પેરિસમાં ચપ્પુ વડે હુમલોમાં સાત લોકો ઘાયલ, ચારની હાલત ગંભીર

પેરિસમાંના ઘટનાસ્થળની તસ્વીર

ઇમેજ સ્રોત, Reuters

ફ્રાન્સની રાજધાની પેરિસમાં છરી તથા લોખંડના સળિયાધારી એક પુરુષે કરેલા હુમલામાં સાત લોકો ઘવાયા હતા અને એ પૈકીના ચારની હાલત ગંભીર છે, એવું પોલીસે જણાવ્યું હતું.

હુમલાખોર અફઘાનીસ્તાનનો નાગરિક હોવાનું માનવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ ઉગ્રવાદી હુમલો હોવાના કોઈ સંકેત મળ્યા નથી.

ઘાયલો પૈકીના બે બ્રિટિશ પ્રવાસી હોવાનું સંખ્યાબંધ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.

મોડી રાતે હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

પોલીસે ઘટનાસ્થળ નજીકના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

પેરિસના ઈશાન ભાગમાં 19મી સદીની એક વહીવટી કચેરી નજીકની કેનાલના કિનારે સ્થાનિક સમય અનુસાર, રાતે 11 વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો.

સુત્રોએ જણાવ્યું હતું કે હુમલાખોરે અજાણ્યા લોકોને નિશાન બનાવ્યા હતા.

કેનાલ પાસેના એમકેટુ સિનેમા નજીક હુમલાખોરે બે પુરુષો તથા એક મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો.

નજીકના વિસ્તારમાં રમી રહેલા અનેક લોકોએ હુમલાખોરને હુમલો કરતો અટકાવવા માટે તેના પર બોલ ફેંક્યા હતા. એ બોલ હુમલાખોરને વાગ્યા હતા અને તે નાસી છૂટ્યો હતો.

એ પછી હુમલાખોરે રુ હેનરી નોગ્રેસ વિસ્તારમાં બે બ્રિટિશ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો.

બ્રિટનના વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "અમે આ ઘટનાની તાકીદે તપાસ કરી રહ્યા છીએ અને ફ્રાન્સના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છીએ."

ફ્રેન્ચ પોલીસના એક સુત્રે કહ્યું હતું, "આ ઉગ્રવાદી હુમલો હતો કે કેમ એવો કોઈ સંકેત હાલના તબક્કે મળ્યો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો