અમેરિકા તરફ ધપી રહ્યું છે, આ સદીનું સૌથી ભયંકર વાવાઝોડું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમેરિકા તરફ ધપી રહ્યું છે, આ સદીનું સૌથી ભયંકર વાવાઝોડું

અમેરિકાના પૂર્વીય તટ પર વસતા લાખો લોકોને તટ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ છે અહીં સદીનું સૌથી ભયંકર તોફાન ત્રાટકી શકે છે.

હરિકેન ફ્લોરેન્સ કેટેગરી 4નું તોફાન છે – જે દક્ષિણ કેરોલિનાના દરિયા કિનારે પહોંચતાની સાથે જ વધારે તોફાની થઈ શકે છે.

અંદાજે એક મિલિયન લોકો સલામત સ્થળે સ્થાળાંતર કરી રહ્યા છે. એવી ખાતરી પણ નથી કે તેઓ પાછા આવશે ત્યારે તેમનાં ઘર બચ્યા હશે કે નહીં.

વહીવટીતંત્ર કોઈ કસર છોડવા નથી માંગતું. ત્રીસ વર્ષ પહેલા ઉત્તર કેરોલિનામાં ત્રાટકેલા હરિકેન હ્યુગો તોફાન બાદ આ પ્રકારનું ભયંકર તોફાન આવી રહ્યું છે.

હરિકેન હ્યુગો નામના આ વિનાશક તોફાને આ રાજ્યને ધ્વસ્ત કરી દીધું હતું અને અનેક લોકોના જીવ લીધા હતા.

હરિકેન ફ્લોરેન્સ સિવાય અન્ય બે તોફાનો આગામી દિવસોમાં ત્રાટકવાની શક્યતા છે. એટલાન્ટિક વાવાઝોડાની સીઝન અવિરતપણે આગળ વધી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો