આ સ્માર્ટ ડ્રગ ખરેખર યાદશક્તિ વધારે છે?

દવાની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ફ્રાંસના જાણીતા નવલકથાકાર હોનોરે ડી બાલ્ઝાકનું માનવું હતું કે કૉફી મગજને તેજ બનાવે છે.

બાલ્ઝાક દરરોજ સાંજે પેરિસની શેરીઓ ખૂંદતાં ખૂંદતાં એ કૉફી હાઉસ સુધી પહોંચતા હતા જે અડધી રાત્રે પણ ખુલ્લો રહેતું હતું.

કૉફી પીતાં-પીતાં તે સવાર સુધી લખતા રહેતા. કહેવામાં આવે છે કે બાલ્ઝાક એક દિવસમાં 50 કૉફી પીતા હતા.

ભૂખ લાગે ત્યારે તે એક ચમચી કૉફીના દાણાને મોંમાં મૂકી ચાવી લેતા.

એમને લાગતું કે આમ કરવાથી એમના મગજમાં વિચારોનો પ્રવાહ ધસમસતા પૂરની ઝડપે શરૂ થઈ જતો.

તમે આ વાંચ્યું કે નહીં?

બાલ્ઝાકે લગભગ 100 નવલકથા, લઘુ નવલકથા અને નાટક લખ્યાં હતાં. હૃદય રોગના હુમલાને કારણે તેમનું 51 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું.

સદીઓથી લોકો કૉફી પીવે છે પણ બાલ્ઝાક જે કારણે કૉફી પીતા હતા તેવું અત્યારે નથી.

નવી પેઢી નવા પ્રયોગો કરે છે. તેઓ નવી અને સ્માર્ટ દવાઓ લે છે.

તે માને છે કે આ દવાઓ એમની યાદશક્તિ વધારે છે અને એમને કામ કરવામાં મદદ મળે છે.

હાલમાં અમેરિકામાં થયેલા એક સર્વેક્ષણ મુજબ 30 ટકા લોકોએ માન્યું કે એમણે આવી દવાઓ લીધી છે.

શક્ય છે કે ભવિષ્યમાં બધા લોકો આવી દવાનું સેવન કરવા માંડે પરિણામ ભલે જે પણ હોય.

સવાલ એ ઊભો થાય કે નવી દવાઓનો ઉપયોગ કરવાથી શું મગજ તેજ બની જશે?

નવી શોધો થવા માંડશે કે પછી આર્થિક પ્રગતિ નવાં સોપાનો સર કરશે?


મગજને કસવું

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન હોનોરે ડિ બાલ્જાક

આ સવાલોના જવાબો શોધતા પહેલાં જોઈએ કે કઈ કઈ દવાઓ ઉપલબ્ધ છે.

પહેલું સ્માર્ટ ડ્રગ્સ છે પાઇરાસેટમ, જેને રોમાનિયાના વૈજ્ઞાનિક કૉર્નેલ્યુ ગ્યુર્જીએ સાઇઠના દાયકામાં શોધ્યું હતું.

ગ્યુર્જી એ દિવસોમાં એવા રસાયણોની શોધમાં હતા કે જેનાથી લોકોને ઊંઘવામાં મદદ મળે.

મહિનાઓના પ્રયોગો બાદ તેમણે 'કમ્પાઉન્ડ 6215' ની શોધ કરી.

ગ્યુર્જીની દલીલ હતી કે આ એકદમ સુરક્ષિત છે અને આની આડઅસરો ઘણી ઓછી છે.

એનો ખાસ લાભ થયો નહીં. કોઈને એમની દવાથી ઊંઘ તો ના આવી પણ એની આડ અસર થઈ.

પાઇરાસેટમની આડ અસર એ હતી કે જે દર્દીઓએ એક મહિના સુધી આ દવાઓ લીધી હતી તેમની યાદશક્તિ વધી ગઈ હતી.

ગ્યુર્જીને પોતાની શોધનું મહત્ત્વ સમજાયું અને એમને આ દવાને નવું નામ આપ્યું-નૂટ્રોપિક.

આ બે શબ્દોનો એક ગ્રીક શબ્દ છે. જેનો અર્થ થાય છે મગજને કસવું.


Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

પાઇરાસેટમ વિદ્યાર્થીઓ અને વ્યવસાયી યુવાનોમાં ઘણી લોકપ્રિય છે. તેઓ આની મદદ વડે પોતાની કામગીરી સુધારવા માંગે છે.

જોકે, ગ્યુર્જીની આ શોધને દાયકાઓ બાદ પણ એ વાતના પુરાવા સાંપડ્યા નથી કે તે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિની સ્મરણશક્તિ વધારી શકે છે.

બ્રિટનમાં ડૉક્ટરો પણ આ દવા લખી આપે છે પણ અમેરિકામાં આ દવા વેચવાની મંજૂરી પ્રાપ્ત નથી.

ટેક્સાસનાં ઉદ્યોગી અને પૉડકાસ્ટર મંસલ ડૉન્ટૉન ફેનાઇલ પાઇરાસેટમની આ ગોળી લે છે .

આ દવાને સોવિયત સંઘે પોતાના અંતરીક્ષ યાત્રીઓ માટે બનાવી હતી.

આ દવા અંતરીક્ષમાં આવતા તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

ડૉન્ટૉને કહ્યું હતું કે તેઓ જ્યારે આ ગોળી લે છે ત્યારે તેમને ઘણી વસ્તુઓ સ્પષ્ટપણે બોલવામાં સરળતા રહે છે .

તેઓ એ દિવસોમાં ખૂબ રેકૉર્ડિંગ કરી શકતા હતા.

સ્માર્ટ દવાનો ઉપયોગ કરનારા લોકો આ દવાઓ અંગે ખૂબ સંવેદનશીલ હોય છે.

મગજ પર આની અસર એકદમ ઓછી છે અથવા તો એને પ્રમાણિત કરી શકાઈ નથી.


કેટલી વધી સ્મરણશક્તિ

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ક્રિયેટીન મોનોહાઇડ્રેટ એક ડાયટ્રી સપ્લીમેન્ટ છે. આના સફેદ રંગના પાવડરને દૂધ અથવા શરબતમાં ભેળવી લેવામાં આવે છે.

કેટલાક લોકો આની ગોળી પણ લેતા હોય છે. આ રસાયણ કુદરતી રીતે આપણા મગજમાં હોય છે જ.

હાલમાં એવા પુરાવા મળ્યા છે કે ક્રિયેટીન મોનોહાઇડ્રેટ લેવાથી સ્મરણશક્તિ અને બુધ્ધિનો વિકાસ થાય છે.

ક્રિયેટીનને લેનારાઓમાં વ્યવસાયી યુવાનો તો ઓછા છે પણ કસરત દ્વારા શરીરને કસવા માગતા લોકોમાં આનું ચલણ વધારે છે.

તેઓ પોતાના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે આનો ઉપયોગ કરે છે.

અમેરિકામાં સ્પોર્ટ્સ સપ્લીમેન્ટનો અરબો ડૉલરનો વેપાર છે, જેમાં ક્રિયેટીનનું મહત્ત્વનું સ્થાન છે.

2017માં કરાવવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ 22 ટકા લોકોએ જણાવ્યું છે કે તેમને એક વર્ષની અંદર કોઈ સ્પોર્ટ્સ સપ્લીમેન્ટનું સેવન કર્યું છે.

જો ક્રિયેટીનની કોઈ મોટી અસર હોત તો અત્યાર સુધી એની અસર જોવા મળી ગઈ હોત.

સ્ટેંડફોર્ડ યૂનિવર્સિટીના ન્યૂરો સાઇન્ટિસ એન્ડ્ર્યૂ હ્યૂબરમેનનું કહેવું છે કે કેટલીક દવાઓ ખરેખર કામ કરે છે. જે ઉત્તેજક દવાઓ છે.

એફેન્ટામાઇન્સ અને મિથાઇલ ફેનિડેટ-આ બન્ને લોકપ્રિય દવાઓ છે. જે એડ્રેલ અને રિટાડીન બ્રાંડ નામથી મળે છે.

અમેરિકામાં આ બન્ને દવાઓને એડીએચડી (ADHD) ડિસ ઑર્ડરથી પીડિત લોકોને આપવામાં આવે છે.

આ દવાઓ એમને આળસુની જેમ બેસી રહેવા નથી દેતી. સાથે સાથે એમની એકાગ્રતા વધારે છે.

આ દવાઓને એ લોકો પણ લે છે જેઓ સ્પર્ધાત્મક વાતાવરણમાં જીવતા હોય છે.

આની મદદથી તેઓ કોઈ કામ પ્રત્યે એકાગ્રતા કેળવવામાં મદદ મેળવી શકે છે.

એન્ફેટામાઇન્સને પહેલેથી જ સ્માર્ટ ડ્રગ્સ ગણવામાં આવે છે.

સતત કામમાં રહેતા ગણિતજ્ઞ પૉલ એન્ડોર્સ એનું સેવન કરતા હતા.

લેક ગ્રાહમ ગ્રીને એક સાથે બે પુસ્તક લખવા માટે આનું સેવન કર્યું હતું.


Image copyright GETTY IMAGES
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

2015 માં જાણવા મળ્યું કે બુદ્ધિ પર થતી આની અસર ઓછી હોય છે. જોકે, લોકો આ દવાને માનસિક ક્ષમતા વધારવા માટે લેતા પણ નથી.

તેઓ આ દવાની ગંભીર આડઅસરો અંગે જાણતા હોવા છતાં પણ એનો ઉપયોગ માનસિક ઊર્જા અને પ્રેરણા વધારવા માટે કરતા હોય છે.

એડ્રેલ અને રિટાડીન લેવાની એક અસર તો એ છે કે વ્યક્તિ માત્ર મગજ સાથે સંકળાયેલું જ કામ કરી શકે છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ દવા લેવાથી ગણિતનું કામ રસપ્રદ લાગવા માંડે છે.


જો બધા જ લોકો આ દવાનું સેવન કરવા માંડ્યા તો શું થશે?

બે પરિણામો સ્પષ્ટ છે. પહેલું કે લોકો નાપસંદ કામ પણ કરવા માંડશે.

ઑફિસમાં નવરા બેસી રહેતા લોકો પણ વ્યસ્ત રહેવા માંડશે અને કંટાળાજનક બેઠકોમાં ઉત્સાહથી ભાગ લેવા માંડશે.

બીજી અસર એ થશે કે હરિફાઈનું પ્રમાણ વધી જશે.

ન્યૂટ્રિશન કંપની એચવીએમએન(HVMN)ના સીઈઓ અને સહ-સંસ્થાપક જ્યોફ્રી વૂનાં જણાવ્યા અનુસાર સિલિકૉન વેલી અને વૉલ સ્ટ્રીટમાં કામ કરનારા લોકોમાં નૂટ્રોપિક દવાઓ લેવાનું ચલણ વધ્યું છે.

ડેન્ટૉન એ વાત સાથે સંમતિ દર્શાવે છે. તેઓ જણાવે છે , ''મને લાગે છે કે નૂટ્રોપિક દવાઓને કારણે સ્પર્ધાઓ વધી રહી છે."

"અમેરિકામાં ચીન અને રશિયાથી આવેલા લોકોની સંખ્યા વધી રહી છે. તેઓ પણ આ દવાઓનો લાભ મેળવવા માંગે છે.''


જોખમ પણ ઘણાં છે

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

એન્ફેટામાઇન્સની સંરચના ક્રિસ્ટલ મેથ જેવી જ છે કે જે એક શક્તિશાળી માદક પદાર્થ છે.

આની લતને કારણે ઘણાં જીવન બરબાદ થઈ ગયાં છે અને આ જીવલેણ પણ છે.

એડ્રેલ અને રિટાડીનની પણ લત લાગે છે.

જે લોકો આનું સેવન કરે છે તેઓ આને સરળતાથી છોડી શકતા નથી.

ગભરામણ, બેચેની,ઊંઘ ના આવવી, પેટમાં દુખાવો, વાળ ખરી જવા વગેરે આની આડઅસરો છે.

બધું વિચારતા એમ કહી શકાય કે ઉત્તેજક દવાઓનો સહારો લેતા લોકો બીજા લોકો કરતા ઉમદા હોઈ ના શકે.

હ્યૂબરમેન જણાવે છે, ''બની શકે કે ચાર કે બાર કલાક માટે તમે સામાન્ય કરતા વધુ સક્રિય બની જાવ પણ આવનારા 24 કે 48 કલાકો તમારા માટે સામાન્ય કરતાં પણ ખરાબ હશે.''

આ બધી વાતોનું તારણ એ જ કાઢી શકાય કે ઉત્તેજક દવાઓથી નજીકના ભવિષ્યમાં દુનિયામાં કશું જ પરિવર્તન થવાનું નથી.

કેફીન અને નિકોટીન

આ દવાઓ કરતાં થોડીક હળવી પણ એક દવા છે જેને ડૉક્ટરની પરચી વગર પણ ખરીદી શકાય છે અને તે સુપર માર્કેટમાં પણ મળે છે. આ છે કેફીન.

અમેરિકામાં શા માટે લોકો કોઈ પણ સૉફ્ટ ડ્રિંક, ચા કે જ્યૂસ કરતાં કૉફી વધારે પીવે છે.?

કોઈએ અમેરિકાની આર્થિક પ્રગતિ પર આનીઅસર અંગે વિચાર્યું નહીં હોય પણ એના બીજા લાભો અંગે ઘણા રિસર્ચ ઉપલબ્ધ છે.

એ પુરવાર થયું છે કે કેફીન એમાંથી બનેલા સપ્લીમેન્ટ કરતાં ઉત્તમ છે.

બીજો એક ઉમદા વિકલ્પ છે નિકોટીન.

વૈજ્ઞાનિક માને છે કે તમાકુમાંથી મળતું નિકોટીન એક અસરકારક નૂટ્રોપિક છે જે સ્મરણશક્તિ વધારે છે અને કામમાં ધ્યાન પરોવવામાં મદદ કરે છે. જો કે આના જોખમ અને આડઅસરો પણ છે.

હ્યૂબરમેન જણાવે છે, '' કેટલાક જાણીતા ન્યૂરો સાયન્ટિસ પોતાના મગજને સક્રિય રાખવા માટે નિકોરેટ ચાવતા રહે છે. તેઓ ધ્રૂમપાન પણ કરે છે અને નિકોરેટનો ઉપયોગ એના વિકલ્પ તરીકે કરે છે. ''

સવાલ એ હતો કે જો આપણે બધા સ્માર્ટ ડ્રગ્સ લેવા માંડીશું તો શું થશે?

હકીકત એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો સવારની કૉફી સાથે જ સ્માર્ટ ડ્રગ્સ લઈ લેતા હોય છે. એટલે કે બાલ્ઝાકે સદીઓ પહેલાં જ જવાબ મેળવી લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ