ઇજિપ્તનો આ મકબરો 4,400 વર્ષ સુધી ઇતિહાસના ગર્ભમાં સૂતેલો રહ્યો

આ ખૂબ જ નવા શોધાયેલા સંરક્ષિત સ્થળે પત્રકારોને જવા દેવામાં આવ્યા હતા

ઇજિપ્તના પુરાત્ત્વવિદોએ 4,400 વર્ષ પ્રાચીન એક અદ્ભુત કબર શોધી કાઢી છે. આ કબર 4,400 વર્ષથી વણસ્પર્શી હતી.

પુરાત્ત્વવિદ આ કબરની શોધને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઇજિપ્તના સંસ્કૃતિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી મહાસચિવ મુસ્તુફા વઝિરિએ આ મકબરા અંગે કહ્યુ કે આ સદીની સૌથી અનોખી શોધ છે.

રંગીન ચિત્રલિપીઓથી સભર આ મકબરો રાજધાની કૈરોની નજીક આવેલા સક્કારા પિરામિડ વિસ્તારમાંથી શોધવામાં આવ્યો છે જેમાં ફેરોની મૂર્તિઓ પણ છે.

મકબરામાં તેના માલિકનું નામ જોઈ શકાય છે, તે મુજબ આ મકબરો રાજવી પરિવારના મુખ્ય પૂજારી વાહેતે અને તેમનાં માતા, પત્ની તેમજ પરિવારજનોનો છે.

પુરાત્ત્વવિદ આ શોધથી ઉત્સાહિત છે અને તેઓ હજી આગળ શોધખોળ કરશે. એમને આની અંદર હજી વધારે વસ્તુઓ અને પૂજારીની પત્થરની કબર મળવાની આશા છે.

આવો કરીએ નવી શોધની તસવીરી સફર.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો