અમેરિકા : પિટ્સબર્ગના સિનેગૉગમાં પ્રાર્થના સમયે જ ગોળીબાર, 11નાં મૃત્યુ

અમેરિકાના સિનેગૉગની ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં યહૂદીઓના સિનેગૉગમાં ગોળીબારમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. પોલીસનાં જણાવયા મુજબ, એક ગનમેન સિનેગૉગમાં ઘૂસી ગયો હતો અને તેણે ગોળીબાર કર્યો હતો.

અમેરિકાના પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં આવેલા ધ ટ્રી ઑફ લાઇફ કૉંગ્રિગ્રેશન સિનેગૉગમાં આ ઘટના બની હતી.

ટ્રી ઓફ લાઇફની અધિકારીક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે હુમલા સમયે ત્યાં પ્રાર્થના ચાલી રહી હતી.

રિપોર્ટ્સ મુજબ એક ગોરા શખ્સે રાયફલ તથા બે પિસ્તોલ સાથે પ્રવેશ કર્યો હતો. સ્થાનિક સમય મુજબ, સવારે દસ વાગ્યે ઇમર્જન્સી સેવાના કર્મચારીઓ ત્યાં પહોંચ્યાં હતાં.

ઇમેજ સ્રોત, GOOGLE

અમેરિકન મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ્સ મુજબ, ગોળીબાર કરતા પહેલાં હુમલાખોરે કહ્યું હતું, 'બધા યહૂદીઓએ મરી જવું જોઈએ'

પોલીસ રેડિયો મુજબ ગનમેન શરણે આવી ગયો હતો અને તે પોલીસ કસ્ટડીમાં છે.

જોકે તેની ઓળખ છતી કરવામાં નથી આવી. જોકે, સ્થાનિક મીડિયાએ સૂત્રોને ટાંકતા નોંધ્યું છે કે હુમલાખોર એ પિટ્સબર્ગનો રૉબર્ટ બૉવર્સ છે.

છેલ્લા કેટલાક સમય દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર યહૂદીઓ વિરુદ્ધ પોસ્ટ્સ મૂકી હતી. પરંતુ તે શા માટે યહૂદીઓને

પોલીસે સિનેગૉગના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપી હતી.

આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે.

અમેરિકામાં દર વર્ષે આ પ્રકારે ગોળીબારની ઘટનાઓ બને છે. કેલિફોર્નિયાની સ્કૂલમાં થયેલા ગોળીબાર બાદ અમેરિકામાં હજારો લોકો તેના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો