બ્રાઝિલમાં ડૅમ તૂટ્યો, 58 લોકોના મૃત્યુ, હજીયે 300 લોકો લાપતા, બચવાની આશા નજીવી

બચાવકાર્ય Image copyright MG FIRE DEPARTMENT

બ્રાઝિલના દક્ષિણ પૂર્વ સ્થિત મેનસ જેરાઇસ રાજ્યના બ્રુમાડીનો શહેરની નજીક લોખંડની ખાણ પાસે એક ડૅમ તૂટતાં 300 લોકો લાપતા બન્યા છે અને અત્યાર સુધી 34 લોકોનાં મોત થયાં છે.

અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 58 લોકોનાં મોત થયાં છે અને 300 લોકો લાપતા છે.

બચાવ ટૂકડીએ અત્યાર સુધી 192 લોકોને બચાવી લીધાનો અહેવાલ છે.

આ દરમિયાન રવિવારે વિસ્તારમાં અન્ય એક ડૅમની પણ હાલત ભયજનક હોવાનો અહેવાલ મળતા તપાસ અને બચાવકાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું

ગવર્નર રોમેઉ ઝેમાએ કહ્યું કે લોકોને જીવતા શોધી કાઢવાની આશા ખૂબ ધૂંધળી છે.

બચાવ ટૂકડીની આગેવાની કરી રહેલા કર્નલ એદુરાડો એન્જૅલોનુ કહેવું છે કે 48 કલાકની કામગીરી પછી હવે કોઈ જીવિત મળી આવશે એવી શક્યતાઓ ઓછી છે. જોકે, અમે હજીયે એ આશાએ કામ કરી રહ્યાં છીએ કે લોકોને જીવતા બચાવી શકાશે.

અધિકારીઓએ કહ્યું કે જે વખતે ડૅમ તૂટ્યો એ વખતે અનેક શ્રમિક 'વેલ' કંપનીની કૅન્ટીનમાં બપોરનું ભોજન લઈ રહ્યાં હતાં.


આખી કૅન્ટીન દબાઈ ગઈ

Image copyright Reuters

કંપનીના પ્રમુખનું કહેવું છે કે કાટમાળમાં કૅન્ટીન દબાઈ ગઈ છે.

એમણે કહ્યું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ડૅમની મજબૂતીની તપાસ થઈ હતી અને યોગ્ય સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું.

બ્રુમાડીનો ડૅમ તૂટતા મેનસ જેરાઈસ રાજ્યના અનેક વિસ્તારોમાં કાટમાળ જમા થઈ ગયો છે અને અનેક ગામો પણ તેની ઝપટમાં આવી ગયાં છે.

અધિકારીઓનું કહેવું છે કે રાહત અને બચાવ કામગીરી માટે ટીમો મોકલવામાં આવી છે બંધની આસપાસના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક સમય મુજબ બપોરે જમવાના સમયે ફીજાયો ખાણની નજીક બંધનું એક બૅરિયર તૂટી ગયું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?


બ્રાઝિલની સૌથી મોટી ખાણ કંપની

Image copyright AFP/GETTY IMAGES

આ બંધનો ઉપયોગ ખાણમાંથી કઢાતી લોહધાતુની સફાઈ પ્રક્રિયા બાદ છાંડેલા અવશેષોને જમા કરવા માટે થતો હતો. બ્રાઝિલની સૌથી મોટી ખનન કંપની 'વેલ' આ ખાલની માલિકી ધરાવે છે.

આ ખાણની માલિકી બ્રાઝિલની સૌથી મોટી ખનન કંપની 'વેલ' ધરાવે છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 'બ્રુમાડીનો ડૅમ' સહિત અનેક બંધ બાંધવામાં આવ્યા છે.

1976માં બાંધવામાં આવેલો આ ડૅમ બે મિલિયન ક્બૂબિક મીટર સુધી છાંડેલો કચરો સાચવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ડૅમ તૂટવાને લીધે કેટલો આવો કચરો ફેલાયો તેની માહિતી હજી મળી શકી નથી.

ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવેલાં દ્વશ્યોમાં એક માટીની નદી વહેતી અને માર્ગમાં આવતા ઘરો તેમજ રસ્તાઓને તબાહ કરતી જોઈ શકાય છે.

માટીની વહેતી નદી

Image copyright Reuters

સ્થિતિની જાણકારી મેળવવા માટે રાષ્ટ્રપતિ જેયર બોલ્સેનારો શનિવારે આ વિસ્તારની મુલાકાત લેશે એવી માહિતી પણ મળી રહી છે.

'વેલ' કંપની અને સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે ખાણથી વહેલી માટી બ્રમાડીનો શહેરની નજીકના ગામ વિલા ફોર્ટેકો સુધી ફેલાઈ ગઈ છે.

બ્રમાડીનો શહેરના મેયર અવિમાર ડે મેલોએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે અત્યારસુધી સાત મૃતદેહો મળી આવ્યા છે.

જોકે, સ્થાનિક અખબાર 'હોજે એમ ડિયા'એ ઓછામાં આછા 50 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનો દાવો કર્યો છે.

નોંધનીય છે કે ત્રણ વર્ષ અગાઉ આ જ રાજ્યમાં ડૅમ તૂટવાથી 19 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ