જાપાનની એ તલવાર જે હવે અવકાશમાં જઈને ખડકોને કાપશે

તલવાર

સદીઓથી જાપાનના સમુરાઈ યોદ્ધાઓને માટે બનાવવામાં આવતી તલવારો અત્યંત ધારદાર અને મજબૂત હોય છે. જે સારી રીતે તપાવેલા, અત્યંત કઠોર લોખંડથી બને છે.

તમને ઑનલાઇન એવા તમામ વીડિયો મળી જશે જેમાં ધારદાર સમુરાઈ તલવારોથી લાકડાના મોટા ભારાથી માંડીને પાઇપ સુદ્ધાં કપાતા જોવા મળશે.

જાપાની ભાષામાં સમુરાઈ તલવારોને 'કટાના' કહે છે.

હવે ત્રણ એન્જિનીયર, જાપાનના એક પ્રખ્યાત તલવાર નિર્માતાની સાથે મળીને આ જ લોખંડથી એક મશીન બનાવવામાં જોતરાયેલા છે, જે ઉલ્કાપિંડમાંથી ખડકોના નમૂના કાપીને લઈ આવશે.

જાપાનના અંતરિક્ષ મિશન હયાબૂસા દ્વારા અંતરિક્ષ યાન રીયૂગૂને ઉલ્કાપિંડની તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

આમાં ઉલ્કાપિંડનું ચક્કર લગાવનારા યાનથી માંડીને એની ઉપર પગ મૂકનારા રોવર સુદ્ધાં સામેલ છે.

પરંતુ કોઈ પણ મિશન આ ઉલ્કાપિંડથી ખડકોના નમૂનાઓ નથી લાવી શક્યાં. દરેક વખતે મિશન નિષ્ફળ રહ્યું છે.

એક લેખમાં જાપાનના કનાગાવા ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીના તાએકો વાતાનાબે અને 70 વર્ષના જેનરોકુરો મત્સુનાગાએ મળીને આ મિશન વિશે વિસ્તારપૂર્વક લખ્યું છે.


તામાહાગાનેથી બનશે અંતરિક્ષ માટે મશીન

Image copyright GO MIYAZAKI/WIKIMEDIA COMMONS

મત્સુનાગા સમુરાઈ તલવારો બનાવવાના નિષ્ણાંત છે. તેઓએ નવી તકનીકની મદદથી આવું કાપવાનું મશીન બનાવ્યું છે.

જેમાં તામાહાગાનેનો ઉપયોગ થયો છે. તમાહાગા, લોખંડ અને તારકોલથી બને છે. આનાથી જ પ્રખ્યાત જાપાની તલવારો બનાવવામાં આવે છે.

તેમની ધાર બહુ જ તેજ હોય છે. બંનેએ લખ્યું છે કે જાપાની તલવારની મજબૂતીનો લાભ લેવા માટે જ અમે અંતરિક્ષ મોલાવામાં આવનાર આ મશીનને તામાહાગાને બનાવ્યું છે.

મત્સુનાગાએ જાપાનના સમુદ્રી તટો ઉપર મળતી લોઢાના કણોવાળી બાલુને એકઠી કરી. ફરી તેને ગળાવીને તપાવી જેથી તામાહાગાને તૈયાર કરી શકે.

Image copyright Alamy
Image copyright Alamy

આ પ્રક્રિયામાં લોઢાના કણોને ખૂબ તેજ આગ ઉપર ગરમ કરીને પછી ઠંડા કરવામાં આવે છે.

આ પ્રક્રિયા વારંવાર કરવાથી લોઢું ખૂબ જ કઠોર થઈ જાય છે. એનાથી કઠોરમાં કઠોર વસ્તુ કાપી શકાય છે.

આ લોઢાથી ગોળાકાર યંત્ર તૈયાર થયા છે જેની ધાર બ્લૅડ જેવી છે. જે અંદરની તરફ વળેલા છે.

હકીકતમાં જાપાનના અંતરિક્ષ વૈજ્ઞાનિક આ યંત્રને અંતરિક્ષ યાન રીયૂગૂ ઉલ્કાપિંડ ઉપર મોકલવા ઇચ્છે છે.

જે રીતે આઈસ્ક્રીમ કાઢવાના સ્કૂપ હોય છે, બરાબર એ જ રીતે આ યંત્ર દ્વારા ઉલ્કાપિંડની માટી અને ખડકોને કાઢીને પાછા ધરતી ઉપર લાવવાની યોજના છે.


અંતરિક્ષમાંથી સૅમ્પલ લાવવા કેટલાં મુશ્કેલ

Image copyright JAXA/UNIVERSITY OF TOKYO
ફોટો લાઈન રિયૂગૂ ઉલ્કાપિંડ

2005માં હયાબુસાના એક મિશન દરમિયાન જાપાનના વૈજ્ઞાનિકોને અંદાજ આવી ગયો હતો કે કોઈ ઉલ્કાપિંડ ઉપરથી ખડકોના સૅમ્પલ લાવવા કેટલાં મુશ્કેલ છે.

રીયૂગૂથી ખડકોના નમૂના લાવવાના બે પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. જે મશીનો મોકલવામાં આવ્યાં હતાં, તે કેટલાંક ધૂળના કણો જ પાછા ધરતી ઉપર લાવી શક્યાં હતાં.

આટલા નાના નમૂનાઓની સરખી રીતે તપાસ નથી થઈ શકતી. તેથી નવા હયાબૂસા મિશન દ્વારા એક વાર ફરી ઉલ્કાપિંડના ખડકોના નમૂના જમા કરવાની તૈયારી થઈ રહી છે.

સમુરાઈ તલવારોની મદદથી કદાચ ઉલ્કાપિંડના ખડકોને કાપવાનું વધુ સહેલું બને.

હકીકતમાં ઉલ્કાપિંડની સપાટી લાખો વર્ષથી બ્રહ્માંડનાં કિરણોનો મારો સહન કરી ચૂકેલી હોય છે. એના ઉપર રેડિયોએક્ટીવ કિરણોથી માંડીને સૂરજના એક્સ-રે સુધીનો તાપ વરસી ચૂક્યો હોય છે.

હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફૉર એસ્ટ્રોફિઝીક્સના માર્ટિન એલ્વિસ કહે છે, "ઉલ્કાપિંડના નમૂના આપણને સૌરમંડળના

ઇતિહાસ વિશે બહેતર જાણકારી આપી શકે છે."

"આ માટે અમારે તેની છાતી ઉપરથી ખડકોના નમૂનાઓ કાઢવા પડશે. ઊંડા ખોદાણની જરૂર પડશે."

હકીકત એ છે કે ઉલ્કાપિંડ હલકા હોય છે. એમનામાં ગુરુત્વાકર્ષણ નથી હોતું. તેથી બહુ જોરથી કોઈ ચીજને માર વાગે તો તે ઘણીવાર ઉછળી પડે છે.

માર્ટિન એલ્વિસ કહે છે, "કોઈ પણ એવી ચીજ જે ઓછી તાકાતનો ઉપયોગ કરીને ઉલ્કાપિંડની સપાટીની અંદરના નમૂના કાઢી લાવે, તો બહેતર રહે. તામાહાગાને સ્ટીલ આમાં કારગર સાબિત થઈ શકે છે."


કેટલો સફળ થશે આ પ્રત્યત્ન

આપણે વારંવાર એમ વિચારીએ છીએ કે ઉલ્કાપિંડ, અંતરિક્ષમાં તરતા મોટા-મોટા બોલ્ડર હોય છે. પરંતુ કદાચ રબરના

મોટા ગુચ્છા હોય છે. બહુ જ અસ્થિર હોય છે.

એને ગુરુત્વાકર્ષણ વાળા અંતરિક્ષમાં કાપવા એ બહુ મોટો પડકાર છે.

માણસ બહુ જ ઓછા સમય માટે ઉલ્કાપિંડ પાસે જઈ શકે છે. એ સ્થિતિમાં એમાંથી નમૂના કાઢી લાવવા મુશ્કેલ કાર્ય છે.

સ્વતંત્ર રીતે કામ કરનાર ભૌતિકવિદ્દ મીકા મૈક્કિનોન કહે છે, "બની શકે કે ઉલ્કાપિંડના ખડકોમાં બરફપણ ભળેલો હોય અને કાપતી વખતે આગ પણ લાગી શકે છે. બની શકે કે ખડકોની અંદર ગૅસ હોય. ત્યારે એ બાબત વધુ જોખમી બની જાય છે."

Image copyright Alamy
Image copyright Alamy

હજુ સુધી જાપાનના વૈજ્ઞાનિકોની ટીમે તામાહાગાને સ્ટીલથી બનેલા યંત્રોને મોટી પાઇપની અંદર ઉતારીને નમૂના એકત્ર કરવાનો પ્રયોગ કર્યો છે.

આના પરિણામો મિશ્ર આવ્યાં છે. ઘણીવાર આ ખડકો કાપવામાં સફળ રહ્યાં, તો ઘણીવાર આ નમૂનાઓને સુરક્ષિત લઈને ઉપર સુધી આવી શક્યા નહીં.

હવે કાપ્યા પછી આ નમૂના અંતરિક્ષયાનના આ સ્કૂપથી પડે નહીં, એનો ઉપાય શોધવાનો છે.

તલવાર બનાવવાની તકનીકનો અંતરિક્ષ મિશનમાં આ પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે.

તો શું, આવી ધાતુથી અંતરિક્ષ મિશનને સફળ બનાવી શકાય છે?

મીકા મૈક્કિનોનને એ અંગે ભરોસો નથી પરંતુ તે એવું માને છે કે જાપાનમાં સમુરાઈ તલવારોથી લોકોનો ભાવનાત્મક

લગાવ રહ્યો છે.

મૈક્કિનોન કહે છે, "જ્યારે આટલા લાગણીશીલ લગાવ વાળી વસ્તુઓ આપણે અંતરિક્ષમાં મોકલીએ છીએ, તો એવું લાગે છે કે આપણે કોઈ પોતાના વ્યક્તિને આ મિશન ઉપર મોકલ્યું છે."

કદાચ તામાહાગાનેની આ જ સૌથી મોટી ખૂબી છે કે એ ધરતી અને ઉલ્કાપિંડની વચ્ચેના આ સંપર્કને આવાં જ લોઢાથી જોડે છે જેનો શાનદાર ઇતિહાસ ચાલતો આવ્યો છે. બની શકે છે કે અમે આની મદદથી ઉલ્કાપિંડના નમૂના ધરતી ઉપર લાવવામાં સફળ પણ થઈ જઈએ.

એવું થશે તો સમુરાઈ યોદ્ધાઓની બહાદૂરીના કિસ્સાઓમાં આ અંતરિક્ષ મિશન પણ જોડાઈ જશે, જે જાપાનની આવનારી પેઢીઓને હિંમત આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો