શા માટે રોમન લોકોને પેશાબ કરવાનો ટૅક્સ ભરવો પડતો હતો?

રોમનકાળ ટૅક્સ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

બ્રસેલ્સમાં આવેલી મૅનકેન પિસની મૂર્તિ

તસવીરમાં જે ટેણિયો પેશાબ કરતો જોવા મળે છે તેની લોકપ્રિયતાની તમને ખબર છે?

બેલ્જિયમના બ્રસેલ્સમાં મૅનકેન પિસ નામની આ મૂર્તિ ટાબરિયાની છે.

બેલ્જિયમમાં લોકો આ મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી આવે છે.

આ મૂર્તિ બ્રસેલ્સવાસીઓ અને તેમના સેન્સ ઑફ હ્યૂમરનું પ્રતીક માનવામાં આવે છે.

પ્રાચીનકાળથી જ પેશાબનો ઉપયોગ રોગોના ઉપચાર માટે થતો આવ્યો છે.

ઇતિહાસમાં પેશાબના ઉપયોગનું પ્રકરણ (ઈસવીસન 79)માં રોમન સમ્રાટ ટિટો ફ્લેવિઓ વેસ્પાસિયાનો શાસનકાળમાંથી મળી આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ધોબીઘાટ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ધોબીઓ ભીના કપડા પર કૂદતા હતા

રોમન સામ્રાજ્યના ધોબીઘાટ અથવા ફુલોનિક્સમાં પેશાબ એકઠો કરાતો હતો અને તેમને સડવા માટે મૂકી દેવાતો હતો.

એકઠા થયેલા પેશાબનું એમોનિયામાં રૂપાંતરણ થતું હતું.

આ એમોનિયા એક પ્રકારના ડિટર્જન્ટ જેવું કામ કરતો જેનો ઉપયોગ કપડાં ધોવા માટે થતો હતો.

રોમન દાર્શનશાસ્ત્રી અને લેખક સેનેકા કહે છે કે સફેદ ઊનનાં કપડાંને પલાળ્યા બાદ મજૂરો તેમના પર કૂદતાં અથવા ડાન્સ કરતા હતા.

રંગની માવજત કરવા માટે અથવા તેની ચિકણાશ ઓછી કરવા માટે મુલતાની માટી, પેશાબ અને સલ્ફરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ત્યાર બાદ કપડાંની દુર્ગંધ દૂર કરવા માટે સુગંધિત ડિટર્જન્ટનો ઉપયોગ કરાતો હતો.

જોકે, આ ટેકનિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હતી.

પૈસાની ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ધોબીઓનું કામ સારા વ્યવસાય તરીકે ઊભરી રહ્યું હતું પરંતુ જ્યારે વેસ્પાસિયાનો સત્તામાં આવ્યા તો તેમણે પેશાબ પર ટૅક્સ નાંખી દીધો હતો.

સીવેજ સિસ્ટમમાં એકઠો કરાયેલો પેશાબ એકઠો કરનારા લોકોમાં લેધરનું કામ કરનારા લોકો પણ હતા.

એમોનિયાનું ઊચું પીએચ લેવલ કાર્બનિક પદાર્થોને ગાળવામાં ઉપયોગી હોવાથી પેશાબનો મુખ્યત્વે ઉપયોગ જાનવરોની ચામડીને નરમ કરવા થતો હતો.

રોમન ઇતિહાસકાર સ્યુટોનિયસ કહે છે કે વેસ્પાસિયાનના દીકરા ટિટોએ પિતાને કહ્યું હતું કે પેશાબ પર ટૅક્સ નાંખવાનો નિર્ણય એ ખૂબ જ હલકું કામ છે.

તેના જવાબમાં સમ્રાટે એક સોનાનો સિક્કો લઈને ટિટોના નાક પર લગાડ્યો અને પૂછ્યું કે શું સિક્કામાંથી દુર્ગંધ આવે છે? આ પૈસાની આવક પેશાબની છે.

આ ઘટનાએ જ પેલી જાણીતી કહેવત 'પૈસામાંથી દુર્ગંધ નથી આવતી'ને જન્મ આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો