પાકિસ્તાનના કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ હુમલો, હુમલાખોરો ઠાર

પોલીસમેનની તસવીર Image copyright AFP

પાકિસ્તાન કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં બંદૂકધારીએ ચાર લોકોને મારી નાખ્યા છે.

પાકિસ્તાનના સમય પ્રમાણે સવારના 9:30ની આસપાસ દૂતાવાસની બહાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા છે.

અહેવાલો પ્રમાણે ચીન દ્વારા પશ્ચિમ પાકિસ્તાનમાં કરવામાં આવી રહેલા રોકાણનો વિરોધ કરી રહેલા અલગતાવાદીઓ ઉગ્રવાદીઓએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

શુક્રવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં થયેલા એક બ્લાસ્ટમાં કુલ 20 લોકોનાં મોત થયાં હતાં.

શિયા બહુમતી ધરાવતા ઓરાક્ઝાઈ જિલ્લામાં આ બ્લાસ્ટની ઘટના બની હતી.

પાકિસ્તાનમાં રહેલા લઘુમતી શિયાઓ હંમેશાં સુન્ની ઉગ્રવાદીઓના નિશાન પર રહ્યા છે.


કેવી રીતે થયો હતો હુમલો?

Image copyright AFP

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સમય મુજબ સવારે 9.30 કલાકે ક્લિફ્ટન વિસ્તારમાં આવેલી કચેરીમાં પહેલાં વિસ્ફોટ થયો અને પછી ગોળીબાર થયો હતો.

ચેક પૉઇન્ટ પર સુરક્ષા ગાર્ડ્સે અટકાવતા હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પોલીસની વળતી કાર્યવાહીમાં ત્રણ હુમલાખોર માર્યા ગયા છે.

ત્યારબાદ પૂરક પોલીસદળો મોકલવામાં આવ્યા હતા અને આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, કૉન્સ્યુલેટના કર્મચારીઓ સલામત છે.

સ્થાનિક ટીવી ચેનલ્સ દ્વારા ઘટનાસ્થળની તસવીરો પ્રસારિત કરવામાં આવી છે, જેમાં ઘટનાસ્થળેથી ધૂમાડો નીકળતો જોઈ શકાય છે.

જોકે, આ કેવા પ્રકારનો બૉમ્બ વિસ્ફોટ છે, તે સ્પષ્ટ નથી થયું.


ભારતે ટીકા કરી

કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ આમિર શેખના કહેવા પ્રમાણે, "ચાર હુમલાખોરો એક કારમાં કૉન્સ્યુલેટની બિલ્ડિંગ નજીક પહોંચ્યા હતા."

"હુમલાખોરોએ પહેલાં ધડાકા કર્યાં, જેને પગલે સુરક્ષાબળો અને હુમલાખોર વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો હતો."

પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરો કૉન્સ્યુલેટ પરિસરમાં ઘૂસી ગયા હતા, પરંતુ તેઓ અંદર સુધી પ્રવેશી શક્યા ન હતા. બે હુમલાખોરોએ આત્મઘાતી જાકીટ પહેર્યા હતા.

ભારતે આ હુમલાની 'કડક શબ્દ'માં ટીકા કરી હતી અને કોઈપણ રીતે આતંકવાદને વ્યાજબી ન ઠેરવી શકાય.

બલૂચિસ્તાનના ભાગલાવાદીઓનો હાથ

Image copyright Reuters

ઉગ્રપંથી સંગઠન બલૂચ લિબ્રેશનના પ્રવક્તાએ બીબીસીની ઓફિસ પર ફોન કરીને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

સંગઠનનું કહેવું છે કે આ હુમલામાં તેના ત્રણ માણસો સંડોવાયેલા છે અને 'ચીનને પાઠ ભણાવવા' આ હુમલો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના અનેક નિર્માણ પ્રોજેક્ટ્સમાં ચીન જંગી રોકાણ કરી રહ્યું છે, જેમાં CPEC (ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર)નો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનના ગરીબ વિસ્તારોમાં બલૂચિસ્તાનનો સમાવેશ થાય છે અને ત્યાં ચીન જંગી રોકાણ કરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ