એવું શું છે આ તસવીરમાં કે જેને 2018ની શ્રેષ્ઠ તસવીરનો ઍવૉર્ડ મળ્યો

જેક ઑલિવે લીધેલી તસવીર Image copyright JACK OLIVE
ફોટો લાઈન જેક ઑલિવે લીધેલી તસવીર

રૉયલ સોસાયટી ઑફ બાયૉલૉજી વર્ષ 2018ના 'ફોટોગ્રાફર ઑફ ધ યર'ની જાહેરાત કરી છે. આ વર્ષના વિજેતા 17 વર્ષીય જેક ઑલિવ છે.

ચિત્તા જેવી ત્વચા ધરાવતી ગરોડીની એવી તસવીર જે આંખોમાં ઊતરી જાય, શિયાળાની મોસમમાં ઝાડ પરથી નીચે પડેલાં પાંદડાઓએ સર્જેલી કુદરતી આકૃતિ અને ચકલીઓની એવી તસવીરો જે મનને પ્રફૂલ્લિત કરી દે.

આ તસવીરો રૉયલ સોસાયટી ઑફ બાયૉલૉજી 2018ની 'ફોટગ્રાફર ઑફ ધ યર' અને 'યંગ ફોટોગ્રાફર ઑફ ધ યર' સ્પર્ધા માટે મોકલવામાં આવી હતી.

આ વખતે સ્પર્ધાનો વિષય 'પેટર્ન ઇન નેચર' રાખવામાં આવ્યો હતો. પ્રકૃતિએ દરકને એક અલગ રૂપ, અલગ રંગ અને ડિઝાઇન આપી છે.

આ દરેક બાબતને કેન્દ્રમાં રાખી તસવીરો તપાસવામાં આવી હતી.

ત્યારબાદ ડેવૉનના રહેવાસી 17 વર્ષીય જેક ઑલિવ તેમની 'લેપર્ડ ગેકો' (ગરોડી)ની તસવીર માટે 'ફોટોગ્રાફર ઑફ ધ યર' તરીકે વિજેતા બન્યા.

આ સિવાય વિજેતા તસવીરોમાં રૉબર્ટ બ્યુનોની તસવીરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું.

Image copyright ROBERTO
ફોટો લાઈન રૉબર્ટ બ્યુનોએ લીધેલી તસવીર

કૅનેડા સ્થિત યુકોન વેલીમાં પાનખર ઋતુ દરમિયાન પાંદડાં પર જીવાતો દ્વારા કોતરાયેલી ડિઝાઇનની તસવીર પણ મનમોહક છે.

આ સ્પર્ધા માટે 12 તસવીરોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જુઓ શોર્ટલિસ્ટ થયેલી અન્ય તસવીરો

Image copyright MILO HYDE

ઓર્બી વૈરિગાટાના આ ફૂલની તસવીર બે વર્ષના મિલો હાઇદે દ્વારા ખેંચવામાં આવી છે.

Image copyright REBECCA KEEN
ફોટો લાઈન રેબેક્કા કીન દ્વારા લીધેલી તસવીર

રેબેક્કા કીને આ તસવીર વિંડરમર લેક પાસે લીધી હતી. આ તસવીરમાં એક દેડકો તેમનાં ઇંડાં પાસે તરી રહ્યો છે.

Image copyright IMOGEN SMITH
ફોટો લાઈન ઇમોગન સ્મિથે લીધેલી તસવીર

ઇમોગન સ્મિથે આ તસવીર કેન્યાના લેવા રિઝર્વ પાર્કમાં લીધી હતી. પાણી પીતા ઝિબ્રાનો પડછાયો આ તસવીરને નવો જ દૃષ્ટિકોણ આપે છે.

Image copyright GUILHEM DUVOT
ફોટો લાઈન ગુએલહેમ ડુવોટે લીધેલી તસવીર

ગુએલહેમ ડુવોટે આ તસવીર સ્લોવાકિયામાં લીધી હતી. તેમનું કહેવું છે કે ગ્રાસ હોપરને જોઈ શકવું મુશ્કેલ હતું પરંતુ જ્યારે તેણે કૂદકો માર્યો ત્યારે ખબર પડી હતી.

Image copyright HÅKAN KVARNSTRÖM
ફોટો લાઈન ગોલ્ડન શેવાળની તસવીર

ગોલ્ડન સેવાળનું આ રૂપ તમે ભાગ્યેજ જોયું હશે. આ સેવાળ તળાવો અને નદીના કિનારે જોવા મળે છે.

Image copyright SEAN CLAYTON
ફોટો લાઈન સિએન ક્લૈટને લીધેલી તસવીર

સિએન ક્લૈટને ડ્રેગન ફ્લાઈની એટલે કે માખીની આ તસવીર લીધી હતી. ક્લૈટનનું કહેવું છે કે આ માખીની પાંખ ખૂબ જ સખત હોય છે.

Image copyright VIRAJ GHAISAS
ફોટો લાઈન વિરાજે લીધેલી તસવીર

વિરાજે આ તસવીર મુંબઈમાં લીધી હતી. શિયાળામાં આ પક્ષીઓ ઘણી જગ્યાઓએ જમા થાય છે. સ્થાનિકો તેમણે કંઈક ખાવાનું નાખતા હોય છે.

Image copyright HENRI KOSKINEN
ફોટો લાઈન હેન્રી કોસકિનેને લીધેલી તસવીર

ક્રિસ્ટલાઇઝ્ડ સાઇટ્રિક ઍસિડ માઇક્રોસ્કૉપમાં આવું દેખાય છે. આ તસવીર હેન્રી કોસકીએ ખેંચી હતી.

Image copyright STEVE LOWRY/ROYAL SOCIETY OF BIOLOGY
ફોટો લાઈન સ્ટિવ લૉરીએ લીધેલી તસવીર

પરાગકણને ખેંચતા કીટની આ તસવીર સ્ટિવ લૉરીએ લીધે હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો