ખાશોગ્જી હત્યા કેસ : સાઉદી માટે તુર્કીનો શું પ્લાન છે?

તુર્કી અને સાઉદીના પ્રમુખોની તસવીર Image copyright REUTERS

જો તમે સર્ચ ઍન્જિન ગૂગલ પર "Erdogan slams…" ટાઇપ કરશો તો એક મોટી યાદી સામે આવશે.

જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યૂરોપિય સંઘ, ફ્રૅંચ બુદ્ધિજીવીઓથી લઈને નેધરલૅન્ડ અને જર્મનીનાં નામ આવશે.

એક વર્ષ પહેલાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન નેધરલૅન્ડ અને જર્મની માટે 'નાઝી' અને 'ફાંસી' જેવા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છે.

પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાની કબૂલાત કરી ચૂકેલા સાઉદી અરેબિયા માટે અર્દોઆનનું આ નિવેદન બહુ પીડાદાયક છે.

તેમણે કહ્યું,' મારી પાસે કિંગ સલમાનની ઈમાનદારી પર શક કરવાનું કોઈ કારણ નથી'

અર્દોઆનના પ્રવક્તા પણ સાઉદીને 'મિત્ર દેશ' ગણાવી ચૂક્યા છે.

આમ છતાં, સરકાર સમર્થક તુર્કી મીડિયા સતત અહેવાલો આપી રિયાધ પર સકંજો કસતું રહ્યું.

એ વાતે પણ શંકા વ્યક્ત થઈ રહી છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને આ હત્યાની જાણ હતી અથવા તેમના ઈશારે જ આ હત્યા થઈ હતી.


અર્દોઆનની નીતિ શું છે ?

Image copyright AFP

સૌથી અગત્યનો સવાલ એ છે કે સાઉદી અરેબિયાને લઈને આખરે અર્દોઆનની રમત શું છે?

અર્દોઆનની ભાષાશૈલી એ દર્શાવવા કોશિશ કરે છે કે આ તુર્કી સામે સાઉદીની લડાઈ નથી.

બંને દેશોના સંબંધો ઘણા મહત્ત્વના છે પણ ખાશોગ્જી મામલે તુર્કીના હસ્તક્ષેપથી બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સંજોગોમાં અર્દોઆન, કિંગ સલમાન પર સીધું નિશાન તાક્યા વિના તપાસની વાત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિના નજીકના સૂત્રનું માનવું છે કે જો 'અર્દોઆને પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પદ પરથી હટાવવાની વાત કરી હોત તો એ અઘરું હોત.

અર્દોઆને તેમના સંબોધનમાં એક પણ વાર પ્રિન્સ સલમાનનો ઉલ્લેખ ન કર્યો, જે એક વિચારપૂર્વકનું પગલું હતું.


સત્તાની રમતના મુખ્ય ખેલાડીઓ

Image copyright GETTY IMAGES

82 વર્ષના સાઉદી કિંગે હાલ તો તેમના દીકરા અને પ્રિન્સને હટાવવાના કોઈ સંકેત આપ્યા નથી.

થોડા દિવસો પહેલાં તેમણે ખાશોગ્જી હત્યા મામલે સાઉદીની ઇન્ટેલિજન્સ સર્વિસને પુન:ગઠીત કરવાનો આદેશ આપ્યો, જેની જવાબદારી પ્રિન્સ સલમાનને અપાઈ હતી.

અર્દોઆનની સરકાર સાઉદી અરેબિયાનું ઈસ્લામના સંરક્ષકરુપે સન્માન કરે છે. પણ અર્દોઆન દુનિયામાં પોતાને પ્રભાવશાળી મુસ્લિમ લીડર તરીકે રજૂ કરવા ઈચ્છે છે. તેમાં પ્રિન્સ સલમાન તેમના સૌથી મોટા પ્રતિસ્પર્ધી છે.

મધ્ય પૂર્વમાં તુર્કીના નિકટના દેશની ઘેરાબંધી કરવામાં પ્રિન્સ સલમાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સાથે જ અર્દોઆનની પાર્ટી સાથે જોડાયેલા મુસ્લિમ બ્રધરહૂડ વિચારધારાવાળા પર સકંજો કસવામાં પણ પ્રિન્સની ભૂમિકા રહી છે.

આ ઉપરાંત ઈઝરાયેલ સાથે પ્રિન્સ સલમાનની સારા સંબંધ બાંધવાની કોશિશ પણ અર્દોઆનને ખટકતી રહી છે.

કારણ કે તુર્કી ઈઝરાયેલને પસંદ કરતું નથી. તુર્કીની ઈરાન સાથે દોસ્તી અને પ્રિન્સ સલમાન સાથે અંતર- એ એવા ફૅક્ટર છે જે રિયાધ અને અંકારાને પ્રાદેશિક રાજનીતિમાં એકબીજાની સામસામે લાવીને મૂકે છે.


અર્દોઆનની નીતિ

Image copyright AFP

ખાશોગ્જી મામલે સાઉદી અરેબિયા બૅકફૂટ પર છે. આ સ્થિતિમાં તેઓ તે શખ્શને નીચાજોણું કરવાનો એક પણ મોકો ગુમાવવા માગતી નથી, જેને તુર્કી મીડિયા 'તુર્કીનો દુશ્મન' કહે છે.

હકીકત એ પણ છે કે અમીરાત અને ઇજિપ્ત બંને રિયાધની 'નિકટ' છે.

તુર્કી સરકાર 2016ના નિષ્ફળ તખ્તાપલટમાં આરબ અમિરાતની ભૂમિકા પર શંકા કરતી રહી છે.

તે ઉપરાંત મુસ્લિમ બ્રધરહૂડને હટાવવાના મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ અર્દોઆન મિસ્રના અબ્દુલ ફતેહ અલ-સિસીને કદી માફ નહીં કરે.

જોકે, અર્દોઆનની આ નીતિઓ જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે આગામી દિવસોમાં જો સાઉદીનું સુકાન પ્રિન્સ સલમાનના હાથમાં આવ્યું તો તે તુર્કી પ્રત્યે દ્વેષ ધરાવતા શાસક બની શકે એમ છે.


Image copyright GETTY IMAGES

હાલમાં વ્હાઈટ હાઉસ પ્રિન્સની નિકટ મનાય છે. એક અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે.

નૃશંસ હત્યા, સત્ય છુપાવવાની કોશિષ, પ્રાદેશિક સંબંધોમાં ચડાવ-ઉતાર, વૉશિંગ્ટન-મધ્ય પૂર્વના સંબંધો અને દુનિયાના મોટા તેલ નિકાસકાર દેશ પર મોતનો આ દાગ.

સાઉદીએ વિચારેલુ કે ઇસ્તંબૂલમાં કરાયેલા આ ઑપરેશન પર સાવ આસાનીથી ઢાંકપિછોડો થઈ શકશે પણ તેનું અનુમાન ખોટું ઠર્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ