યૂએસ- મેલ બૉમ્બિંગ પ્રકરણમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ

પૅકેટની તસવીર

ઇમેજ સ્રોત, CBS

ઇમેજ કૅપ્શન,

પૅકેટ પર જેમ્સ ક્લેપરનું ન્યૂયોર્કનું સરનામુ લખાયેલું હતું.

અમેરિકાના મેલ બૉમ્બિંગ પ્રકરણમાં એક વ્યક્તિની ધરપકડ થઈ હોવાનો અહેવાલ છે.

તાજેતરમાંજ અમેરિકામાં પ્રૅસિડેન્ટ ઓબામા, ઍક્ટર રોબર્ટ ડી' નીરો સહિત અન્ય લોકોના સરનામે 12 પૅકેટ્સ મોકલવામાં આવ્યાં હતાં.

જે પૈકી બે પૅકેટ શુક્રવારે ફ્લૉરિડા અને ન્યૂયૉર્ક શહેરમાંથી મળી આવ્યાં હતાં.

અમેરિકામાં વચગાળાની ચૂંટણીને બે સપ્તાહનો જ સમય બાકી રહી ગયો છે એવામાં આ ઘટનાના પગલે રાજકારણ ગરમાયું હતું.

અહેવાલો મુજબ એફબીઆઈ દ્વારા ફ્લૉરિડાની એક ટપાલ વ્યવસ્થાની તપાસ કરાઈ હતી. યૂએસના મીડિયા અહેવાલ અનુસાર આ ઘટનામાં થયેલી ધરપકડ પણ ફ્લૉરિડામાંથી જ થઈ છે.

ગૂંચ કેવી રીતે ઉકેલાઈ

ઇમેજ સ્રોત, CBS

ઇમેજ કૅપ્શન,

ન્યૂયોર્કમાં પૅકેટ મળતાની સાથે જ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો

ગત સોમવારે કરોડપતિ વેપારી જ્યૉર્જ સોરોસની ટપાલ પેટીમાંથી શંકાસ્પદ ડિવાઈસ મળ્યા બાદ બૉમ્બની ચેતવણીઓનો ઘટનાક્રમ શરૂ થયો હતો. તેઓ ડેમૉક્રેટિક પક્ષના મોટા દાતા પણ છે.

આ ઘટનામાં વધુ એક ધમકી શુક્રવારે મળી હતી. વરિષ્ઠ ડેમૉક્રેટિક સેનેટર કોરી બૂકરના નામે ફ્લૉરિડામાંથી એક પૅકેટ મળી આવ્યું હતું. અન્ય પૅકેટ પૂર્વ ઇન્ટેલિજન્સ ચિફ જેમ્સ ક્લિપરના નામે ન્યૂયૉર્ક શહેરમાંથી મળી આવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

એફબીઆઈના જણાવ્યા મુજબ અગાઉ નીચેની વ્યક્તિઓને 10 શંકાસ્પદ ડિવાઇસ મોકલવામાં આવ્યા હતા.

  • જ્યૉર્જ સોરોસ
  • હિલેરી ક્લિન્ટન
  • બરાક ઓબામા
  • પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જોઈ બિડેન (બે ડિવાઇસ)
  • સીઆઇએના પૂર્વ ડાયરેક્ટર જ્હોન બ્રેનન
  • પૂર્વ એટર્નિ જનરલ એરીક હોલ્ડર
  • કેલિફોર્નિયાના ડેમૉક્રેટીક કોગ્રેસવુમન મેક્સાઇન વોટર્સ (બે ડિવાઇસ)
  • અભિનેતા ડી' નીરો

આ પૈકીના એક પણ બૉમ્બમાં વિસ્ફોટ થયો નથી.

ઘટના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક દિવસ અગાઉ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘરે વિસ્ફોટક સામગ્રી પહોંચાડવાની ઘટના બની હતી.

બંને રાજનેતા ઉપરાંત અમેરિકાના જાણીતા રોકાણકાર જ્યૉર્જ સોરોસના ન્યૂ યોર્ક સ્થિત ઘરે બૉમ્બ મોકલાયો હતો.

તમામ લોકોના નામે મળેલી સામગ્રી વિસ્ફોટક હોવાની ખરાઈ થઈ હતી.

જોકે, એ સ્પષ્ટ થઈ શક્યું નોહતું કે આ સંદિગ્ધ પૅકેટ ક્યાંથી મળ્યાં.

અમેરિકાના ગુપ્તચર તંત્રના કહેવા પ્રમાણે 23 ઑક્ટોબરે પહેલું પૅકેટ હિલેરી ક્લિન્ટનના ઘરેથી મળી આવ્યું.

જ્યારે 23 ઑક્ટોબરે જ વહેલી સવારે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘરેથી બીજું પૅકેટ મળ્યું.

જોકે, આ અંગેની આગોતરી જાણ ગુપ્તચર સંસ્થાને થઈ ગઈ હતી.

ગુપ્તતરચર સંસ્થાઓના અહેવાલ બાદ અમેરિકામાં આ પ્રકરણમાં એક વ્યક્તિની ઘરપકડ કરાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો