ગુજરાતની એ વાતને 14 વર્ષથી યાદ કરે છે આ પાકિસ્તાની
- વુસઅતુલ્લાહ ખાન
- વરિષ્ઠ પત્રકાર, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત છે ગુજરાતના હુલ્લડોનાં બે વર્ષ બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીની. હું બીબીસીના પત્રકાર તરીકે અન્ય રાજ્યોમાંથી થઈને અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં પહોંચ્યો હતો.
આશ્રમની દુકાનના ઇન્ચાર્જ એક ગાંધીજીથી પ્રભાવિત એક વડીલ હતા જેઓ મને ખૂબ જ સ્નેહથી મળ્યા. તેમની સારપનો ફાયદો ઉઠાવીને મેં ગુજરાતમાં સાંપ્રદાયિકતાની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
તેઓ કહેવા લાગ્યા કે જ્યારે આકાશમાં કાળા વાદળો છવાઈ જાય, ત્યારે તેમના ગડગડાટથી ઘબરાવવું ના જોઈએ. આ વાદળો ગરજે-વરસે અને આગળ નીકળી જાય છે પરંતુ વાદળી આકાશ તેની જગ્યાએ જ ટકેલું રહે છે.
આજે 14 વર્ષ બાદ પણ કોઈ એવો દિવસ નથી જતો જ્યારે મને સાબરમતી આશ્રમમાં મળેલા એ ગાંધીવાદી વડીલની યાદ ન આવી હોય.
આ 14 વર્ષોમાં પાકિસ્તાનમાં આતંકવાદના ઘનઘોર વાદળો છવાયાં, ખૂબ જ ગરજ્યાં-વરસ્યાં અને આગળ નીકળી ગયાં.
ક્યારેક એવું લાગ્યું કે આ પાકિસ્તાનમાં શિયા હઝારા મુસલમાનો કરતાં હિંદુ અને ખ્રિસ્તીઓ વધુ સુરક્ષિત છે. મસ્જિદો અને ઇમામવાડાઓ કરતાં મંદિર અને ચર્ચ વધુ સુરક્ષિત છે.
તમે આ વાંચ્યું કે નહીં?
કરાચીની માથે આતંકવાદનાં વાદળો
ઇમેજ સ્રોત, Getty Images
દેશનું સૌથી મોટું શહેર કરાચી લગભગ બે દાયકાઓથી એ દિવસ જોવા માટે તરસી રહ્યું છે કે ત્યાં દરરોજના દસથી બાર પ્રવાસી પઠાણ, બલોચ અને અમુક પંજાબીઓની લાશ ના પડી હોય.
બે કરોડની વસતિ ધરાવતા આ શહેરમાં ઘરની બહાર નીકળતી સમયે એ વિશ્વાસ નહોતો આવતો કે સાંજે જીવતા ઘરે પરત ફરીશું કે નહીં?
પરંતુ આ કાળા વાદળો ધીમે ધીમે વિખરાયા અને પરિસ્થિતિ કાલ કરતાં સારી છે પરંતુ ઘણા મુદ્દાઓ પર હજી ખુલીને વાત નથી થતી.
ક્યારેક કોઈક કલાકારને ખોટું ના લાગી જાય, ક્યાંક કોઈ મારી વાતનો ભળતો અર્થ કાઢીને મારા પર દેશદ્રોહ અથવા ધર્મ દુશ્મનીનું સર્ટિફિકેટ ના થમાવી દે એવો ડર તો રહે છે.
પરંતુ દિલ ફરીથી કહે છે ગભરાવવાની જરૂરત નથી. તે દિવસો નથી રહ્યા તો આ દિવસો પણ નહીં રહે. ભાઈ, ઑલ ઇઝ વેલ...
માણસ જાણી-અજાણી રીતે બંધનોમાં બંધાઈ શકે છે પરંતુ વિચારોને કોણ બાંધી શકે? વિચારોને કોણ કાપી શક્યું? અથવા તો વિચારોને ફેલાવાથી કોણ રોકી શક્યું?
જ્યારે પણ હું મારી જાત સાથે અને મારા વિચારોને અસુરક્ષિત સમજી રહેલા મારા ભારતીય મિત્રો સાથે વાત કરું છું તો તેમને યાદ અપાવું છું કે ખરાબ સમયનો કોઈ ધર્મ કે જાતિ સીમા નથી હોતી. તે ગમે ત્યારે કોઈના ઉપર આવી શકે છે.
કાલે અમારા પર હતો, આજે તમારા પર છે અને કાલે તમારી નહીં પણ હોય. માત્ર તમારી જાતને ટકાવી રાખવાની છે અને કાળાં વાદળોને આકાશ સમજવાની જરૂર નથી.
વાવાઝોડું ભલે ગમે તેવું હોય, જો તે આકાશનો વાદળી રંગ છીનવીને લીલો કરી નાખે, ત્યારે માનવું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો