કોહલીની બૅટિંગને કારણે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ બરાબર

વિરાટ કોહલી તથા ધવનની તસવીર Image copyright Getty Images

વિરાટ કોહલીની શાનદાર બૅટિંગને પગલે ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની ટી-20 સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

કોહલીએ 41 બૉલમાં અણનમ 61 રન ફટકારીને સિડનીમાં રમાયેલી આ નિર્ણાયક મૅચમાં ભારતને વિજય મેળવવામાં મદદ કરી હતી. ભારતે આ મૅચ ચાર વિકેટે જીતી હતી.

આ પહેલાં ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનોએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ઓપનિંગ બૅટ્સમૅન ડીઆર્ક શાર્ટે ફટકાર્યા હતા.

કૅપ્ટન ઍરૉન ફિંચે 28 તથા ઍલેક્સ કૅરીએ 27 રન ફટકાર્યા હતા.

Image copyright Getty Images

ભારત તરફથી કૃણાલ પંડ્યા સૌથી સફળ બૉલર રહ્યા.

તેમણે ચાર ઓવરમાં 36 રન આપીને ચાર વિકેટ્સ ખેરવી હતી. તેમને 'મૅન ઑફ ધ મૅચ'નો ઍવૉર્ડ એનાયત થયો હતો.

ભારત તરફથી ઓપનિંગ જોડી શિખર ધવન તથા રોહિત શર્માએ શાનદાર બૅટિંગ કરી હતી. તેમણે શરૂઆતની પાંચ ઓવરમાં 62 રન ફટકાર્યા હતા.

રોહિત શર્માએ 23 જ્યારે ધવને 41 રન ફટકાર્યા હતા. લોકેશ રાહુલે 14 રન બનાવ્યા હતા, જ્યારે ઋષભ પંત ખાતું પણ ખોલી શક્યા ન હતા.

આપને આ પણ વાંચવું ગમશે

બાદમાં પીચ પર આવેલા કોહલીએ દિનેશ કાર્તિક સાથે મળીને ભારતીય ટીમના વિજયને સરળ બનાવી દીધો હતો.

કોહલીની સાથે અણનમ રહેલા કાર્તિકે 22 રનની ઇનિંગ રમી હતી.

બંને મેચમાં દમદાર બૅટિંગ કરનારા શિખર ધવનને 'મૅન ઑફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યા હતા.

મૅલબર્ન ખાતે આયોજિત બીજી ટી-20 મૅચ વરસાદને કારણે પડતી મૂકવામાં આવી હતી.