કરાચીમાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 'હીરો' બનીને ઊભરી આ મહિલા

સુહાઈ અઝીઝ તલપુર
ઇમેજ કૅપ્શન,

સુહાઈ અઝીઝ તલપુર

'છોકરીઓ નાજુક નહીં પરંતુ બહાદુર હોય છે; અને એક મહિલા માત્ર બહાદુર નથી હોતી પરંતુ ઝનૂની પણ હોય છે.

સુહાઈ અઝીઝ તલપુરે પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં આ વાક્ય કહ્યું હતું અને હવે એમણે સાબિત પણ કરી દીધું.

સુહાઈ પાકિસ્તાનની સિંધ પોલીસમાં સહાયક સુપરિન્ટેન્ડેન્ટ છે.

તેમણે 23 નવેમ્બરે કરાચીમાં વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા દરમિયાન સુરક્ષા ઑપરેશનનું નેતૃત્વ કર્યું અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

તેમની આ કામગીરીની સમગ્ર પાકિસ્તાનમાં જોરશોરથી સરાહના થઈ રહી છે.

પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા ક્લિફટન વિસ્તારમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં બે પોલીસકર્મીઓનાં મોત થયાં હતાં.

આ હુમલામાં ઓછામાં ઓછી એક વ્યક્તિ ઘાયલ થયાના પણ અહેવાલો છે.

પોલીસ હુમલાખોરોને વાણિજ્ય દૂતાવાસમાં ઘૂસવાથી રોકીને એ સુનિશ્ચિત કરવામાં સફળ રહી હતી કે અંદરના તમામ કર્મચારીઓ સુરક્ષિત રહે.

આ હુમલાની જવાબદારી અલગતાવાદી સમૂહ બલૂચિસ્તાન લિબ્રેશન આર્મીએ લીધી છે.

બહાદુરીનું પ્રતિક

પાકિસ્તાની મીડિયામાં સુહાઈ અઝીઝ તલપુરનાં ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યાં છે.

મીડિયાનું કહેવું છે કે સુહાઈએ આ હુમલાને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી નહિંતર આ હુમલામાં ખૂબ વધારે નુકસાન થાત.

પાકિસ્તાન ટુડે અખબાર પ્રમાણે સિંધ પ્રાંતના પ્રમુખ મુરાદ અલીએ કહ્યું, "સુહાઈ અઝીઝે પોતાની બહાદુરીનું ઉદાહરણ રજૂ કર્યું છે."

સુહાઈ અઝીઝ 2013માં પાકિસ્તાનની સિવિલ સેવા પરીક્ષા પાસ કરીને બાદમાં પોલીસ ફોર્સમાં સામેલ થયાં હતાં.

રિપોર્ટ પ્રમાણે લોઅર સિંધનાં તેઓ પહેલાં મહિલા સહાયક સુપરિન્ટેન્ડેન્ટ છે.

એક્સપ્રેસ ટ્રિબ્યૂન સાથે વાત કરતાં સુહાઈ અઝીઝે કહ્યું, "જ્યારે મારા માતાપિતાએ મને સ્કૂલમાં દાખલ કરી ત્યારે અમારા સંબંધીઓએ મારા પરિવારને ટોણા માર્યા હતા."

ઇન્ટરનેટ પર છવાયાં

સુહાઈ અઝીઝ તલપુર પાકિસ્તાનમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં હતાં. લોકો તેમની પ્રશંસામાં ટ્વીટ કરતાં હતાં.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ લખ્યું, "કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર આતંકવાદી હુમલાને અમારી સિંધ પોલીસનાં સાહસી એસએસપી સુહાઈ અઝીઝની આગેવાનીમાં નિષ્ફળ કરી દેવામાં આવ્યો."

"હું એ બહાદુર અધિકારીઓને સલામ કરું છું જેઓ સાહસપૂર્વક અમારા મિત્રોની રક્ષા કરતા હતા. અમે તેમનું સન્માન કરીએ છીએ."

બદલો Twitter કન્ટેન્ટ, 1

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1

આ રીતે જ આયેશા સરવારી લખે છે, "જ્યાં સુધી તમામને કોઈ રક્ષકની જરૂરિયાત ન હોય, તેઓ કહે છે કે મહિલાઓની જગ્યા રસોઈમાં છે."

બદલો Twitter કન્ટેન્ટ, 2

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 2

પીપીપીનાં નેતા શેરી રહમાને સુહાઈની પ્રશંસા કરતા લખ્યું, "એસએસપી સુહાઈ અઝીઝ તલપુર પર અમને ગર્વે છે."

"એ મહિલા જેમણે ચીની વાણિજ્ય દૂતાવાસમાં આતંકવાદીઓ વિરુદ્ધ સફળ પોલીસ અભિયાનનું નેતૃત્વ કર્યુ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો