ઇન્ડિયા vs ઑસ્ટ્રેલિયા : ટિમ પેન પર શાબ્દિક પ્રહાર બાદ ટ્વિટર પર છવાયા ઋષભ પંત

ઋષભ પંત, ટિમ પેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઋષભ પંત, ટિમ પેન

મૅલબર્ન ટેસ્ટમાં ભારતીય ટીમ જીતથી માત્ર બે વિકેટ દૂર છે. શુક્રવારે ચોથા દિવસે મૅચ પૂરી થઈ ત્યારે ઑસ્ટ્રેલિયાની 8 વિકેટ પડી ગઈ હતી અને જીતવા માટે એમને 141 રન કરવાના હતા.

જોકે આ મૅચની એક શાબ્દિક લડાઈ સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચામાં છે.

આ શબ્દબાણ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકીપર ઋષભ પંત વચ્ચે થયા.

ગુરુવારે જ્યારે ભારતીય વિકેટકીપર ઋષભ પંત બૅટિન્ગ કરવા આવ્યા તો ટિમ પેને એમને એમ કહીને ખીજવ્યા કે હવે તો એમ. એસ. ધોની વન ડે ટીમમાં પાછા આવી ગયા છે.

શુક્રવારે જ્યારે ટિમ પેન બૅટિન્ગ કરવા આવ્યા તો ઋષભ પંત બદલો લેવાનું ન ચૂક્યા.

ગુરુવારે ટિમ પેને ઋષભને શું કહ્યું:

'એક વાત કહું, વન ડે સિરીઝ માટે મહેન્દ્ર સિંહ ધોની આવી ગયા છે. આ છોકરાને (ઋષભ પંત) હરિકેંસ (હૉબર્ટ)ની ટીમમાં સામેલ કરવો જોઈએ.'

'એમને એક બૅટ્સમૅનની જરૂર છે. એનાથી તારી (પંતની) ઑસ્ટ્રેલિયામાં રજાઓ વધી જશે. હૉબર્ટ સુંદર શહેર છે. આને એક 'વૉટર-ફ્રન્ટ' ફ્લૅટ અપાવીએ.'

તમે આ વાંચ્યું કે નહીં?

આટલેથી પેન રોકાયા નહીં. આગલા બૉલમાં એમણે વિકેટ પાછળથી કહ્યું, 'શું તું મારાં બાળકોનું ધ્યાન રાખીશ? હું મારી પત્નીને ફિલ્મ દેખાડવા લઈ જઈશ, તું મારાં બાળકોનું ધ્યાન રાખજે.'

ઋષભ પંતે કેવી રીતે લીધો બદલો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઋષભ પંત

'આજે અમારી પાસે એક વિશેષ મહેમાન છે. આજે ખાસ ભૂમિકામાં છે. કૅપ્ટન તરફથી કોઈ જવાબદારી નહીં, હંમેશાં જવાબદારીથી ભાગવાનું. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ.

કદાચ અહીંથી જડ્ડુ બોલ ફેંકશે. કમ ઓન જડ્ડુ, કમ ઓન.'

સિલી પોઇન્ટ પર ઊભેલા મયંક અગ્રવાલને સંબોધિત કરતા એમણે કહ્યું, 'કમ ઓન મોન્કી, આપણી પાસે એક ખાસ મહેમાન છે.'

'શું તે ક્યારેય એક કામચલાઉ કૅપ્ટન વિશે સાંભળ્યું છે? બોલ મોન્ક! હું તો જોઈ રહ્યો છું.'

'આને આઉટ કરવા માટે કશું જ નહીં જોઈએ. બસ બૉલ ફેંકો. આને વાતો કરવી ગમે છે. આ એ જ કરી શકે છે, માત્ર વાતો ફેંકવી.'

બંને જ ઘટના સમયે વિકેટ પાછળથી બૅટ્સમૅનને ચીઢવવામાં આવ્યા પરંતુ બૅટ્સમૅને કોઈ પ્રતિક્રિયા આપી નહીં. જોકે ઍમ્પાયર ઇયાન ગુલ્ડે પંતને બોલાવીને બે વખત એમની સાથે વાત કરી.

ભારતમાં ટ્વિટર પર ટિમ પેન અને ઋષભ પંત બંને જ પહેલાં અને બીજા નંબર પર ટ્રૅન્ડ કરવા લાગ્યા.

પેટ્રી વાન ઝાઇલે લખ્યું, 'પેનને પોતાના બાળકોનું ધ્યાન રાખવાવાળું મળી ગયું. ઇયાન ગુલ્ડ.'

સૌરભ પંતે લખ્યું, 'આ લડાઈ હવે વિચિત્ર થતી જાય છે. પેન પંતથી પોતાનાં બાળકોનું ધ્યાન રખાવા માગે છે અને પંત એમને કામચલાઉ કૅપ્ટન બનાવી રહ્યા છે. જે પણ હોય, ફ્રીલાન્સ નોકરીઓ માટે સારો પ્રચાર છે.'

આ પહેલાં પણ ઋષભ પંતે વિકેટ પાછળથી પૅટ કમીસને પણ છેડ્યા હતા જેની ટ્વિટર પર ખૂબ ચર્ચા થઈ.

ક્રિકેટના મેદાન પર બૅટ્સમૅનનો મજાક કરવો, ખીજવવા, એમની એકાગ્રતા ભંગ કરવી અને એમને ઉશ્કેરવા સામાન્ય છે. જોકે આવી બાબતો ક્યારેક જાતીય ટિપ્પણીમાં પણ પરિણામી છે અને એના પર ઘણા વિવાદો પણ થયા છે.

મૅલબર્ન ટેસ્ટમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામે 399 રનોનું લક્ષ્યાંક રાખ્યું હતું પણ શનિવારનો દાવ પૂરો થયા સુધીમાં ઑસ્ટ્રેલિયાએ 258 રન પર 8 વિકેટ ગુમાવી દીધી. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ ત્રણ, બુમરાહ અને શમીએ બે-બે વિકેટ લીધી.

રવિવારે જ્યારે બંને ટીમ રમવાનું શરૂ કરશે, તો ભારત ટીમે જીતવા માટે માત્ર બે વિકેટની ચિંતા કરવાની જરૂર રહેશે.

અત્યારે ટેસ્ટ સિરીઝ એક-એક પોઇન્ટની બરાબરી પર છે અને આ બાદ બંને ટીમ હજુ એક ટેસ્ટ રમશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો