ઑસ્કર 2019 : નૉમિનેશનની જાહેરાત, કોણ મારશે બાજી?

ફિલ્મનું દૃશ્ય Image copyright 20TH CENTURY FOX

ઑસ્કર 2019ના નૉમિનેશનની જાહેરાત થઈ ગઈ છે અને આ વર્ષે ઑલિવિયા કૉલમેનની 'ધ ફેવરેટ' અને નેટફ્લિક્સની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'રોમા'એ પોતાની હાજરી નોંધાવી છે. આ ફિલ્મોને 10-10 નૉમિનેશન મળ્યા છે.

આ સિવાય 'અ સ્ટાર ઇઝ બૉર્ન' અને 'વાઇઝ' ફિલ્મને આઠ આઠ નૉમિનેશન મળ્યા છે. તો 'બ્લેક પેન્થર' ફિલ્મને સાત નૉમિનેશન મળ્યા છે.

માર્વેલની બ્લૉકબસ્ટર ફિલ્મ 'બ્લેક પેન્થર' પહેલી સુપરહીરો ફિલ્મ છે કે જેને ઑસ્કરમાં બેસ્ટ ફિલ્મ માટે નૉમિનેશન મળ્યું છે.

બ્લેક પેન્થર અમેરિકાની બૉક્સ ઑફિસ પર વર્ષ 2018ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી.

સૌથી વધુ નૉમિનેશન ધરાવતી ફિલ્મો

10 - ધ ફેવરેટ, રોમા

8 - અ સ્ટાર ઇઝ બૉર્ન, વાઇઝ

7 - બ્લેક પેન્થર

6 - બ્લેક લાન્ઝમેન

5 - બોહિમિયન રાપ્સોડી, ગ્રીન બુક

4 - ફર્સ્ટ મેન, મેરી પોપ્પીન્સ રિટર્ન્સ

Image copyright ALFONSO CUARÓN

બ્રિટિશ અભિનેત્રી કૉલમેનની શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં ગ્લેન ક્લૉઝ સાથે પ્રતિયોગિતા છે.

આ સિવાય યાલિત્ઝા ઍપારિસિયો તેમની પહેલી ફિલ્મ માટે નૉમિનેટ થયાં છે. તેમણે રોમા ફિલ્મમાં મેક્સિકન મેઇડની ભૂમિકા ભજવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ફિલ્મની મદદથી પહેલી વખત નેટફ્લિક્સને ઑસ્કરમાં તેનું પ્રથમ નૉમિનેશન મેળવ્યું છે.

શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં મેલિસા મૅકકાર્થીને 'કેન યુ એવર ફૉરગીવ મી?' અને લેડી ગાગાને 'અ સ્ટાર ઇઝ બૉર્ન' ફિલ્મ માટે નૉમિનેશન મળ્યું છે.

Image copyright ALEX BAILEY/20TH CENTURY FOX

ગાગાના કો- સ્ટાર બ્રેડલી કુપરને પણ બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નૉમિનેશન મળ્યું છે.

આ સિવાય રામી માલેકને બોહિમિયન રાપ્સોડી ફિલ્મમાં ફ્રેડી મરક્યુરીની ભૂમિકા માટે નૉમિનેશન મળ્યું છે.

રિચર્ડ ઈ ગ્રાન્ટને તેમનું પ્રથમ ઑસ્કર નૉમિનેશન મળ્યું છે. તેમને 'કેન યુ એવર ફૉરગીવ મી?' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે નૉમિનેશન મળ્યું છે.

રાચેલ વેઇઝને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે નૉમિનેશન મળ્યું છે. 13 વર્ષ પહેલા તેમને આ જ કેટેગરીમાં 'ધ કન્સ્ટન્ટ ગાર્ડનર' ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો.

આ વખતે તેમની સ્પર્ધા એમા સ્ટોન, મરીના ડે ટવીરા, રેગિના કિંગ અને એમી એડમ્સ સાથે થશે.

એડમ્સના હાથમાંથી આ પહેલા પાંચ વખત ઑસ્કર એવોર્ડ આવતા આવતા છૂટી ગયો છે.

ડાયરેક્ટરની વાત કરવામાં આવે તો 35 વર્ષની કારકિર્દી બાદ પહેલી વખત સ્પાઇક લી બ્લેક કાન્સમેન માટે નૉમિનેશન મળ્યું છે.

Image copyright MARVEL STUDIOS

જોકે, આ વખતે રોમાના ડાયરેક્ટર આલ્ફાન્ઝો ક્યુરાન લોકોના ફેવરેટ બની શકે છે. આલ્ફાન્ઝો પાસે કુલ ચાર કેટેગરીમાં નૉમિનેશન છે- બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ઑરિજીનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ પિક્ચર.

જોકે, બેસ્ટ ડાયરેક્ટરની કેટેગરીમાં કોઈ પણ મહિલાને નૉમિનેશન મળ્યું નથી.

બ્લેક પેન્થર 2018માં અમેરિકાની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે અને તેને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. આ સિવાય તેને મોટા ભાગના નૉમિનેશન ટેકનિકલ કેટેગરીમાં મળ્યા છે.

ઑસ્કર એવોર્ડની જાહેરાત 24 ફેબ્રુઆરીના રોજ થશે. જોકે, હજુ સુધી ઑસ્કર એવોર્ડની મેજબાની કોણ કરશે તે અંગે માહિતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો