NZ vs IND : ન્યૂઝિ લૅન્ડમાં ભારતની ધમાકેદાર શરૂઆત, પ્રથમ મૅચમાં વિજય

વિરાટ કોહલી Image copyright Getty Images

ઑસ્ટ્રેલિયામાં અવ્વલ રહેનારી ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલૅન્ડ પ્રવાસની ધમાકેદાર શરુઆત કરી વિજય મેળવ્યો છે.

પ્રથમ મૅચમાં ન્યૂઝિલૅન્ડની ટીમ 157 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આની સામે ભારતે 34.5 ઓવરમાં 156 રન કરી મૅચ જીતી લીધી હતી.

આ પ્રથમ મૅચમાં ઑપનર રોહિત શર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જોકે, ઑસ્ટ્રેલિયા સામે ખાસ ફૉર્મમાં ના રહેલા શિખર ધવને આ મૅચમાં નોટ આઉટ 75 રનનું બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ શિખર ધવનને સાથ આપતાં 45 રન કર્યા હતા.

જ્યારે અંબાતી રાયડુએ નોટ આઉટ 13 રન કર્યા હતા.

મૅન ઑફ ધી મૅચનો ખિતાબ મોહમ્મદ શમીને આપવામાં આવ્યો હતો.

ટીમ ઇન્ડિયાએ શાનદાર શરુઆત કરી છે. મોહમ્મદ શમીએ ઘાતક બૉલિંગ કરી બંને ઑપનિંગ બૅટ્સમેનને બૉલ્ડ કરી દીધા હતા.

મોહમ્મદ શમીએ 3, ચહલે 2, કુલદીપ યાદવે 4 અને કેદાર જાદવે 1 વિકેટ ઝડપી છે.

કપ્તાન વિલિયસમને બાજી સંભાળી 81 બૉલમાં 64 રન કરી લડત આપી હતી અને કુલદીપ યાદવે એમને આઉટ કર્યા હતા.

આઇસીસી રેન્કિંગમાં ન્યૂ ઝિલૅન્ડ ભારત પછી ત્રીજા સ્થાને છે. એ રીતે આ સિરીઝ બે બળિયા વચ્ચેની ગણાય છે.

વિરાટ કોહલીની જેમ કૅપ્ટન કૅન વિલિયમસનની આગેવાનીમાં ન્યૂ ઝિલૅન્ડ સરસ ક્રિકેટ રમી રહી છે.

ઉલ્લેખનીય છે કૅપ્ટન કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને આ સિરીઝ વિશ્વ કપ અગાઉની મહત્ત્વની સિરીઝ છે.

ભારતીય સમય મુજબ આ મૅચ સવારે 7.30 વાગે શરૂ થઈ હતી. ન્યૂઝિલૅન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ મૅચમાં ભારતીય બૉલર મોહમ્મદ શામીએ સૌથી ઝડપી 100 વિકેટની સિદ્ધિ મેળવી છે.

આ મૅચમાં શિખર ધવને વન-ડે મૅચીસમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે.

શિખર ધવન 75 રન સાથે નોટઆઉટ રહ્યાં હતા. વિરાટ કોહલીએ 45 રન કર્યા હતા. મૅચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો છે.


અમેરિકન સેનામાં ટ્રાન્સજેન્ડર પર પ્રતિબંધ સુપ્રીમે કોર્ટે માન્ય રાખ્યો

Image copyright Getty Images

અમેરિકાની સુપ્રીમ કોર્ટે લશ્કરમાં ટ્રાન્સજેન્ડર પર પ્રતિબંધ ટ્રમ્પની નીતિને લીલી ઝંડી આપી દીધી છે.

અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટ્રાન્સજેન્ડરને સેનામાં સામેલ નહીં કરવાની નીતિને 5-4ના મતથી મંજૂર રાખી છે.

હવે આ નીતિ મુજબ ટ્રાન્સજેન્ડર લોકો સેનામાં ભરતી નહીં થઈ શકે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે અમેરિકામાં લશ્કરમાં ટ્રાન્સજેન્ડર પર પ્રતિબંધને સુપ્રીમની મંજૂરી.

ટ્રાન્સજેન્ડરને ભરતી કરવાથી સેનાના પ્રભાવ અને ક્ષમતા પર જોખમ ઉભું થઈ શકે છે.

ટ્રમ્પની અગાઉ બરાક ઓબામાના સમયમાં ટ્રાન્સજેન્ડરને સેનામાં ભરતી કરવાની નીતિ લાગુ કરવામાં આવી હતી. આ નીતિ મુજબ ટ્રાન્સજેન્ડર સેનામાં ભરતી થઈ શકતા હતા અને લૈંગિક સર્જરી માટે સહાયની પણ જોગવાઈ હતી.

આ નીતિ મુજબ 1 જુલાઈથી ટ્રાન્સજેન્ડરની સેનામાં ભરતી થવાની હતી પણ ટ્રમ્પે આ મર્યાદા 1 જાન્યુઆરી 2018 સુધી લંબાવી દીધી હતી અને પછી નીતિને બંધ કરી દેવામાં આવી હતી. જેને લઈને અદાલતમાં કેસ ચાલું હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

પીધેલા પેસેન્જરે વિમાન હાઇજૅક કર્યુ

Image copyright Getty Images

સર્બિયાથી મૉસ્કો જઈ રહેલું એક પેસેન્જર પ્લેન હાઈજૅક કર્યુ હતું.

પ્લેનમાં સવાર પીધેલા પેસેન્જરે વિમાનને મૉસ્કોને બદલે અફઘાનિસ્તાન વાળવાનો આદેશ આપ્યો હતો.

આ મામલે વિમાનને ઇમરજન્સીમાં સર્બિયા ખાતે લૅન્ડ કરવાની ફરજ પડી હતી.,

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ આ વિમાન સર્ગુટથી મૉસ્કો માટે રવાના થયુ હતું.

જ્યારે પેસેન્જરે વિમાનને અફઘાનિસ્તાન વાળવાની ધણકી આપી તો ક્રૂ મેમ્બર્સે ફ્યુઅલનો હવાલો આપી વિમાનને સર્બિયામં લૅન્ડ કરી દીધું.

તપાસકર્તા અધિકારીએ પેસેન્જરની ધરપકડ કરી હોવાની તેમજ તે હોશમાં નહીં હોવાની માહિતી આપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો