ન્યૂઝીલૅન્ડના ટ્ર્રૅન્ટનો તરખાટ, 15 બૉલમાં 6 વિકેટ ખેરવી

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ટ્રેન્ટ બોલ્ટ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મૅલબર્નમાં ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ગુજરાતના ખેલાડી પૂજારાની સદીની ચર્ચા થઈ રહી છે. જોકે,આ બધાની વચ્ચે શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં કંઈક અનોખો વિક્રમ નોંધાયો.
શ્રીલંકા વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલૅન્ડના ફાસ્ટ બૉલર ટ્રૅન્ટ બૉલ્ટે 15 બૉલમાં શ્રીલંકાની છ વિકેટ ખેરવી નાંખી હતી.
ટ્રૅન્ટની આ શાનદાર બૉલિંગની હાલમાં ચર્ચાઓ થઈ રહી છે. તેમણે આ છ વિકેટ માત્ર 4 રન આપીને લીધી હતી.
શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલૅન્ડે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ગુરવારે સ્વિંગ બૉલર ટ્રૅન્ટે આ અનોખો વિક્રમ નોંધાવ્યો છે.
તેમના આ સ્પૅલમાં એક ઓવર એવી હતી જેમાં તેમણે એક પણ રન આપ્યા વગર ત્રણ વિકેટ મેળવી હતી.
બૉલ્ટે રોશન સિલ્વા, નિરોશન ડિકવેલા, દિલરુવાન પરેરા, સુરંગા લકમલ, દુશ્મંતા ચમીરા, અને લાહિરુ કુમારાને આઉટ કર્યા હતા.
આખી ઇનિંગ દરમિયાન બૉલ્ટે 15 ઓવર ફેંકી અને 30 રન આપી અને 6 વિકેટ મેળવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ટ્વીટ કરીને લખ્યું હતું કે ટ્રૅન્ટ બૉલ્ટે કરિયરની સૌથી શ્રેષ્ઠ બૉલિંગ કરતા 30 રન આપી અને 6 વિકેટ મેળવી હતી.
45 મિનીટ પહેલાં તેમના નામે આ મેચમાં એક પણ વિકેટ નહોતી.
6 વિકેટ મેળવતાની સાથે જ બૉલ્ટ ભારતમાં પણ ટ્વીટર પર ટ્રૅન્ડ થયા હતા. લોકોએ તેમના આ સ્પેલના ભરપેટ વખાણ કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ વિશ્લેષક ડૅનિસ બૉલ્ટે લખ્યું કે બૉલ્ટ ડાબા હાથના ડૅલ સ્ટેન છે.
રમતજગતના પત્રકાર લૉરેન્સ બૂથે લખ્યું હતું કે મને થયું કે હું થોડી વાર ટેસ્ટ મેચ જોઈ લવ પરંતુ એટલામાં તો બૉલ્ટની બૉલિંગમાં 4 રનમાં પાંચ વિકેટ જતી રહી.
બૉલ્ટની ઉત્તમ બૉલિંગના લીધે ન્યૂઝીલૅન્ડ આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 74 રનની લીડ મેળવી શક્યું છે.
ન્યૂઝીલૅન્ડે પ્રથમ ઇનિંગમાં 178 રન નોંધાવી ઑલ આઉટ થઈ ગયું હતું.
જોકે, તેમણે આ બૉલ્ટની સિદ્ધિના કારણે શ્રીલંકાને 104 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું.
બીજી ઇનિંગમાં ન્યૂઝીલૅન્ડે સારી શરૂઆત કરી અને મેચ પર પકડ બનાવી દીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો