BBC Top News : બ્રેક્સિટ મામલે સંસદની કામગીરી ઠપ થવાની થેરેસા મેની ચેતવણી

થેરેસા મે Image copyright PA

બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે તેમના સાંસદોને બ્રેક્સિટ ડીલ મુદ્દે મનાવવાનો છેલ્લો પ્રયત્ન આજે કરશે, આજે બ્રિટિશ સંસદમાં બ્રેક્સિટ અંગે આર કે પારની સ્થિતિ રહેશે.

આજે વડાં પ્રધાન પાર્લમેન્ટમાં ભાષણ આપશે, એવી શક્યતા છે કે પાર્લમેન્ટ બ્રેક્સિટ મામલે અસંમતિ દર્શાવે અને ડીલને નકારી કાઢે.

લેબર પાર્ટી પાર્લમેન્ટમાં આ ડીલના વિરોધમાં મત આપે એવી શક્યતા છે. એવી પણ સંભાવના છે કે કન્ઝર્વેટિવના 100 સાંસદો અને ડેમૉક્રેટિક યુનિયન પાર્ટીના 10 સાંસદો ડીલ વિરુદ્ધ લેબર પાર્ટીના સમર્થનમાં મતદાન કરે.

લેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બીને કહ્યું હતું કે લેબર પાર્ટી આ ડીલના વિરોધમાં મત આપશે અને જો તેમની પાર્ટી આ અંગે સફળ થશે તો તેઓ સામાન્ય ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરશે.

તેમણે બીબીસીના એન્ડ્ર્યૂ મૅર શૉને જણાવ્યું હતું, "અમે અમારા સમયે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીશું, અને આ જલદી જ થશે."

બ્રિટેનનાં વડાં પ્રધાન થેરેસા મે તેમના સાંસદોને બ્રેક્સિટ ડીલ મુદ્દે મનાવવાનો છેલ્લો પ્રયત્ન કરતાં ચેતવણી આપી કે જો સંમતિ ન આપવામાં આવે તો બ્રેક્સિટ નહીં થઈ શકે.

તેમણે કહ્યું કે મંગળવારના દિવસે જે ડીલ પર વોટિંગ થશે એ એક માત્ર ડીલ છે.

થેરેસા મેએ સંસદની કામગીરી ઠપ થવાની ચેતવણી પણ આપી છે.

એમણે આ દેશને ખાતર ડીલને સમર્થન આપવા વિનંતી કરી છે.

આ દરમિયાન આસિસ્ટન્ટ વ્હિપ ગેરેથ જ્હોન્સને રાજીનામું આપી દીધું છે.


પર્સનલ કમ્પ્યુટર્સની તપાસ બાબતે સુપ્રીમની સરકારને નોટિસ

Image copyright Getty Images

લોકોના પર્સનલ કમ્પ્યુટર્સ પર નજર રાખવા અને તેના આંકડાઓનું વિશ્લેષણ કરવા અંગે સરકારે દેશની 10 એજ્ન્સીને આપેલી સત્તા અંગે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે સરકારે વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગેની આ નોટિસનો 6 અઠવાડિયામાં જવાબ આપવાનો રહેશે.

અગાઉ કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બરના રોજ સૂચના તથા પ્રૉદ્યોગિકી કાયદા હેઠળ કેન્દ્રની 10 તપાસ તથા જાસૂસી ઍજંસીઓને કંપ્યૂટર ને ઇન્ટરસેપ્ટ કરવા તથા તેમના આંકડાનું વિશ્લેષણ કરવાનો અધિકાર આપ્યો હતો. આ આદેશની સામે સ

આ અધિકાર માહિતી પ્રણાલીઓને આંતરવા, તેમના પર નજર રાખવા તથા તેમના આંકડાઓનું વિશ્લેષણ કરવાનો છે. જેમાં, કહેવામાં આવ્યું છે કે સબસ્ક્રાઇબર, સર્વિસ પ્રૉવાઇડર અથવા કમ્પ્યુટર વિભાગના ઇન-ચાર્જ સરકારી એજન્સીઓને જરૂરી સુવિધાઓ તથા ટૅક્નિકલ સહાય આપવી જરૂરી રહેશે અને આવું ન કરી શકવાની સ્થિતિમાં સાત વર્ષની જેલની સજા તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે.


ચીનમાં 21 શ્રમિકોનાં મૃત્યુ

ઉત્તર ચીનના સાનક્સી પ્રાંતમાં શેમૂ પાસે કોલસાની ખાણમાં દુર્ઘટનાને કારણે 21 ખાણ મજૂરોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 69 અન્યોને બચાવી લેવાયા છે.

ચીનની ન્યૂઝ એજન્સી શિનહુઆના અહેવાલ પ્રમાણે, ખાણમાં હંગામી છત તૂટી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઑક્ટોબર માસમાં શાનડૉંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં દુર્ઘટનાને કારણે 21 મજૂરોનાં મૃત્યુ થયાં હતાં.

ચીનના નેશનલ કોલ માઇન સેફ્ટી ઍડમિનિસ્ટ્રેશનના તારણ પ્રમાણે, વર્ષ 2017 દરમિયાન ખાણ દુર્ઘટનાઓમાં 375 શ્રમિકોનાં મૃત્યુ થયાં હતાં, જે આગળના વર્ષની સરખામણીએ 28 ટકાનો ઘટાડો સૂચવે છે.

આપને આ પણ વાચવું ગમશે

શટડાઉન હળવું કરવા ટ્રમ્પને વિનંતી

Image copyright Reuters
ફોટો લાઈન સેનેટર ગ્રેહામ સાથે ટ્રમ્પ

વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રેહામે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી છે કે છેલ્લાં ત્રણ અઠવાડિયાં કરતાં વધુ સમયથી ચાલી રહેલા શટડાઉનને હંગામી ધોરણે આંશિક રીતે હળવું કરવામાં આવે.

ટ્રમ્પના નજીકના મનાતા ગ્રેહામનું કહેવું છે કે આંશિક રીતે શટડાઉનને હળવું કરવામાં આવશે તો ડેમૉક્રેટ્સ તથા રિપબ્લિકન્સ વચ્ચે સંવાદનો માર્ગ મોકળો થશે.

હાલમાં અમેરિકામાં ચાલી રહેલું શટડાઉન ત્યાંના ઇતિહાસનું સૌથી લાંબું શટડાઉન છે. આથી, લાખો કર્મચારીઓને પગાર નથી મળ્યો.

ટ્રમ્પ દ્વારા મેક્સિકોની સરહદ ઉપર દિવાલ બનાવવા માટે 5.7 અબજ ડૉલરની માગ કરવામાં આવી છે, સાથે જ ધમકી આપી છે કે જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેશે.


દિલ્હીમાં દલિત રેલી

રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે દલિત સમાજની રેલી યોજાઈ હતી.

જેમાં બીજી એપ્રિલ 2017ના દિવસે ભારત બંધ દરમિયાન પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા 13 લોકોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મંચ ઉપર મૃતકોનાં બાવલાં મૂકવામાં આવ્યાં હતાં અને એ ગાળા દરમિયાન જે લોકો જેલમાં ગયા હતા તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી/એસટી ઍક્ટ (શિડ્યૂલ્ડ કાસ્ટ/શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) સંબંધે એક ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે એસસી-એસટી ઍક્ટને મૂળ સ્વરૂપે બહાલ કરી દીધો હતો.

અહીં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાંથી હજારો દલિતો પહોંચ્યા હતા.

અહીં માયાવતી કે અન્ય કોઈ રાજકીય દલિત નેતાની તસવીર ન હતી, પરંતુ તેઓ યૂપીમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના ગઠબંધનથી ઉત્સાહિત હતા.

ઇરાનમાં પ્લેન ક્રેશ, 12ના મૃત્યુ

Image copyright AFP

ઇરાનની રાજધાની તેહરાન પાસે એક કાર્ગો પ્લેન ક્રેશ થયુ છે, જેમાં 15 લોકોના મૃત્યુ થયા છે.

આ બોઇંગ 707 પ્લેને ખરાબ હવામાનને કારણે તહેરાનથી 40 કિમી દૂર આવેલા કારજના ફાથ ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરવાના પ્રયત્નો કરતું હતું.

આ દરમિયાન દિવાલ સાથે અથડાઈને આ પ્લેન ક્રેશ થયું હતું.

ઇરાનીયન આર્મીના જણાવ્યા અનુસાર પ્લેન પર રહેલાં 16 વ્યક્તિઓમાંથી માત્ર ફ્લાઇટ એન્જિનીયર બચ્યા છે, જેમને હૉસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક સમાચારો અનુસાર ઍરક્રાફ્ટ કિર્ગીઝ રાજધાની બિશ્કેકમાં માંસ લઈને જઈ રહ્યું હતું.

આ પ્લેનની માલિકી કોની છે તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.

ઇરાનના સિવીલ એવિએશનના જણાવ્યા અનુસાર આ પ્લેન કિર્ગીસ્તાનનું હતું, જ્યારે કિર્ગીસ્તાનના માનસ ઍરપોર્ટના જણાવ્યા અનુસાર આ પ્લે ઇરાનના પાયમ ઍરનું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો