સોનાના 'સિક્કાના સુલતાન'ને ફાંસી આપવાની તૈયારી

વહીદ મજલુમિન Image copyright TASNIM
ફોટો લાઈન વહીદ મજલુમિન

આ વર્ષેના જુલાઈ માસમાં તહેરાન પોલીસે બે ટન અશરફીઓ(સોનામહોરો) સાથે વહીદ મજલુમિન નામના શખ્સની ધરપકડ કરી હતી. તેને 'સિક્કાના સુલતાન' તરીકે ઓળખવામાં આવ્યા હતા.

તે સમયે તહેરાન પોલીસે જણાવ્યું હતું, "આ શખ્સે તેમના સાથીઓને કહ્યું હતું કે તહેરાનની બજારમાંથી તમામ સોનાના સિક્કા ખરીદી લો, જેથી કરીને આવનારા સમયમાં તે પોતે સોનાની કિંમત નક્કી કરી શકે."

બાદમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે મજલુમિનની બે ટન સોનાની અશરફીઓને જપ્ત નથી કરાઈ.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે અને તેમના દીકરાએ બે ટનથી વધારે સિક્કા ખરીદ્યા છે.

ત્યારથી લઈને અત્યાર સુધી મજલુમિનનું નામ ઈરાની મીડિયામાં વારંવાર લેવામાં આવે છે અને તેમના કેસની ફાઈલ ફાંસીની સજા તરફ આગળ ધરવામાં આવી છે.

આ ફાઇલમાં 'સિક્કાના સુલતાન' એકમાત્ર શખ્સ નહોતા જેમને આર્થિક આધારે મૃત્યુદંડ આપવામાં આવે.


કોણ છે વહીદ મજલુમીન?

Image copyright MIZAN

ગત વર્ષે જૂન મહિનાના અંતમાં નવા પ્રકારની સોનાની કુલ 12 લાખ તૂમાન કરતાં પણ વધુ અશરફીઓ બજારમાં હતી પરંતુ જેવી જ વિનિમય (આપ-લે) દરમાં તેજી આવી, મુદ્રાની કિંમત પણ વધી ગઈ.

ત્યારબાદ આ વર્ષ જુલાઈમાં વહીદ મજલુમિનની ધરપકડના સમાચાર આવ્યા તો સોનાના સિક્કાની કિંમત ત્રણ મિલિયન તૂમાનથી પણ ઉપર પહોંચી ગઈ.

ન્યાય વિભાગના અધિકારીઓનું માનવું છે કે મજલુમિન અને તેમના સહયોગીઓએ બજારના સિક્કાનું ભંડોળ એકઠું કરીને સિક્કાની ઘટ પેદા કરી તેમની કિંમત વધારી દીધી છે.

56 વર્ષના મજલુમિનના અંગત લોકોનું માનવું છે કે તેઓ 30 વર્ષથી પણ વધારે સમયથી તહેરાનની બજારમાં સોનું અને સિક્કાના લેણદેણનું કામ કરતા હતા.

સ્થાનિક મીડિયામાં મજલુમીનના પાડોશી દુકાનદારોના હવાલાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક મહેનતુ વ્યક્તિ હતી.

તેઓ પોતાની બુદ્ધિ અને હોશિયારીને લીધે આગળ વધ્યા હતા અને તેમના પર લાગેલા આરોપ ખોટા છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઈરાનની અર્થવ્યવસ્થા

Image copyright Getty Images

આ જ પ્રકારે તહેરાનની સબજા મેદાન બજારમાં અમુક લોકોનું કહેવું છે કે થોડાં વર્ષો પહેલાં મજલુમિનની ધરપકડ બાદ તેઓ છૂટ્યા પછી તેમણે આ ધંધો છોડી દીધો હતો. તેઓ ફક્ત સોનાનો ધંધો કરતા હતા.

ઈરાનની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને વિદેશી મુદ્રાના કારોબારમાં દખલ આપવાના ગુના હેઠળ ભૂતકાળમાં પણ મુજલિમની ધરપકડ થઈ હતી અને છ મહિના માટે જેલની સજા પણ થઈ હતી.

ઈરાનના ન્યાય વિભાગનું કહેવું છે કે વહીદ મજલુમિન અને તેમના દીકરા મોહમ્મદ રઝાની ધરપકડ કોર્ટના આદેશ અંતર્ગત કરવામાં આવી છે.

ઈરાનની કેન્દ્રીય બૅન્ક, ન્યાય વિભાગ સાથે સહમત નથી. તેમના મુજબ આ લોકોની ગતિવિધિઓ સદ્ભાવી છે.

ધરપકડ સમયે કેન્દ્રીય બૅન્કે એક નિવેદન મારફતે જણાવ્યું, "અમે ડૉલરને તે લોકોને સોંપી દીધા છે."

આખરે અદાલતે તે સમયે વહીદ અને તેમના દીકરાએ કોઈ પાપ નથી કર્યું એ આદેશ આપી મુક્ત કર્યા હતા.


ગત ધરપકડનો સમય

Image copyright AFP

તહેરાન પોલીસ તરફથી કેસની તપાસ કરી રહેલા સરકારી વકીલ મુરતઝા તૌરક અનુસાર વહીદ મજલુમિનને ઑક્ટોબર 2012માં ઈરાનના સૂચના મંત્રાલયના અધિકારીઓએ મરીવાનની સીમા પરથી એ સમયે ઝડપ્યા હતા જ્યારે તેઓ ગેરકાનૂની રીતે દેશથી ફરાર થઈ રહ્યા હતા.

પરંતુ આ બધી વાતો છેલ્લી ધરપકડ અને ત્યારબાદ તેમની મુક્તિને લગતી છે.

ઈરાનની સમાચાર એજન્સીએ હાલમાં એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં 'સિક્કાના સુલતાન'ની મુક્તિ માટે મહમુદ બહમની નામના એક શખ્સે પ્રયાસ કર્યો હતો.

મહમુદ બહમની ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમુદ અહમદીનેજાદના કાર્યાલયમાં ઈરાનની કેન્દ્રીય બૅન્કના અધ્યક્ષ પદે કાર્યરત હતા.

વર્ષ 1992માં વિદેશી મુદ્રા અને વિનિમય બજારમાં ઉછાળો આવ્યો હતો તેનો આરોપ પણ વહીદ મજલુમિન પર લાગ્યો છે.

ઈરાનની બજારમાં સક્રિય અમુક લોકોનું કહેવું છે કે મજલુમિન બજારના અન્ય ખેલાડીઓથી આગળ એવા માટે રહેતા કારણ કે તેમની વગ નિર્ણાયક સંસ્થાઓ સુધી હતી.

એટલા માટે કોઈ સરકારી નિર્ણય આવે તે પહેલાં તેમને જાણ થઈ જતી હતી.


મોતની સજાના સમર્થકો

Image copyright BOURSE98.IR

મજલુમિન પર ઈરાનની અર્થવ્યવસ્થામાં દખલ દેવાનો અને ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ છે.

છેલ્લા અમુક સમયથી વિદેશી મુદ્રા અને સોનાની કિંમતોમાં ખૂબ જ તેજી નોંધાઈ છે.

અમેરિકન ડૉલરની કિંમત 19 હજાર તૂમાનથી પણ ઉપર પહોંચી ગઈ હતી અને સોનાના સિક્કાની કિંમત 50 લાખ તૂમાન સુધી પહોંચી ગઈ હતી.

ત્યારબાદ સરકારના હસ્તક્ષેપથી આ કિંમતો કાબૂમાં આવી.

ઈરાનના મોટા નેતા આયતુલ્લાહ અલી ખામેનઈએ વધતી કિંમતોને ધ્યાને રાખી આર્થિક અપરાધોના ગુનેગારોને સામાન્ય જોગવાઈઓથી હટાવીને અલગ તપાસ અને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાય વિભાગના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે કે મજલુમિનની મૃત્યદંડની સજા પર સર્વોચ્ચ અદાલતે પુનર્વિચાર કર્યા બાદ નિર્ણય કર્યો છે.

સરકારનો દાવો છે કે મજલુમિન અને તેના સહયોગીઓનું ટર્ન ઓવર 14 હજાર કરોડ તૂમાનથી પણ વધુ પહોંચી ગયું હતું.


મુદ્રાની તસ્કરી

Image copyright AFP

કેન્દ્રીય બૅન્કે આ વર્ષની શરૂઆતમાં એવા લોકોની યાદી તૈયાર કરી છે જે સિક્કા અને વિદેશી વિનિમય બજારમાં ખલેલ પેદા કરતા હતા. આ યાદીમાં મજલુમિનનું નામ સ્પષ્ટ હતું.

ત્યારબાદ મજલુમિનના દીકરાની કોર્ટના આદેશ પર ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટનું કહેવું છે, "મજલુમિનનો દીકરો એક સંગઠિત વિનિમય તસ્કરોના નેટવર્કનો સદસ્ય હતો અને તે પોતાના પિતાના આદેશ પર તસ્કરી કરતો હતો."

અદાલતની પ્રથમ સુનાવણી દરમિયાન મજલુમિને કહ્યું હતું, "વર્ષ 2013 બાદ જો કોઈએ મારી પાસે એક ડૉલર વેચ્યો અથવા મેં ખરીદ્યો હોય તો તેની રસીદ રજૂ કરવામાં આવે."

"હું દરરોજ ઓછામાં ઓછી 500 સોનાની અશરફીઓ એક અબજ તૂમાનની કિંમતથી ખરીદુ છું. આ રીતે દર અઠવાડિયે બજારમાં સાત અબજ તૂમાનની આપ-લે થાય છે."

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સરકારે ડૉલર અને તૂમાનના વિનિમય દર પર સત્તાવાર નીતિની જાહેરાત કરી હતી.

આ અંતર્ગત એક ડૉલર બરાબર 4200 તૂમાન નક્કી કરવામાં આવ્યા હતા.

ઈરાન સરકારે કેન્દ્રિય બૅન્કે નક્કી કરેલી કિંમતથી તમામ વધુ કિંમતને ગેરકાયદે ઠેરવી હતી.

આ પરિસ્થિતિમાં મુદ્રા તેમજ વિનિમય બજારમાં વગ કઠિન બની અને આવી સ્થિતિમાં સોનાના સિક્કાની ખરીદીમાં ખૂબ ફાયદો રહ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો