ટ્રમ્પની ધમકી સાચી પડી, સરહદી દીવાલ મામલે આખરે યૂએસ સરકારનું શટડાઉન

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

બજેટ પસાર કરવામાં ધારાસભ્યો સાથેની વાટાઘાટો નિષ્ફળ રહેતાં યૂએસ સરકારનો આંશિક શટડાઉન શરૂ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે આ મામલો ટ્રમ્પનાં મહાત્ત્વાકાંક્ષી ગણતા મેક્સિકો સરહદે દીવાલનાં ભંડોળ બાબતે છે.

અગાઉ અમેરિકન પ્રૅસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન સરકારના શટડાઉનની ધમકી ઉચ્ચારી હતી.

પ્રમુખના મહાત્ત્વકાંક્ષી પ્રોજેકટ અમેરિકા-મેક્સિકો સરહદ દીવાલ માટે નાણાંની ફાળવણી અંગે કરેલાં શ્રેણીબદ્ધ ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મધરાતથી અમેરિકન સરકાર કામ નહીં કરે એમ ધમકી આપી હતી.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે સદન દ્વારા સરહદી દીવાલ પ્રોજેકટ માટે મંજૂર કરવામાં આવેલા 5 બિલિયન અમેરિકન ડૉલરમાંથી ભંડોળની માગણી કરી હતી. તેમણે કથિત દીવાલનું ચિત્ર પણ ટ્ટીટ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે સદન દ્વારા અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ માટે રકમ મંજૂર કરવામાં આવી છે પણ એ મંજૂરી સેનેટની મહોર મેળવવામાં નિષ્ફળ રહેશે એમ મનાતું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો ડેમૉક્રેટ્સ સરહદી સુરક્ષા માટે મત નહીં આપે તો સરકાર શટડાઉન કરશે.

2018માં આંશિક રીતે આ ત્રીજુ શટડાઉન છે અને આશટડાઉન 2019માં ઉકેલાય અને ડેમૉક્રેટ્સ પ્રતિનિધિઓ ગૃહનો ચાર્જ લે ત્યાં સુધી લાંબુ નીવડે એવી શક્યતા છે.

આ સરહદી દીવાલના વિવાદ વચ્ચે સીરિયામાંથી સૈન્ય દળો પાછા બોલાવી લેવાની ટ્રમ્પની જાહેરાતને પગલે એમના પોતાના પક્ષના જ લોકો એમની પર ગિન્નાયેલા છે.

આ દરમિયાન અમેરિકન પ્રમુખના સંરક્ષણ સચિવ જિમ મેટીસે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

રાજીનામામાં એમણે પ્રમુખ ટ્રમ્પ સાથેના નીતિગત મતભેદોની વાત તો કરી હતી, પણ અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને પાછા બોલાવી લેવા અંગે કઈ કહ્યું નહોતું.

અગાઉ અમેરિકન સરકારે અફઘાનિસ્તાનમાંથી 7,000 સૈનિકોને પરત બોલાવી લેવાની જાહેરાત કરી છે.

અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે મેક્સિકો-અમેરિકા સરહદે દીવાલને એકમાત્ર ઉકેલ ગણાવ્યો છે અને તેને સમર્થન નહીં આપવા બદલ ડેમૉક્રેટ્સની ટીકા કરી છે.

એમણે કહ્યું કે, જો ડેમૉક્રેટ્સનો મત ના હશે તો શટ-ડાઉન થશે અને એ લાંબુ ચાલશે. લોકો ખુલ્લી સરહદો અને ગુનાખોરી નથી ઇચ્છતા.

સરકાર બંધ થાય તો શું થાય?

આ શટડાઉનના કારણે આશરે 8 લાખ સરકારી કર્મચારીઓ કામ પર નહીં જઈ શકે. શટડાઉનના કારણે ગૃહ સુરક્ષા, પરિવહન, કૃષિ, રાજ્ય અને ન્યાય જેવા વિભાગો સહિત ફેડરલ સરકાર ઠપ થઈ જશે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો બંધ થઈ જશે.

પેન્શન અને આરોગ્ય સેવાઓ જેવા ફેડરલ કાર્યક્રમો ચાલુ રહેશે. આ ઉપરાંત મિલિટરી, બૉર્ડર પેટ્રોલ, કૉસ્ટ ગાર્ડ, ફેડરલ ન્યાયતંત્ર, ઍર ટ્રાફિક કંટ્રોલ અને ઍરપૉર્ટ સુરક્ષા પણ યથાવત રહેશે.

જેમને ક્રિસમસ પહેલાં લાખો ટપાલ ડિલિવરી કરવાની છે, તે યૂએસ પોસ્ટલ સર્વિસનું વિભાગની કામગીરીને કોઈ અસર નહીં થાય, કારણકે આ વિભાગ સ્વતંત્ર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો