ઇસ્લામ ત્યજી દેનારાં રહાફને આખરે રૅફ્યૂજી તરીકે માન્યતા મળી

થાઇ અધિકારીઓ સાથે રહાફ મોહંમદ અક-કુનૂન Image copyright Reuters

ઇસ્લામ અને પોતાનું ઘર છોડી સાઉદી અરેબિયાથી પલાયન કરનારાં 18 વર્ષીય યુવતી રહાફ મહમદ અક-કુનૂનને આખરે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા રૅફ્યૂજીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રની રૅફ્યૂજી સંસ્થાએ તેમને રૅફ્યૂજી એટલે કે શરણાર્થીનો અધિકૃત દરજ્જો આપી ઑસ્ટ્રેલિયાને આ મામલો ઉકેલવા જણાવ્યું છે.

એક નિવેદનમાં ઑસ્ટ્રેલિયાના ગૃહ વિભાગના અધિકારીએ જણાવ્યું કે તેઓ આ મામલાને સામાન્ય રીતે જોશે.

અગાઉ તેમણે કૅનેડા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અથવા બ્રિટનમાં શરણાગતિ માગી હતી.

અગાઉ થાઇલૅન્ડની રાજધાની બૅંગકોકનાં ઍરપોર્ટ પરથી રહાફ મહમદ અક-કુનૂન સોશિયલ મીડિયાને લીધે દુનિયાભરમાં જાણીતા બન્યાં છે.

ફકત દોઢ દિવસમાં એમના ટ્વિટર એકાઉન્ટ પર 50,000 ફોલોઅર્સ જોડાયાં હતાં.

એમને સાઉદી પાછા ન મોકલી દેવામાં આવે તે માટે રહાફ મહમદ અક-કુનૂને પોતાને સોમવારથી જ હોટલના એક રુમમાં બંધ કરી દીધાં હતાં.

તેઓ સતત બૅંગકોકથી પોતાની હાલ લોકો સમક્ષ ટ્વીટ કરી રહ્યાં હતાં.

મંગળવારે એમણે ફરીથી ટ્વીટ કરીને કહ્યું, "હું કૅનેડા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટનથી સુરક્ષા માગી છું. એમના પ્રતિનિધિ મારો સંપર્ક કરે."

એ પછી એમણે લખ્યું કે તેઓ કૅનેડામાં શરણ લેવા માંગે છે.


માતા-પિતાને મળવાનો ઇન્કાર

આ દરમિયાન રહાફ મહમદ અક-કુનૂનના પિતા બૅંગકોક પહોંચ્યાં હોવાનું પણ એમની ટ્વીટ પરથી જાણવા મળે છે.

રહાફ મહમદ અક-કુનૂને કહ્યું, "મને જાણવા મળ્યું છે કે મારા પિતા બૅંગકોક પહોંચ્યાં છે અને આનાથી હું ચિંતિત અને ડરેલી છું. પરંતુ, હું યૂએનએચસીઆર અને થાઈ અધિકારીઓ વચ્ચે સુરક્ષિત અનુભવું છું."

થાઇલૅન્ડના ઇમિગ્રેશન વિભાગનાં પ્રમુખે સમાચાર સંસ્થા રૉઇટર્સને કહ્યું કે, રહાફ અને એમનાં પિતા સાથે મુલાકાત માટે સંયુક્ત રાષ્ટ્રની પરવાનગી લેવી પડશે.

જોકે, છેલ્લા સમાચાર મુજબ યુવતીએ માતા-પિતાને મળવાનો ઇન્કારી કરી દીધો છે.

અગાઉ, ઑસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના એક પ્રવકતાએ એ કહ્યું કે, માનવીય આધાર પર કોઈપણ પણ વિઝા અરજી પર સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી સંસ્થાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી નિર્ણય લેવામાં આવશે એમ કહ્યું હતું.

રહાફ મોહંમદ અક-કુનૂનની ટ્ટીટ બાદ અનેક માનવઅધિકાર સંગઠનોએ એમની ચિંતા વ્યકત કરી હતી અને એને લીધે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી સંસ્થાની દરમિયાગીરી શક્ય બની હતી.


અગાઉ શું બન્યું હતું?

Image copyright Twitter

રહાફ મહમદ અક-કુનૂન પોતાના પરિવારથી દૂર ભાગીને ઑસ્ટ્રેલિયા જવાં માગતાં હતાં.

રાહફ મહમદ અલ-કુનન નામની આ યુવતીની ઉંમર 18 વર્ષની છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે કુવૈતના પ્રવાસે ગયાં હતાં.

બે દિવસ પહેલાં તેમણે કુવૈતથી ઑસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટ લીધી હતી. બૅંગકૉકથી તેઓ ઑસ્ટ્રેલિયા જવાનાં હતાં.

જોકે, અહીં સાઉદી અરેબિયાના અધિકારીઓએ તેમનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો.

અલ-કુનનને જણાવ્યું કે તેમણે ઇસ્લામ ત્યજી દીધો છે અને હવે તેને ભય છે કે બળજબરીપૂર્વક સાઉદી અરેબિયા લઈ જવાયા બાદ તેમની અને પરિવારની હત્યા કરી નખાશે.

આ રીતે અનેક ટ્વીટ દ્વારા તેઓ દુનિયાની નજરમાં આવ્યા હતાં. માનવઅધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીથી અને આખરે થાઈલૅન્ડની સરકારે એમને પાછા સાઉદી અરેબિયા મોકલી દેવાનો નિર્ણય ફેરવી તોળ્યો છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો