દુનિયામાં સૌથી વધુ સોનું કઈ કંપની કાઢે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેનેડાની બૈરિક ગોલ્ડ કૉર્પોરેશન દુનિયામાં સૌથી વધુ સોનું કાઢે છે. આ કંપનીની માર્કેટ વૅલ્યૂ 18 હજાર મિલિયન ડૉલર છે.
બૈરિકનું મુખ્યાલય કૅનેડાની રાજધાની ટોરન્ટોમાં છે. તેનું સૌથી મોટું માઇનિંગ કૉમ્પ્લેક્સ અમેરિકાના નેવાડા શહેરમાં છે.
આ કંપનીએ હાલમાં જ માલી સ્થિત સોનાનું ખનન કરતી રૈંડગોલ્ડ કંપનીને ખરીદી લીધી છે.
આ કંપની 10 દેશોમાં સોનાનું ખનન કરે છે. વર્ષ 2017માં તેમણે 10 ટન સોનું કાઢ્યું અને 1400 મિલિયન અમેરિકન ડૉલરની કમાણી કરી હતી.
બૈરિક ગોલ્ડ અને રૈંડગોલ્ડનો વિલય આગામી વર્ષે પૂર્ણ થશે. આ સાથે જ આ કંપનીએ વૈશ્વિક બજારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
વર્ષ 2012થી વૈશ્વિક સોનાની બજારમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાથે જ તેની 8 ટકા કિંમતો પણ ઘટી છે.
લેટિન અમેરિકામાં આ કંપનીનું નામ જાણીતું છે. આર્જેન્ટિના, ચિલી, પેરુ અને ડોમિનિકન રિપબ્લિકમાં આ કંપનીની પકડ મજબૂત છે. પરંતુ કંપની હવે દક્ષિણ અમેરિકામાં પોતાની વિશેષ છબી બનાવવા માગે છે.
રેંગગોલ્ડનના સંસ્થાપક માર્ક બ્રિસ્તોએ જણાવ્યું કે લેટિન અમેરિકામાં હજુ ઘણા વિસ્તારોની તપાસ કરવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે બ્રિસ્તો વર્ષ 2019માં બૈરિક ગોલ્ડના એક્સિક્યૂટિવ ડાયરેક્ટર હશે.
લેટિન અમેરિકાનો 'ગોલ્ડ બેલ્ટ'
ઇમેજ સ્રોત, Getty Images
લેટિન અમેરિકાના 'એલ ઇન્ડિયો ગોલ્ડ બેલ્ટ'માં ભરપૂર માત્રામાં સોનું પડેલું છે. આ વિસ્તાર આર્જેન્ટિના અને ચિલીની વચ્ચે આવે છે.
આ વિસ્તાર કંપનીઓ માટે પ્રાથમિકતા બની રહ્યો છે. પરંતુ આ સ્થળોએ ખનન કરવું સહેલું નથી.
હાલનાં વર્ષોમાં બૈરિક ગોલ્ડ પર પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો લાગ્યા છે.
આ કારણે આ કંપનીને અનેક કાયદાકીય તપાસ અને લોકોનાં પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો.
આવું જ એક ઉદાહરણ આર્જેન્ટિનાની વેલાડેરો ખાણનું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
અહીં સપ્ટેમ્બર 2015માં આર્જેન્ટિનાના ઇતિહાસની સૌથી મોટી ખનનની દુર્ઘટના બની હતી.
અહીં લાખો ટન ધાતુ પાણીમાં ભળી ગઈ હતી જેને કારણે પાણી પ્રદૂષિત થઈ ગયું હતું.
અહીં આર્જેન્ટિનાની લગભગ 50 ટકા ખાણો પર બૈરિક ગોલ્ડનો દબદબો છે. જ્યારે અન્ય 50 ટકા ખાણો પર શૌન્ડૉન્ગ ગોલ્ડ ગ્રૂપનો કબ્જો છે.
બન્ને કંપનીએ ગત જુલાઈ માસમાં ભાગીદારી કરવાની જાહેરાત કરી હતી અને હવે બંને કપંનીઓ મળીને દેશમાં નવા પ્રોજેક્ટ પર કામ કરશે.
આ સિવાય પર્યાવરણ સાથે જોડાયેલી ફરિયાદોના જવાબમાં કોર્ટે કંપનીની ચિલીની પાસકુઆ લામા ખાણ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ કારણે જ કંપની હવે આર્જેન્ટિના તરફથી કામ કરશે.
ખાણોનું મહત્ત્વ
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા સ્થિત બિઝનેસ ન્યૂઝનાં વરિષ્ઠ વિશ્લેષક લૌરા સુપ્રેનોએ બીબીસીને જણાવ્યું, "જ્યારે બ્રિસ્તો ખાણોને 'હાથી'નું વિશેષણ આપે છે તો તેમનો મતલબ અન્ય ખાણોની શોધ કરવી તેવો થાય છે. લેટિન અમેરિકાના ઘણા વિસ્તારોને હજુ સુધી બરાબર રીતે શોધી શકાયા નથી."
જોકે, પાસકુઆ લામા પ્રોજેક્ટમાં કંપનીને થયેલા નુકસાન બાદ આ વિસ્તારમાં ખનન શરૂ નથી કરાયું.
નિષ્ણાંતોનું માનવું છે કે બન્ને કંપનીઓ પોતાની ભાગીદારી થોડી-થોડી વધારી રહી છે.
વેલાડેરોની ખાણોમાં કરવામાં આવેલી ભાગીદારી પણ આ સ્થિતિનો જ એક ભાગ છે.
લગુનાસ નોર્ટે: ઉત્તર પેરુ એન્ડિઝમાં આવેલી લગુનાસ નોર્ટેના ખાણની ઊંચાઈ દરિયાઈ તટથી 3700 મીટરથી લઈને 4200 મીટર વચ્ચે છે.
વેલાડેરો: આર્જેન્ટિના સ્થિત સોના અને ચાંદીની ખાણોમાં બૈરિક ગોલ્ડની 50 ટકા ભાગીદારી છે.
આ સાન જુઆનથી લગભગ 370 કિમી દૂર અને એન્ડિઝની પર્વતમાળાઓમાં આવેલી છે.
જૈલડિવર: ચિલી સ્થિત આ તાંબાની ખાણમાં 50 ટકા સોનું અને 50 ટકા એન્ટોફગાસ્ટા મિનરલ રહેલું છે.
ભવિષ્યનો પ્રોજેક્ટ
ઇમેજ સ્રોત, Getty Images
ચિલી સ્થિત નોર્થ ઓપન પ્રોજેક્ટ એ સોના અને તાંબાની ખાણને લગતો છે.
આ કંપનીમાં ગોલ્ડક્રોપની ભાગીદારી છે. અહીં ખનન માટે પર્યાવરણ સંબંધી મંજૂરી લેવાની બાકી છે.
પાસુકા લામા, આર્જેન્ટિનાની આ ખાણને કંપની ફરીથી શરૂ કરવા માગે છે.
ચિલી સ્થિત આ ખાણણાં લાંબા સમયથી કોઈ પ્રગતિ થઈ નથી. જાણકારોનું કહેવું છે કે કંપનીનું વિલય ખતમ થવાની સાથે જ બૈરિક ગોલ્ડ પોતાનો વેપાર જલદીથી વધારશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો