ઇન્ડોનેશિયા દુર્ઘટના : સાવ નવું વિમાન કેવી રીતે ક્રેશ થઈ શકે?

લાયન ઍર

ઇમેજ સ્રોત, BOEING

ઇમેજ કૅપ્શન,

મેક્સ 8 સિરીઝનાં વિમાનો શરૂ થયાં તેને એક વર્ષ પણ થયું નથી

ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા ખાતેથી ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ લાયન ઍર ફ્લાઇટ JT 610 આશરે 190 પેસેન્જર સાથે દરિયામાં તૂટી પડી હતી.

મોટાભાગનું ધ્યાન એ હકીકત ઉપર જ કેન્દ્રીત થયું કે વિમાન, બૉઇંગ 737 મેક્સ 8, સાવ નવું હતું.

આ પ્રકારના વિમાન સાથે સંકળાયેલી આ પહેલી પહેલી મોટી દુર્ઘટના છે.

હજુ સુધી વિગતો અપૂરતી છે અને જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તેનાં કારણોની વિગતો મળવામાં સમય લાગશે.

ઘણીવાર માનવીય અને તકનીકી બંને કારણોને પરિણામે વિમાન દુર્ઘટના થાય છે-પરંતુ વિમાન સાવ નવું હતું એ હકીકતે પણ કોઈ ભાગ ભજવ્યો હશે?

બૉઇંગ 737 મેક્સ 8 ફક્ત 2017થી જ વ્યાવસાયિક ઉપયોગમાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સોમવારે બનેલી દુર્ઘટના સાથે સંકળાયેલું વિમાન હજુ 15મી ઑગસ્ટથી જ ઉપયોગમાં લેવાનું શરૂ થયું હતું.

નેશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફટી કમિશન, સૌર્જાંતો ત્જાહ્જનોના હેડના અનુસાર તે વિમાને હજુ 800 કિલોમીટર જેટલી જ ઉડાન ભરી હતી.

અહેવાલ છે કે ટેક ઑફના ટૂંક સમય બાદ પાઇલટે જકાર્તાના ઍર ટ્રાફિક નિયંત્રણ કંટ્રોલને પાછા વળવાની પરવાનગી માંગવા સંદેશો મોકલ્યો હતો.

રૉઈટર્સના અહેવાલ અનુસાર લાયન ઍરના ચીફ એક્ઝીક્યુટીવે કહ્યું કે વિમાનમાં એક અગાઉની ઉડાન દરમિયાન અચોક્કસ 'તકનીકી મુશ્કલી' સર્જાઈ હતી પરંતુ તેનું 'પદ્ધતિસરનું સમાધાન થઈ ગયું હતું.'

એડવર્ડ સિરૈતે જણાવ્યું હતું, લાયન ઍર હાલમાં એ જ મોડેલનાં 11 વિમાનો સાથે કાર્યરત છે.

તેઓએ કહ્યું કે બાકીનાં વિમાનોને જમીન ઉપર ઉતારવાની કોઈ યોજના નથી.

'ખામી'નું ઝડપથી નિરાકરણ

ઉડ્ડયન વિશ્લેષક ગેરી સોજેતમેને બીબીસીને જણાવ્યું, "ખૂબ જ જૂનાં વિમાનો સામાન્ય રીતે સૌથી વધુ જોખમી હોય છે પરંતુ સાવ નવાં વિમાનો પણ મોટાં જોખમ ધરાવે છે."

"જોકે, નવાં હોય ત્યારે ઘણીવાર એમાં એવી ખામીઓ હોય છે જે વિમાનના સામાન્ય વપરાશ બાદ જ ધ્યાનમાં આવે છે. મોટેભાગે પ્રથમ ત્રણ માસ દરમિયાન તેનું નિરાકરણ આવી જતું હોય છે."

થોડાં અઠવાડિયાંમાં આ વિમાનને ત્રણ માસ થવાના હતા.

જોકે, અન્ય ઉડ્ડયન વિશ્લેષક જોન ઑસ્ટ્રોવરે કહ્યું કે સામાન્ય રીતે નવાં વિમાનો 'જાળવણીની રજાઓનો આનંદ' લે છે કારણકે બધું નવું છે, નકામું નથી.

ઉડ્ડયન પ્રકાશન ધ ઍર કરન્ટના ઍડિટર મિસ્ટર ઑસ્ટ્રોવરએ જણાવ્યું હતું, "નવા તકરારના મુદ્દાઓ હંમેશાં સામાન્ય છે પરંતુ અહીંયા વિમાનની સલામતીને મુદ્દે જોખમરૂપ થઈ શકે એવી વાત સામેનો કકળાટ છે."

બંને વિશ્લેષકોએ કહ્યું કે JT 610 ફ્લાઇટ સાથે શું ખોટું થયું તેના નિર્ણયાત્મક તારણો ઉપર પહોંચવું હજુ ઘણું વહેલું છે.

"આ ઘટનાના પાછળનાં કારણોમાં તકનીકી સમસ્યાઓ હોવાની સંભાવના છે, હજુ ખૂબ જ પ્રારંભિક દિવસો છે.

મિસ્ટર સોજેતમેને કહ્યું કે જયારે આપણને વધુ માહિતી મળશે ત્યારે આપણે ખરું કારણ શું છે તે કહી શકીશું.

મિસ્ટર ઑસ્ટ્રોવરે કહ્યું, "મને ખબર નથી કે આ નવું વિમાન કેવી રીતે ક્રેશ થઈ શકે."

"એવા ઘણાં બધાં પરિબળો છે જે આવા અકસ્માતની દુર્ઘટનામાં ભાગ ભજવી શકે."

બૉઇંગના અનુસાર 737 મેક્સ સીરીઝ તેના ઇતિહાસમાં સૌથી ઝડપથી વેચાયેલાં વિમાન છે અને તેઓએ આશરે 4,700 ઓર્ડર મેળવ્યા છે.

અમેરિકન ઍરલાઇન્સ, યુનાઈટેડ ઍરલાઇન્સ, નોર્વેજીયન અને ફ્લાય દુબઈ સહિતની ઍરલાઇન્સ દ્વારા મેક્સ 8ના ઓર્ડર્સ આપવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો