કિલોગ્રામનો માપદંડ બદલાયો, હવે વૈજ્ઞાનિકો લાવશે નવું માપ

પ્રતીકાત્મક તસવીર Image copyright GETTY IMAGES

વૈજ્ઞાનિકો હવે કિલોગ્રામને જુદી રીતે વ્યાખ્યાબદ્ધ કરી રહ્યા છે.

હાલમાં કિલોગ્રામને માપવાનો આધાર 'લી ગ્રાન્ડ કે' (Le Grand K) તરીકે ઓળખાતી પ્લૅટિનમની લગડી છે. તે પેરિસમાં સચવાયેલી છે.

શુક્રવારે ફ્રાંસના વર્સેઇલ્સમાં સંશોધકોની બેઠક થઈ. જેમાં કિલોગ્રામને વીજપ્રવાહને આધારે વ્યાખ્યાબદ્ધ કરવાનો નિર્ણય કરાયો.

વજન અને માપ અંગેની જનરલ કૉન્ફરન્સમાં આ નિર્ણય લેવાયો.

પણ આ અંગે યૂકેની 'નેશનલ ફિઝિકલ લૅબોરેટરી'નાં મહિલા વૈજ્ઞાનિક પૅરડી વિલિયમ્સે મિશ્ર પ્રતિક્રિયા આપી.

તેઓ કહે છે, "હું આ પ્રોજેક્સ સાથે લાંબા સમયથી જોડાઈ નથી પણ મને આ થોડું વિચિત્ર લાગે છે."

"મને લાગે છે કે આ રસપ્રદ વાત છે અને મહત્વની ક્ષણ છે. પણ હું આ પરિવર્તનથી થોડી નિરાશ છું. આ મહત્વનું પગલું છે અને નવી પદ્ધતિ વધુ સારી રીતે કામ કરશે."


કિલોગ્રામની કતલ કેમ ?

1889થી ''લી ગ્રાન્ડ કે'' માપ માટેનો આંતરરાષ્ટ્રીય માપદંડ છે અને વિશ્વમાં તેની પ્રતિકૃતિ વિતરણ કરાઈ હતી.

પણ માસ્ટર કિલોગ્રામ અને તેની પ્રતિકૃતિમાં થોડું પરિવર્તન આવેલું અને તેને થોડી ક્ષતિ પણ પહોંચેલી.

વિશ્વના દવાના ઉત્પાદન, નૅનોટૅકનોલૉજી અને પ્રિસીસન એંજિનિયરિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં માપમાં ભારે ચોક્સાઈ રાખવી પડે એમ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ પામમાં ફેરફાર કરવો પડે તેમ હતો. તેથી 'લી ગ્રાન્ડ કે' થી આગળ વધવું પડે એમ હતું.

તમે આ વાંચ્યું કે નહીં?


'લી ગ્રાન્ડ કે' કઈ રીતે ખોટું?

Image copyright BIPM
ફોટો લાઈન જનરલ કૉન્ફરન્સ ઑન વેઇટ ઍન્ડ મૅઝર્સનો કાર્યક્રમ

વજન માપવામાં સુક્ષ્મ પાસા ધ્યાનમાં લેવાય છે. તે આંખના પલકારામાં પરિવર્તન પામે એટલું સુક્ષ્મ હોય છે, પણ આટલા સુક્ષ્મ પરિવર્તનના પરિણામની ઘણી અસર હોય છે.

નેશનલ ફિઝિકલ લૅબોરેટરીના માસ મિટિરિઑલોજી વિભાગના વડા ડૉ. સ્ટુઅર્ટ ડૅવિસનના મતે ઇલેક્ટ્રિકલ મૅઝરમૅન્ટ વધુ ચોક્કસ, સ્થિર અને સમાનતા ધરાવે છે.

ઇલેક્ટ્રિકલ માપદંડની વિશ્વનિયતા પર વાત કરતા ડૉ. સ્ટુઅર્ટ ડૅવિડસન કહે છે કે તે વધુ સ્થિર, વધુ ચોક્કસ અને વધુ સમતાવાદી છે.

તેઓ કહે છે કે, " આપણે પેરિસ અને વિશ્વમાં બીજા ભાગોમાં કિલોગ્રામની પ્રતિકૃતિની તુલના કરીએ તો તેમાં તફાવત જણાય છે."

"વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સ્વીકાર્ય નથી. મતલબ કે 'લી ગ્રાન્ડ' આજના સંજોગોમાં સ્વીકૃત હોય પણ આગામી સો વર્ષમાં તે ન પણ રહે. "


નવી પદ્ધતિ કેવી રીતે કામ કરશે?

Image copyright BIPM

વિદ્યુતચુંબક બળ સર્જે છે. સ્ક્રૅપયાર્ડમાં જુની કાર જેવા ધાતુ-પદાર્થને ઉચકીને ખસેડવામાં તેનો ઉપયોગ થાય છે.

વિદ્યુતચુંબકીય ખેંચાણને કૉઈલમાંથી પસાર થતાં વીજપ્રવાહ સાથે સીધો સંબંધ છે. એટલે કે વીજપ્રવાહ અને વજનને સીધો સંબંધ છે.

આ સિદ્ધાંતને આધારે વૈજ્ઞાનિકો કિલોગ્રામ કે અન્ય વજનનો માપદંડ નક્કી કરે છે.

જથ્થોએ વીજપ્રવાહને વજન સાથે સાંકળે છે, જે ''પ્લાન્ક કૉન્સ્ટન્ટ''થી ઓળખાય છે. જર્મન ભૌતિકશાસ્ત્રી મૅક્સ પ્લાન્ક પરથી આ નામ પડેલું. જેની સંજ્ઞા - h છે.

પરંતુ h ખૂબ જ નાની સંખ્યા છે જેને માપવા માટે પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. બ્રાયન કિબ્બલે ચોક્કસાઈપૂર્વકનું વજન માપવા માટે મશીન બનાવ્યું હતું.

જે 'કિબ્બલ બૅલેન્સ' તરીકે જાણીતું છે. વજનકાંટાની એક તરફ વીજચુંબકીય ભાર અને બીજી તરફ વજન એટલે કિલોગ્રામ હોય છે.


અડચણ શું છે?

Image copyright SPL

વીજચુંબકમાં ત્યાં સુધી વીજપ્રવાહ પસાર કરાય છે જ્યાં સુધી બંને તરફ તરફ સમાન ન થઈ જાય.

વીજચુંબકમાંથી વીજપ્રવાહ પસાર કરી અત્યંત ચોક્સાઈ મેળવી શકાય છે.સંશોધકોએ ' h'ની ગણતરી કરી અને તે પણ 0.000001%. ચોક્સાઈથી.

આના કારણે 'લી ગ્રાન્ડ કે'ની શોધનો માર્ગ પ્રશસ્ત થયો. અને તેને ''die kleine h"નું સ્થાન લીધું.


નવી પદ્ધતિથી શો ફાયદો?

ડૉ. લૅન રૉબિન્સનના મતે, કેટલાક દાયકાઓ પછી 'લી ગ્રાન્ડ કે' સાથે કિલોગ્રામની પ્રતિકૃતિઓ સાથે સરખાવવાની હતી.

હવે વજનની આ નવી પદ્ધતિ વડે ગમે ત્યારે અને ગમે ત્યાં કિબ્બલ બેલેન્સ સાથે સરખાવી શકાશે.

તેઓ કહે છે, "મને લાગે છે કે આ નિર્ણય ખરો છે. અને એક વાર આ પ્રક્રિયા પૂર્ણ થવાથી ભવિષ્યમાં સ્થિરતા ઉભી થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો