શ્રીલંકા : પૂર્વ ક્રિકેટર રણતુંગાના બૉડીગાર્ડે ટોળા પર ફાયરિંગ કર્યું, એકનું મોત

અર્જુના રણતુંગા

ઇમેજ સ્રોત, ARJUNA RANATUNGA-TWITTER

ઇમેજ કૅપ્શન,

પૂર્વ ક્રિકેટર અને મંત્રી રણતુંગા

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટ કપ્તાન અને સાંસદ અર્જુન રણતુંગાના બૉડીગાર્ડે ભીડ પર ફાયરિગ કર્યુ છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.

રણતુંગા બરતરફ કરાયેલા રનિલ વિક્રમસંઘે સરકારમાં પેટ્રોલિયમ મંત્રી હતા.

રણતુંગાની આગેવાનીમાં શ્રીલંકાએ પહેલીવાર ક્રિકેટ વર્લ્ડકપ પણ જીત્યો હતો.

પોલીસનું કહેવું છે કે રાજધાની કોલંબોમાં જ્યારે આ ઘટના બની ત્યારે રણતુંગા પોતાના કાર્યાલયમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા હતા.

આ સમયે ત્યાં હાજર પ્રદર્શનકારીઓએ તેમને રોકવાની કોશિશ કરી હતી.

શ્રીલંકામાં હાલના દિવસોમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે.

રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ વિક્રમસિંઘેને વડા પ્રધાન પદેથી હટાવી દીધા છે.

તેમની જગ્યાએ પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડા પ્રધાન પદે નિયુક્ત કરી દીધા છે.

આ સાથે જ સિરિસેનાએ સંસદને પણ ભંગ કરી દીધી છે. ટીકાકારોનું કહેવું છે કે સિરિસેનાનો આ નિર્ણય ગેરબંધારણીય છે.

કેવી રીતે બની ફાયરિંગની ઘટના?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રણતુંગાના બૉડીગાર્ડે વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું

રણતુંગા સિલોન પેટ્રોલિયમ કૉર્પોરેશન સ્થિત પોતાના કાર્યાલયમાં જઈ રહ્યા હતા.

આ સમયે ત્યાં હાજર પ્રદર્શનકારીઓએ તેમને રોકવાની કોશિશ કરી હતી. પ્રદર્શનકારીઓએ રણતુંગાની વિરોધમાં નારા લગાવ્યા હતા.

જે બાદ રણતુંગાના બૉડીગાર્ડે ટોળાંને નિશાન બનાવીને ગોળીઓ ચલાવી દીધી હતી.

આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બૉડીગાર્ડની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો