2nd ODI INDvsNZ: પ્રજાસત્તાક દિવસે ટીમ ઇન્ડિયાની જીતની ગિફ્ટ

વિરાટ કોહલી Image copyright BCCI
ફોટો લાઈન વિરાટ કોહલી

ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન અને રોહિત શર્માની આક્રમક શરુઆત અને ત્યારબાદ કોહલી અને અંબાતી રાયડૂની ભાગીદારીની મદદથી ભારતે ન્યૂઝીલૅન્ડને 325 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ન્યૂઝીલૅન્ડની 7 વિકેટ 166 રન પર પડી છે. ભારતીય બૉલર્સ આક્રમક દેખાવ કરી રહ્યા છે ત્યારે ટીમ ઇન્ડિયા પ્રજાસત્તાક દિવસે મૅચ જીતીને જીતવા તરફ અગ્રેસર છે.

કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી છે. 31મી ઓવરમાં એમણે બૅક ટૂ બૅક હૅનરી નિકોલ્સ અને ઇશ સોઢીને આઉટ કરી દીધા હતા.

ટૉમ લાથમને કુલદીપ યાદેવ 34 રન પર એલબીડબલ્યૂ આઉટ કરી દીધાં છે. લાથમે 32 બૉલમાં સૌથી વધારે 34 રન બનાવ્યા છે.

અગાઉ ભૂવનેશ્વર કુમારે માર્ટિન ગપ્ટીલને 15 રન પર આઉટ કરી દીધા હતા અને કૉલિન મુનરોને ચહલે 31 રન પર આઉટ કર્યા.

મોહમ્મદ શમીએ કૅપ્ટન વિલિયસનની મહત્ત્વની વિકેટ ઝડપી હતી. શમીએ કિવી કૅપ્ટનને બૉલ્ડ કરી દીધા હતા. વિલિયસને 20 રન કર્યા હતા.

કેદાર જાદવે સૅટ થઈ રહેલાં બૅટ્સમૅન રોસ ટેલરને આઉટ કરી દીધા છે. રૉઝ ટૅલરે 25 બૉલમાં 22 રન કર્યા હતા.

અગાઉ રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ બીજી વનડે મેચમાં ભારતને મજબૂત શરૂઆત કરાવી હતી.

રોહિત શર્માએ 96 બૉલમાં 87 રન અને શિખર ધવને 67 બૉલમાં 66 રન કર્યા હતા.

ઓપનિંગ બૅટ્સમૅન આઉટ થયા બાદ વિરાટ કોહલી અને અંબાતી રાયડુએ ઉપયોગી ભાગીદારી કરી હતી. જોકે, કોહલી અને રાયડૂ અડધી સદી ચૂકી કયા હતા.

કોહલી 45 બૉલમાં 43 રને અને રાડૂ 49 બૉલમાં 47 રને આઉટ થયા હતા.

ભારતે છેલ્લી ઓવરમાં 20 રન કર્યા હતા.

મહેન્દ્રસિંહ ધોનીએ 33 બૉલમાં 48 રન કર્યા હતા.

છેલ્લે રમતમાં આવેલા કેદાર જાદવે 10 બૉલમાં ઉપયોગી 21 રન કર્યા હતા.

ધોની અને કેદાર જાદવ અણનમ રહ્યા હતા.

માઉન્ટ મૉનગાનુઈ ખાતે રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


રોહિત શમા અને શિખર ધવનની ધમાલ

ભારતની ઇનિંગમાં શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ 146 બૉલમાં 150 રન ફટકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 157 રનમાં ઑલઆઉટ કરી મેચી જીતી લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો