યું કે તેમણે પોતાના પ્રયત્નો વધારે ઝડપી બનાવવાની જરૂર છે.

હવે આર્જેન્ટીનાની સરકારની કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે.

જેમાં લગભગ અડધા મંત્રીઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે.

બની શકે કે રાષ્ટ્રપતિની કેટલીક જાહેરાતોની બજાર પર સકારાત્મક અસર પડે. જોકે, આનાથી રાજકીય તણાવ પેદા થવાની પણ આશંકા છે.

એનું કારણ એ છે કે પદ પરથી હટાવવામાં આવનારા મંત્રીઓમાં એ લોકો પણ હશે કે જેમણે આર્થિક સુધારાને મંજૂરી અપાવવામાં મદદ કરી હતી.

મારીસિયાના નિર્ણયની પરીક્ષા આવનારા દિવસોમાં થશે. બજાર, દેશની જનતા અને આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ(આઇએમએફ) તેમની અસરો વિશે જણાવશે.

આર્જેન્ટીનાની અર્થવ્યવસ્થા છેલ્લાં ઘણાં વર્ષોથી સુસ્ત પડી ગઈ છે.

ત્રણ વર્ષ પહેલાં સત્તામાં આવેલા મારીસિયાએ પરિસ્થિતિને બદલવાનો વાયદો કર્યો હતો.

ગંભીર આર્થિક સંકટ અને મોંઘવારી છતાં આઇએમએફે ગયા મહિને કહ્યું હતું કે વર્ષ 2019ની શરૂઆત સુધી આર્જેન્ટીનાની અર્થવ્યવસ્થા સ્થિર થઈ જવાનું અનુમાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો