રાહુલ ગાંધીની જાહેરાત, સરકાર આવશે તો તમામ ગરીબને આપીશું લઘુતમ આવક

Image copyright Getty Images

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના રાયપુરમાં આયોજીત એક ખેડૂત આભાર સંમેલનમાં મિનિમમ ઇનકલ ગેરંટી યોજના બનાવવાની વાત કરી છે.

રાહુલ ગાંધીએ અહીં કહ્યું, "વર્ષ 2019માં જીત્યા બાદ કૉંગ્રેસ સરકાર મિનિમમ ઇનકમ ગેરંટી યોજના શરૂ કરશે."

"એનો મતલબ એ છે કે હિંદુસ્તાન દરેક ગરીબ વ્યક્તિના બૅન્ક એકાઉન્ટમાં એક નિશ્ચિત રકમ ન્યૂનતમ આવકના રૂપમાં હિંદુસ્તાનની સરકાર આપવા જઈ રહી છે."

તેમણે કહ્યું, "મતલબ હિંદુસ્તાનમાં કોઈ ભૂખ્યું નહીં રહે અને કોઈ ગરીબ નહીં રહે."

"કૉંગ્રેસ સરકાર છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી લઈને દરેક પ્રદેશમાં કરશે. અમે બે હિંદુસ્તાન ઇચ્છા નથી."

"એક હિંદુસ્તાન હશે જેમાં લઘુત્તમ આવક આપવાનું કામ કૉંગ્રેસ સરકાર કરશે."

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે કૉંગ્રેસ સરકારનું આ પગલું પોતાની રીતે જ ઐતિહાસિક છે.


કર્ણાટકના મુખ્ય મંત્રી કુમારસ્વામીએ રાજીનામાની તૈયારી દર્શાવી

કુમાર સ્વામીની તસવીર Image copyright Getty Images

કર્ણાટકમાં મુખ્ય મંત્રી કુમારસ્વામી અને કૉંગ્રેસના ગઠબંધન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કુમારસ્વામીએ કહ્યું કે તેઓ(કૉંગ્રેસ) મનમાની જ કરવા માગે છે તો હું રાજીનામું આપવા તૈયાર છું.

તેમણે કહ્યું, "કૉંગ્રેસના નેતાઓ લાઇન ક્રોસ કરી રહ્યા છે. કૉંગ્રેસે તેમના નેતાઓને કંટ્રોલ કરવા જોઈએ."

થોડા સમય પહેલાં કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કહ્યું હતું કે કર્ણાટકના મુખ્ય મંત્રી કુમારસ્વામી નહીં પરંતુ સિદ્ધારમૈયા છે.

જેના પર કુમારસ્વામીનું આ તાજેતરનું નિવેદન આવ્યું છે.

કૉંગ્રેસના ધારાસભ્ય એસ. ટી. સોમશેખરે કહ્યું હતું કે ગઠબંધન સરકારે છેલ્લા 7 મહિનામાં વિકાસના નામ પર કંઈ જ કર્યું નથી. જો સિદ્ધારમૈયા મુખ્ય મંત્રી હોત તો રાજ્યમાં વિકાસ થયેલો જોવા મળત. વાસ્તવમાં અમારા મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા જ છે.


હેગડેએ કહ્યું હિંદુ છોકરીને અડકે કોઈ હાથ બચવો ન જોઈએ

Image copyright Getty Images

કર્ણાટકના કેડાગૂમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ કહ્યું કે હિંદુ છોકરીને અડકે કોઈ હાથ બચવો ન જોઈએ.

હેગડેએ કહ્યું કે, "આપણે આપણા સમાજની પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. આપણે આપણી જાતિ વિશે ન વિચારવું જોઈએ. જો કોઈ હાથ હિંદુ છોકરીને અડે છે તો એ બચવો ન જોઈએ."

તેમણે સંવિધાન બાબતે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા. તેમણે કહ્યું,"ઘણા લોકો કહે છે કે સંવિધાન ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે અને તે સ્વીકારવી જોઈએ."

"આપણે બંધારણનું સન્માન કરવું જોઇએ પણ એમાં ઘણી વખત ફેરફાર પણ થયા છે અને તે ભવિષ્યમા પણ બદલી શકે છે. અમે અહીં બંધારણ બદલવા માટે છીએ અને તેને બદલીશું."


'જનતા નેતાઓની પીટાઈ કરી શકે છે'

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે જે નાઓ જનતાને સપના બતાવીને પુરા નથી કરતા એમને જનતા મારે પણ છે.

રવિવારે બૉલિવૂડની અભિનેત્રી ઈશા કોપિકર ભાજપમાં જોડાઈ. આ પ્રસંગે મોદી સરકારના પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું:

"સપના બતાવતા નેતા લોકોને સારા લાગે છે, પણ એ જ સપના જો સાકાર ન કરે તો જનતા તેમની પીટાઈ પણ કરી શકે છે. તેથી સપના એ જ બતાવો જે પુર થઈ શકે."

"હું માત્ર સપના દેખાડનારાઓમાંનો નથી. હું જે બોલું છું એ સો ટકા પુરા કરું છું."

તેમણે આગળ કહ્યું કે,"હું જ્યારે મહારાષ્ટ્ર્માં પીડબલ્યૂડીનો મંત્રી હતો ત્યારે મેં કહેલું કે, હું મુંબઈમાં 50 ફ્લાઈ ઑવર બનાવીશ."

"લોકો મારા પર હસતાં હતાં, પણ મેં આ કામ કર્યું અને તેમને ખોટા સાબિત કર્યા."

તમે આ વાંચ્યું કે નહીં?

ખેડૂતોને બહુ જલ્દી રાહત આપી શકે છે કેન્દ્ર સરકાર

Image copyright PTI

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર બહુ જલ્દી ખેડૂતોને મોટી રાહત આપી શકે છે.

કેન્દ્ર સરકારની કૅબિનેટ ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહત પૅકેજની જહેરત કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે આગામી લોકસભાની ચૂંટણીઓમાં ખેડૂતાનો અસંતોષને શાંત કરવા માટે આ પગલું લઈ શકે છે.

ખેતી મંત્રાલયે ખેડૂતોને લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની કેટલીક રાહત આપવા માટે અમુક સૂચનો કર્યા છે.


વેનેઝુએલા મુદ્દે USની ચેતવણી

Image copyright Reuters

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારોને ટેકો આપવાના મુદ્દે દુનિયાના દેશો બે ફાંટામાં વહેંચાઈ ગયા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને ટ્વીટ કરીને વેનેઝુએલાને

ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે જો અમેરિકન રાજનેતાઓ કે વેનેઝુએલાના વિપક્ષના નેતા ખુઆન ગોઇદોમાંથી કોઈને આંચ પણ આવી તો તેનો સજ્જડ જવાબ મળશે.

અમેરિકા તથા અન્ય 20થી વધુ દેશોએ ખુઆન ગોઇદોને વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી છે.

આ વર્ષે માદુરોએ રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળમાં શપથ લીધા, પરંતુ વિપક્ષે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરીને ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.

ત્યાર બાદ ગોઇદોની અપીલથી સમગ્ર વેનેઝુએલામાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.

રવિવારે વેનેઝુએલાના મુખ્ય સૈન્ય પ્રતિનિધિએ માદુરો સરકાર સામે બળવો કરીને તેઓ ગોઇદોને રાષ્ટ્રપતિ માને છે, તેવું ટ્વીટ કર્યુ હતું. જેના જવાબમાં જૉન બોલ્ટને ટ્વીટ કરીને આ પ્રકારે ડરાવવાની કોશિશ ન કરવા કહ્યું હતું.


Image copyright EPA

બીજી તરફ સ્પેન, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જેવા યુરોપના દેશોએ વેનેઝુએલાને આઠ દિવસમાં ફરી ચૂંટણીની જાહેરાત કરવા ચેતાવણી આપી છે, અન્યથા ગોઇદોને રાષ્ટ્રપતિ તરીકે માન્યતા મળી જશે.

રવિવારે સીએનએન સાથેની વાતમાં ચેતાવણીનો અસ્વીકાર કરતાં માદુરોએ કહ્યું કે વેનેઝુએલા યુરોપનું કેદી નથી, આ ચેતાવણી પાછી લેવી જોઈએ, અમે સંવાદ માટે તૈયાર છીએ.

ત્યારે રશિયા, ચીન, મેક્સિકો અને તુર્કી માદુરોના સમર્થનમાં છે.

શનિવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં રશિયાએ અમેરિકા ઉપર વેનેઝુએલાના તખ્તાપલટના ષડયંત્રના આરોપ લગાવ્યા હતા.


પ્રોફેસરે અંગ્રેજી બોલવાનું ફરમાન કરતા નોકરી ગુમાવી

Image copyright DUKE UNIVERSITY
ફોટો લાઈન કોર્ષ માટે આવતા વિવિધ દેશોના વિદ્યાર્થીઓ

અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાં એક પ્રોફેસરે ચીનના વિદ્યાર્થીને ચાઇનિઝ નહીં પણ અંગ્રેજી બોલવાનો ઇમેલ કરતા નોકરી તેમને ગ્રેજ્યુએટ પ્રોગ્રામના ડિરેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

મેગન નીલે અમેરિકાના નોર્થ કૅરોલિનામાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમણે અંગ્રેજી નહીં બોલવાથી વિપરીત પરિણામો આવી શકે છે એવો ઇમેલ કર્યો કર્યો હતો. આ ઈ-મેલ ચીનના સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

અનેક લોકોએ આને ભાષાકીય ભેદભાવ અને વંશીય ટિપ્પણી ગણાવી હતી. બાદમાં સત્તાધિકારીઓએ ઇમલના સ્કીન શૉટની ચકાસણી કરી અધિકૃત ગણી પ્રોફેસરને બરતરફ કર્યા હતા.


ફિલિપાઇન્સમાં ચર્ચમાં વિસ્ફોટથી 20 લોકોનાં મૃત્યુ

Image copyright AFP/GETTY IMAGES

દક્ષિણ ફિલિપાઇન્સમાં એક રોમન કૅથલિક ચર્ચમાં થયેલા બે બૉમ્બ વિસ્ફોટમાં 20 લોકોનાં મૃત્યુ થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે પહેલો ધડાકો જોલો ટાપુ પર સ્થિત એક ચર્ચમાં રવિવારની પ્રાર્થના સમયે થયો હતો. આ વિસ્તારમાં ઇસ્લામિક ઉગ્રપંથીઓ સક્રિય છે.

પ્રથમ વિસ્ફોટ બાદ થોડી જ વારમાં પાર્કિંગમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો.

આ હુમલો થયાના થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં મુસ્લિમ બહુમતવાળા ક્ષેત્રમાં સ્વાયત્તતાની તરફેણમાં મતદાન થયું હતું.

હજી સુધી કોઈ આતંકી સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી.


અમેરિકાએ પુતિનના સાથીની કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન ઑલૅગ દેરીપાસ્કાની કંપનીઓ પરથી પ્રતિબંધ હટ્યો

પ્રેસિડેન્ટ ડોનાન્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સાથી ગણાતા ઑલિગ્રાચ ઑલૅગ દેરીપાસ્કાની ત્રણ કંપનીઓ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.

જેમાં ઍલ્યુમિનયમ જાયન્ટ યુએસ રુસેલ, ઇએન પ્લસ ગ્રૂપ અને જેએસસી યુરોસિબ એનર્જીનો સમાવેશ થાય છે.

અમેરિકાની પ્રમુખપદની ગત ચૂંટણીમાં રશિયાની દખલગીરી બાબતે આ કંપનીઓ ચર્ચામાં આવા હતી અને તેની તપાસ પણ થઈ રહી હતી.

કંપનીઓ પર ગત એપ્રિલ માસમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો