‘હું મમ્મીને એવું કહી ન શક્યો કે પપ્પાનો બીજે ક્યાંય સંબંધ છે’

પિતાનો દગો

જો તમને ખબર પડે કે તમારાં માતાપિતામાંથી કોઈ એકનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે ત્યારે તમારા પર શું વીતે?

રેડિયો 1 ન્યૂઝબીટે 25 વર્ષના એક એવા છોકરા સાથે વાતચીત કરી હતી જેના પિતા વર્ષો સુધી તે છોકરાની માતા સાથે દગો કરી રહ્યા હતા.

આ છોકરાએ પોતાની ઓળખ અને આપવીતી જાહેર કરી જેથી તે પોતાના જેવા અન્ય લોકોને મદદ કરી શકે. જાણો તેમની આપવીતી તેમના જ શબ્દોમાં.

મારી ઉંમર 19 વર્ષ હતી. હું કોઈ તહેવારની ઉજવણી કરી પરત આવ્યો હતો.

હું બાથરૂમમાં ગયો. બાથરૂમમાં નાહવાની જગ્યાએ એક ફોન જોયો.

હું જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યો હતો ત્યારે મેં પપ્પાની કારમાં આવો એ એક ફોન જોયો હતો. તેથી મને ખબર જ હતી કે આ ફોન પપ્પાનો છે.

જોકે, ત્યારે આવું કઈ પણ વિચારવા માટે મારી ઉંમર નાની હતી.

જોકે, હવે મને શંકા પડી. મેં ફોન હાથમાં લીધો. ફોનમાં પાસવર્ડ નહોતો.

મેં ફોન તપાસ્યો તો ખબર પડી કે તેમાં કોઈ મહિલાના મૅસેજ હતા.

જોકે, હું ખૂબ જ ગુસ્સામાં હતો એટલે મેં એક પણ મૅસેજ વાંચ્યો નહીં પરંતુ હવે આખું ચિત્ર મારી સામેં સ્પષ્ટ હતું.


'ચાલો વાત કરીએ'

આ મૅસેજ જોયા બાદ કોઈ સાથે પપ્પાના સંબંધ હોય એવું સાબિત થાય તેમ નહોતું.

હું નહાયો, થોડો શાંત થયો અને મારા રૂમમાં જતો રહ્યો.

મેં પપ્પાનો દાદરો ચડવાનો અવાજ સાંભળ્યો, મેં તેમને રૂમમાં બોલાવ્યા અને ફોન બતાવ્યો.

તેમની પ્રથમ પ્રતિક્રિયા આવી હતી "તુ શું કહી રહ્યો છે તેની મને ખબર નથી."

ફોન લઈ તેઓ નીચે જતા રહ્યા.

ત્યારબાદ તેઓ કૂતરા સાથે ફરી ઉપર આવ્યા અને કહ્યું, " ચાલો વાત કરી લઈએ"

હું થોડો ગભરાહટમાં હતો. પપ્પા સામેં જવાની આવી બીક ક્યારેય નહોતી લાગી.

પપ્પાએ એ મહિલાની ઓળખાણ ઑફિસના મિત્ર તરીકેની આપી, પપ્પાના કહેવા મુજબ, ઑફિસમાંથી નીકળતી સમયે તે મહિલા મુશ્કેલીમાં હતાં અને પપ્પાએ તેમની મદદ કરી હતી.

પપ્પાએ કહ્યું, "મારા વધારે મિત્રો નથી, તારાં માતા એક મહિલા તરીકે આ વાત સમજી શકે એવું હું નથી માનતો."

એ વખતે પપ્પા જે કહી રહ્યાં હતા હું તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

એમણે જે કહ્યું, મારે એ સ્વીકારવું પડ્યું.

હું જે પ્રકારે તેમની સાથે વર્ત્યો તે બદલ તેમણે મારો આભાર માન્યો.


'અમોસ નકલી નામ હતું'

બે વર્ષ વીતી ગયાં. જોકે, મારા મગજમાંથી એ વાત નીકળી નહોતી.

નવા ફ્લૅટમાં શિફ્ટ થવા માટે પપ્પા મારી મદદ કરી રહ્યા હતા.

પપ્પાને નવો આઇફોન મળ્યો હતો, તેમણે મારી તસવીર ક્લિક કરી કોઈને મોકલી આપી.

મેં તાત્કાલિક મમ્મીને પૂછ્યું કે પપ્પાએ તમને મારો ફોટોગ્રાફ મોકલ્યો છે? મમ્મીએ કહ્યુ, "ના, પપ્પાએ મને કોઈ મૅસેજ નથી કર્યો."

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

મારા મગજમાં વિચારો ચાલુ થઈ ગયા.

મેં પાછળ જઈ જોયું તો પપ્પા કોઈ અમોસ નામની વ્યક્તિને મૅસેજ કરી રહ્યા હતા.

મને ખબર હતી કે અમોસ ખોટું નામ છે કારણ કે પપ્પાનો અમોસ નામનો કોઈ મિત્ર નથી.

પપ્પા રાત્રે મારી સાથે રોકાવાના હતા, મારે તેમનો ફોન ચેક કરવો હતો.

હું અડધી રાતે દબાયેલા પગલે પપ્પાના રૂમમાં ગયો. મેં તેમનો ફોન લીધો અને નીચે જતો રહ્યો.

પપ્પા રૂમની બહાર આવ્યા અને કહ્યું, " શુ મને મારો ફોન પરત મળી શકશે?"

પપ્પાએ મને પકડી પાડ્યો હતો.

મેં બહાનું કાઢ્યું કે મારે ઍલાર્મ મૂકવા માટે ફોનની જરૂર હતી.

બીજા દિવસે સવારે અમેં નાસ્તો કર્યો અને પપ્પા જતા રહ્યા.

આ બધુ ખૂબ જ વિચિત્ર હતું.


પપ્પાનો જન્મદિવસ

આ વાતને છ મહિના પસાર થઈ ગયા. મારા મગજમાંથી બધું નીકળી ગયું હતું.

આજે પપ્પાનો જન્મદિવસ હતો.

અમેં મારી નાની બહેનને મળવાં માટે જઈ રહ્યાં હતાં. જોકે, બહેનને આવવામાં વાર લાગી અને પપ્પા ગુસ્સે ભરાયા.

પપ્પા પલટ્યા અને ઘરે જવા નીકળ્યા.

મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેમની પાછળ જઈ બૂમ પાડી તેમને ડરપોક કહ્યા.

અચાનક મારા મોઢામાંથી નીકળી ગયું, "અમોસ કોણ છે?."

પપ્પા પલટ્યા તેમના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. પપ્પાએ મારા સવાલને રફેદફે કરવાની કોશિશ કરી અને કહ્યું, "આ વિષયમાં ચર્ચા કરવી નહીં."

અમેં ઘરે પરત આવ્યાં, અમારી પાસે ઘરની ચાવી નહોતી. હું પપ્પાના વળગી ગયો.

મારે શું કરવું જોઈએ મને તેની ખબર નહોતી.

તેમને ખબર હતી કે મારી અંદર કંઈક ચાલી રહ્યું છે પરંતુ અમેં તેના વિશે ચર્ચા કરી શકતા નહોતા.

મારા મમ્મીને થયું કે મારી અને પપ્પાની વચ્ચે દલીલ થઈ હશે, મારી બહેન ત્યારે સ્કૂલમાં હતી એટલે તેને હું કઈ પણ કહી શકતો નહોતો.

મારે આ બધું મારા પૂરતું મર્યાદિત રાખવું પડ્યું.


ઍલિસન કૂપર, રિલેશનશિપ કાઉન્સેલર સર્વિસ

માથે ભાર લઈને એકલતામાં જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

જો તમારી સ્થિતિ પણ આવી હોય તો કાઉન્સેલરની મદદ લઈ શકો છો.

જો ગભરામણ અનુભવાતી હોય અને ચિંતા જણાય તો ડૉક્ટરની મદદ પણ લઈ શકાય છે.

જો તમે કોઈ સ્કૂલ, કે કૉલેજમાં ભણો છો અને તમારી સ્થિતિ પણ આવી જ છે તો અને તમે કોઈ શિક્ષકની સાથે આત્મીયતા ધરાવતા હશો તો તમારા વર્તનમાં આવેલો બદલાવ તેમને સમજાઈ જશે

તમેં એમની સાથે પણ ચર્ચા કરી શકો છો.

તમે પરિવારના અન્ય કોઈ સ્વજનને જાણ કરી શકો છો. આ સ્વજન તમારાં માતાપિતા સાથે આ વિષયમાં વાતચીત કરી શકશે.

મેં નક્કી કર્યું કે હું એવા વ્યક્તિની મદદ લઈશ જે મને આ ખરાબ સમયમાંથી બહાર કાઢવામાં મદદ કરે અને મને એવો વિશ્વાસ અપાવે કે જે કઈ થયું તેના માટે હું જવાબદાર નથી.


'મારી બહેનને જાણ થઈ'

આ ઘટનાનાં બે વર્ષ પછી એક દિવસ મારી બહેનનો મૅસેજ આવ્યો

તેણે લખ્યું હતું, "શું હું તને ફોન કરી શકુ?"

તે ખૂબ જ રડી રહી હતી.

તેણે મને કહ્યું, "હે ભગવાન, પપ્પા મમ્મીને દગો આપી રહ્યા છે."

તેણે પણ મારી જેમ પપ્પાના ફોનમાં 'અમોસ'ના મૅસેજ જોયા હતા.

મને થોડી રાહત થઈ.

મેં નક્કી કર્યું કે હું પપ્પા સાથે વાત કરીશ.

મેં પપ્પાને કહ્યું, " મને અને બહેનને બન્નેને જાણ છે. તમારે મમ્મી સાથે વાત કરવી જોઈએ. બાકી હવે તમારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો મારા માટે મુશ્કેલ હશે."

વાતચીત દરમિયાન તેઓ ખૂબ જ શાંત હતા.

તેમણે અંતે મને કહ્યું,"સલાહ આપવા બદલ આભાર"


એક પત્ર

પપ્પાએ મમ્મી સાથે સીધી વાત ન કરી.

મારી બહેન મમ્મી-પપ્પા સાથે જ રહેતી હતી, પપ્પાએ તેની સાથે પણ વાતચીત ન કરી.

ત્રણ મહિના પસાર થઈ ગયા તેમ છતાં તેમણે કઈ પણ કીઘું નહીં.

મારી સ્થિતિ એવી હતી કે હું ખરેખર મારા પપ્પાને મારી નાખવા માગતો હતો.

Image copyright Alamy
Image copyright Alamy

એક વખત અમે રેલવે સ્ટેશન જઈ રહ્યાં હતાં, હું પપ્પાને અધવચ્ચે છોડીને જતો રહ્યો.

એ રાતે પપ્પાએ મને એક મૅસેજ મોકલ્યો, " હું આજે રાતે જઈ રહ્યો છું. દિવાલની ઘડિયાળમાં એક પત્ર મૂક્યો છે, મેં તારી બહેનને કહ્યું છે કે આ પત્ર શુક્રવારે બહાર કાઢે."

મારી બહેનને આ વાતની જાણ થઈ ત્યારબાદ તેને ત્રણ મહિના મારા પપ્પા સાથે રહેવું પડ્યું હતું.

હું ઘરે પહોચ્યો ત્યા સુધી મમ્મીએ પત્ર ખોલી નાખ્યો હતો.

લગ્નના 25 વર્ષે બાદ આવી વાતની જાણ થાય તે સ્થિતિ ભયાનક હતી.


પરિણામ

ખરેખર મને કોઈ પસ્તાવો નથી કે આ વાત શા માટે બહાર આવી.

મને લાગે છે આ બધુ થોડું વિચિત્ર હતું છતાં મારાથી થઈ શકે તે બધું જ મેં કર્યું હતું.

મારા દ્વારા મારા મમ્મીને આ બધી જાણ થાય તેવી મારી ઇચ્છા નહોતી.

ત્યારે મમ્મી મારાથી નારાજ નહોતા પરંતુ તેમની સ્થિતિ શરમજનક હતી કારણ કે પપ્પાના લીધે મારે કપરા સમયમાંથી પસાર થવું પડયું હતું.


મારો મત

જે લોકો આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થાય છે તેમના માટે મારી પાસે બે સલાહ છે.

પ્રથમ, કોઈ પગલું ઉતાવળે ભરવું નહી.

આવી સ્થિતિમાં બે વખત નહાવાથી શાંતિ મળે છે.

બીજુ, આ સ્થિતિમાં કોઈ સાથે અંગત વાતચીત કરવાથી રાહત અનુભવાય છે.

હું મારી બહેન સાથે હજુ પણ માથાકૂટ કરું છું પરંતુ આ બધાના લીધે અમારો સંબંધ મજબૂત થયો છે.

Image copyright Alamy
Image copyright Alamy

મેં તમામ વાતોની જાણ મારી ગર્લફ્રેન્ડને કરી હતી. આવી જ સ્થિતિમાંથી પસાર થઈ હોવાને કારણે તેણે મારી ખૂબ જ મદદ કરી હતી.

સૌથી મોટો પડકાર મમ્મીને જાણ થઈ એ પછી આવ્યો.

પપ્પા મમ્મીને ભરણપોષણ માટે કઈ પણ પૈસા આપતા નહોતા.

તેમણે એક વાહિયાત વાત પણ કરી હતી.

મારી બહેનને ક્રિસમસ ભેટ તરીકે એક કમ્પ્યુટર આપવામાં આવ્યું હતું. પપ્પાએ તે પરત માગ્યું હતું.

મેં તેમને ફોન કરીને જણાવ્યું કે મારી બહેનને આ બધાની વચ્ચે ન લાવો.

બીજા દિવસે પપ્પાએ અમને મૅસેજ કર્યો કે જો અમે તેમનો સંપર્ક ન કરીએ તો જ સારું રહેશે.

મમ્મી-પપ્પા છૂટાછેડા લઈ રહ્યાં છે. મારા મતે પપ્પા કોઈ અન્ય મહિલા સાથે રહે છે.

હું એ વિચાર કરી રહ્યો છું કે ભવિષ્યમાં હું કયા સંબંધને મજબૂત રાખી શકીશ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ