1945 પછીનું યુરોપ અને બ્રિટનનું સૌથી મોટું રાજકીય સંકટ 'બ્રેક્સિટ' આખરે છે શું?

આજે યૂકેમાં એ મતદાન થવાનું છે કે જે વડાં પ્રધાન થેરેસા મેના યૂરોપિયન યૂનિયન સાથે યૂકેના ભવિષ્યના તમામ સંબંધ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
આ મતદાન 11 ડિસેમ્બર 2018ના રોજ યોજાવાનું હતું. અને આ મતદાનથી એ નક્કી થશે કે 29 માર્ચના રોજ બ્રિટન યૂરોપિયન યૂનિયનમાંથી અલગ થશે કે નહીં.
સ્પૉઇલર એલર્ટ : મને લાગતું નથી કે કોઈ વ્યક્તિને ખબર હશે કે બ્રેક્સિટનું આગળ શું થશે અને કદાચ આગામી અઠવાડિયા સુધી પણ કોઈને કંઈ ખબર ન પડે.
પણ બ્રિટનનાં લોકો બે વસ્તુઓ જાણી શકે છે : પહેલી વાત એ કે થેરેસા મે દ્વારા રજૂ કરાયેલા કરારને વિપક્ષ વધારે સમય આપે અથવા તો બીજી વસ્તુ એ થઈ શકે કે થેરેસા મે પ્લાન બી તૈયાર રાખે.
કોઈ વસ્તુ નક્કી નથી. જો થેરેસા મેને જરુરી મત મળતા નથી, તો તેમની પાસે માત્ર આગામી સોમવાર સુધીનો સમય છે કે જેમાં તેઓ સાંસદોને સમજાવી શકે કે તેઓ શું કરવા માગે છે. તેમાં તેઓ કોઈ બીજા કરાર, જનમત અથવા તો બ્રેક્સિટને મોકૂફ રાખી શકે છે.
થેરેસા મેનો કરાર બે ભાગમાં વહેંચાયેલો છે. એક તો કાયદાકીય રીતે બ્રિટન યૂરોપિયન યૂનિયન છોડે. બીજી રીતમાં એક એવું ઘોષણાપત્ર કરવામાં આવ્યું છે કે જેમાં બ્રેક્સિટ બાદ પણ ભવિષ્યના સંબંધો વિશે વિચારણા કરવામાં આવે.
થેરેસા મેની કન્ઝર્વેટીવ પાર્ટીના કેટલાક બ્રેક્સિટ સમર્થક સાંસદો એવું માને છે કે આ સંધિ યૂરોપિયન યુનિયન અને બ્રિટનને નજીક રાખે છે જ્યારે વિપક્ષી દળો એવું માને છે કે તેમની સંધિ ગૂંચવાયેલી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
- તમે ખોટી તારીખે તો 'ઉત્તરાયણ' નથી ઊજવીને?
- '90 દિવસની અંદર નહીં, ચૂંટણીનાં 90 દિવસ અગાઉ ચાર્જશીટ'
- ગુજરાત ફેક ઍન્કાઉન્ટર્સ : 'મુસ્લિમ સમુદાયને નિશાન નથી બનાવાયો'
શું થઈ શકે છે ?
હાલની સ્થિતિ જોતા એવું જણાય છે કે વડાં પ્રધાન મેને ઇતિહાસનો સૌથી કારમો પરાજય વેઠવો પડશે. હવે મે તથા તેમના પ્રધાનો પરાજયને જેમ બને તેમ ઓછો કારમો બનાવવા પ્રયાસ કરશે.
મેનો પ્લાન B
જો વડાં પ્રધાન મે પાસે 'પ્લાન B' હોય, તો તેમના નજીકના લોકોને પણ નથી ખબર.
મેનું માનવું છે કે તેમની યોજના સર્વશ્રેષ્ઠ છે, જેની મદદથી અર્થતંત્રને હાનિ પહોંચાડ્યા વિના યુરોપિયન સંઘમાંથી નીકળી જવાના જનમતનો અમલ કરી શકાય તેમ છે.
મે પાસે રહેલાં અમુક વિકલ્પોમાં, ફરી યુરોપિયન સંઘ પાસે જઈને સાંસદોને પસંદ આવે તેવી વધુ સારી ડીલ મેળવવી, તેમની ડીલ માટે સાસંદોને એકજૂથ કરવા, ડીલ વગર બ્રેક્સિટ માટે સાંસદોની ઉપર દબાણ લાવવું, તેમના પ્લાન અંગે જનમત સંગ્રહ કરાવવો, સમગ્ર પ્રક્રિયા માટે યુરોપિયન સંઘ પાસેથી વધુ સમય માગવો.
- ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને તબાહ કરી દેવાની ધમકી કેમ આપી?
- USના પ્રથમ હિંદુ સાંસદ બનવા માગે છે અમેરિકાના રાષ્ટ્રપતિ
પક્ષ-વિપક્ષમાં તિરાડ
બ્રેક્સિટ મુદ્દે માત્ર શાસક કન્ઝર્વૅટિવ પાર્ટી જ નહીં, પરંતુ વિપક્ષ લેબર પાર્ટીમાં પણ તિરાડ પડી ગઈ છે.
લેબર પાર્ટીએ ડીલની વિરુદ્ધમાં મતદાન કરવાનું જાહેર કર્યું છે, પરંતુ ભવિષ્યમાં મતદારો પાસે કઈ રીતે જવું તેનો પડકાર પણ લેબર સાસંદો સમક્ષ હશે.
દરમિયાન ડાબેરી વિચારસરણી ધરાવતા જર્મી કોર્બિન તથા તેના સાંસદો બ્રેક્સિટ ઇચ્છે છે.
બ્રેક્સિટનો અંત શું?
કોઈને નથી ખબર. સરળ શબ્દોમાં કહીએ તો અઢી વર્ષ દરમિયાન જનમત સંગ્રહ સંદર્ભે સાંસદો એકમત નથી થઈ શક્યા.
1945ના રાજકીય સંકટ બાદ હાલ સૌથી મોટું રાજકીય સંકટ તોળાઈ રહ્યું છે.
જો કોઈ એક વિકલ્પ ઉપર સહમતી નહીં સધાય તો 'ડિફોલ્ટ પોઝિશન' મુજબ બ્રિટને કોઈપણ જાતની ડીલ વગર યુરોપિયન સંઘ છોડવાનું રહેશે.
પરંતુ એ પહેલાં વડાં પ્રધાન મે તેમણે નક્કી કરેલી ડીલ માટે પૂરતું જોર લગાવવા પ્રયાસ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો